કોરોનાને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, દર્દીના આખાં ફેફસાં બની ગયા પથ્થર, રાજકોટના ડોક્ટરે કર્યો ઘટસ્ફોટ

કોરોના વાયરસની દવા શોધવા માટે ભારતના જ નહીં વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધનો કરી રહ્યા છે. આ સંશોધનોની સાથે દેશમાં કોરોના વાયરસની અસર વિશે પણ રિસર્ચ ચાલી રહી છે. આવી જ એક રિસર્ચ જે રાજકોટમાં થઈ હતી તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિગતોનુસાર કોરોના વાયરસ ફેફસા પર ગંભીર અસર કરે છે. આ અસર એટલી ખતરનાક છે કે જેના વિશે જાણીને તમને કંપારી છૂટી જશે.

image source

રાજકોટ મેડિકલ કોલેજમાં આ ખાસ રિસર્ચ માટે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના શરીરની ઓટોપ્સી કરવાની મંજૂરી લેવામાં આવી હતી. આ મંજૂરી મળ્યા બાદ 6 ઓટોપ્સી રાજકોટ ખાતે થઈ અને તેમાં જે જાણવા મળ્યું તે ભયાનક સત્ય છે. અત્યાર સુધીમાં થયેલી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વાયરસના કારણે દર્દીના ફેફસા પથ્થર જેવા થઈ જાય છે.

image source

આ રિસર્ચ કરવાનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી દર્દીને સારવાર આપવાની પદ્ધતિમાં સુધારો કરવાનું હતું. તેવામાં અહીં થયેલા પરીક્ષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસના કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. આમ થવાથી ફેફસાં પથ્થર જેવા વજનદાર થઈ જાય છે. અહીં ડોક્ટરોએ જ્યારે દર્દીના ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે કોઈ પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું.

image source

ડોક્ટરના જણાવ્યાનુસાર ટી. બી. અને ન્યુમોનિયામાં પણ ફાઈબ્રોસિસ થાય છે પણ કોરોનાની ભયંકરતા એ છે કે તે આખા ફેફસામાં જામી જાય છે. અન્ય બીમારીમાં થોડા ભાગમાં જ ફાઈબ્રોસિસ તો જોવા મળે છે. હવે નિષ્ણાંતો સંશોધન કરશે કે કોરોનામાં આવું શા માટે થાય છે.

image source

વાયરસ અંગે ડોક્ટરના જણાવ્યા અનુસાર કોઈપણ વાયરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય બની જાય છે ત્યારે સૌથી પહેલા ફેફસાં પર તેની અસર થાય છે અને વાયરસ અને રોગપ્રતિકારક શક્તિની લડાઈને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે, આ પ્રવાહી જામી જાય છે ત્યારે ફેફસામાં સ્થિતિસ્થાપકતા રહેતી નથી અને તે કડક બનતાં જાય છે જેને ફાઈબ્રોસિસ કહે છે.

image source

ફેફસાં કઠણ થતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજન પણ શરીરને મળતું નથી. સામાન્ય માણસના ફેફસામાં ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે અને તે એકદમ નરમ હોય છે. આ કારણે જ ફેફસાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડની અવરજવરને જાળવી શકે છે. પરંતુ કોરોના થયા બાદ દર્દીના ફેફસા આ સ્થિતિસ્થાપકતા ગુમાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત