ખતરનાક બન્યું તૌકતે: જે અત્યંત ભયાનક રીતે ત્રાટકશે ગુજરાત પર, જાણો આ વિશે વધુમાં શું કહ્યું હવામાન અધિકારી મનોરમા મોહંતિ

હવામાન અધિકારી મનોરમા મોહંતી દ્વારા આગાહી, ગુજરાત રાજ્ય પર ‘તાઉ તે’ વાવાઝોડું ખુબ જ ભયંકર રીતે ત્રાટકી શકે છે.

image source

ગુજરાત રાજ્યમાં ‘તાઉ તે’ વાવાઝોડું પોતાની ખતરનાક ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ‘તાઉ તે’ વાવાઝોડું ગુજરાત રાજ્યના દરિયાકાંઠે આવેલ વિસ્તારની સાથે ૧૭૫ કિલોમીટરની ઝડપથી અથડાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતી દ્વારા આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સકરીને તેમાં જણાવ્યું છે કે, ‘તાઉ તે’ વાવાઝોડું ખુબ જ તીવ્ર ચક્રવતી દરિયાઈ તોફાન’ જાહેર કરવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં આખા રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અંદાજીત ૧૦ ઇંચ જેટલો વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે લેન્ડફોલ થવાની શક્યતા દર્શાવાઈ છે. આવતીકાલના રોજ એટલે કે, તા. ૧૮ મે, ૨૦૨૧ મંગળવારના રોજ ગુજરાત રાજ્યના રીજનલ એરિયામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, ખેડા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એના સિવાય અન્ય સ્થાને વરસાદ આવી શકે છે.

પત્રકારો દ્વારા જયારે પૂછવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વાવાઝોડું ક્યાં ક્યાં સ્થાને ટકરાશે?આ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, વાવાઝોડું ભાવનગર, પોરબંદર, દીવ અને દીવથી ૨૦ કિલોમીટર પૂર્વ દિશા બાજુ ‘તાઉ તે’ વાવાઝોડું ટકરાઈ શકે છે. ગુજરાત રાજ્યના બંદરોની સાથે વાવાઝોડુંની ટક્કર થવાની સંભાવના હોવાના લીધે હવામાન વિભાગ દ્વારા ૮ થી ૧૦ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે.

image source

ગુજરાત રાજ્યમાં અત્યંત તીવ્ર ચક્રવાતી દરિયાઈ તોફાન/ વાવાઝોડું ‘તાઉ તે’ હકના સમયમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં આવેલ છે. ગુજરાત રાજ્યની ઉત્તર દિશા તરફના ઉત્તર- પશ્ચિમ કિનારાઓ પર છેલ્લા ૬ કલાકથી અંદાજીત ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ‘તાઉ તે’ વાવાઝોડું મુંબઈ શહેરની પશ્ચિમ દિશાથી ૧૫૦ કિલોમીટર, દીવના દક્ષિણ- દક્ષિણપૂર્વ તરફના દરિયા કિનારેથી અંદાજીત ૨૨૦ કિલોમીટર, વેરાવળ બંદર પર દક્ષિણપૂર્વ દિશાએથી અંદાજીત ૨૬૦ કિલોમીટર અને પાકિસ્તાનના કરાંચી બંદર પરથી પૂર્વ- દક્ષિણપૂર્વ દિશાએથી અંદાજીત ૪૯૦ કિલોમીટરના અંતરે આવેલ છે.

એક અંદાજ મુજબ ‘તાઉ તે’ વાવાઝોડું ગુજરાત રાજ્યના દરિયા કિનારે આજ રોજ એટલે કે, તા. ૧૭ મે, ૨૦૨૧ના રોજ પોરબંદર અને ભાવનગરમાં આવેલ મહુવા વિસ્તાર માંથી અંદાજીત રાતના ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન પસાર થઈ શકે તેવી તીવ્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે પવનની ગતિ અંદાજીત ૧૫૫ થી ૧૬૫ કિલોમીટર પ્રતિકલાક રહી શકે છે, જયારે વાવાઝોડાની તીવ્રતા ૧૮૫ કિમી/ પ્રતિકલાક જેટલી રહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!