ઓસ્ટ્રેલિયામાં રસી ન અપાઇ હોય તેવા લોકો માટે લોકડાઉન જાહેર

કોરોના વાયરસ થી લોકોને બચાવવા માટે દુનિયાભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રસીકરણ વચ્ચે અમેરિકામાં લોકોને કોરોના રસી નો બુસ્ટર ડોઝ લગાડવામાં આવી રહ્યો છે. જોકે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ અન્ય કેટલાક દેશોમાં પણ મહામારી વિરુદ્ધની લડાઈમાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેવામાં બુસ્ટર ડોઝ ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે.

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટેડ્રોસ ઘેબ્રેયિયસે બુસ્ટર ડોઝ ના વિતરણને સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે અને સાથે જ કહ્યું છે કે આ કોભાંડ ને બંધ કરવું જોઈએ. જાણવા મળતી માહિતી અનુસાર જર્મની, ઇઝરાઇલ, કેનેડા અને અમેરિકાએ દુનિયાના ઘણા દેશોમાં બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

image soucre

આ વાત પર ટેડ્રોસે કહ્યું છે કે આ બિલકુલ તર્કહીન વાત છે કે સ્વસ્થ વયસ્ક અને વેક્સિન લઈ ચૂકેલા બાળકોને બુસ્ટર ડોઝ આપવામાં આવે. હજુ પણ એવા ગરીબ દેશ છે જ્યાં વૃદ્ધ અને સ્વાસ્થ્ય કર્મીઓ હાઈ રિસ્ક પર છે અને તેઓ પહેલા ડોઝની પણ રાહ જોઈ રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા એ રસીના ડોઝની જમાખોરીની વાતને પણ વખોડી કાઢી હતી.

તાજેતરમાં નોર્વેમાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે 18 વર્ષથી વધુના તમામ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે એટલે કે કોરોના ની રસીના બન્ને લઈ ચૂક્યા છે તેવા લોકોને પણ બુસ્ટર ડોઝ ના નામે વધુ એક ડોઝ આપવામાં આવશે.

image soucre

તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં જે લોકોએ રસી નથી લીધી તેમના માટે લોકડાઉન જાહેરાત કરવામાં આવી છે. એટલે કે અહીં જે લોકોને કોઈ રસી નથી લીધી તે લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં. પહેલાં નેધરલેન્ડ દ્વારા પણ ત્રણ સપ્તાહના આંશિક લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય પણ અન્ય દેશો છે કોરોના ફરીથી ફેલાઈ રહ્યો છે અને લોકોને રસીનો ડોઝ નથી મળી રહ્યા છે તેવામાં અમેરિકા સહિતના દેશોમાં લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત થતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાતને ગંભીર નોંધ લીધી હતી.