DJ ના તાલ વગર જ મનાવવી પડશે ઉત્તરાયણ, ફ્લેટના ધાબા પર ભીડ ભેગી થશે તો ચેરમેન જવાબદાર, વાંચી લો બીજુ શું રાખવું પડશે ધ્યાન

રાજ્યના લોકો જે દિવસથી ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો છે. પતંગપ્રેમી લોકો ઘણા સમયછી મુજવણમાં હતા કે આ વર્ષે ઉતરાયણ કેવી રીતે ઉજવવવી. કારણ કે નવરાત્રિ, દિવાળી અને નવા વર્ષે નિમિતે સરકારે ગાઈડ લાઈન જાહેર કરી હતી પંરતુ ઉત્તરાયણને લઈને કોઈ ઓપચારિક જાહેરાત કરવામાં આવી નહોતી. જો કે આજે સરકારે ઉતરાયણને લગતી તમામ વાતો જાહોર કરી દીધી છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી માર્ગદર્શિકા મુજબ, ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. આ ઉપરાંત પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ ધાબા પર હાજર રહી શકશે નહીં અને ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં.

રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે

તો બીજી તરફ સૌથી મોટી અને મહત્વની વાત જે સામે આવી છે તે એ છે કે ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. મતલબ કે આ વખતે ચેરમેને પણ સજાગ રહેવુ પડશે. તો બીજી તરફ તારીખ 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણ અમલ કરાવવામાં આવશે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે પગલા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે.

image source

પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ

આ અંગે વિગતે વાત કરીએ તો તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. નોંધનિય છે કે દર વર્ષે ઉતરાયણના 10 કે 15 દિવસ પહેલા લોકો દોરા અને ફીરકી અને પતંગો બનાવવા કામે લાગી જતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે તેના પર પણ ગ્રહણ લાગી ગયું. એસોશિએસને કહ્યું કે હજારો લોકોની રોજી રોટીનો સવાલ છે તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. તમને જણાવી દઈએ કે આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. તો આ અંગે હાઈકોર્ટે કહ્યું કે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે.

સોસાયટીના સેક્રેટરી કાયદેસરના પગલાં લેવામાં આવશે

image source

તમને જણાવી દઈએ કે પતંગ વેપાર 2020માં 600 કરોડથી પણ વધુનો હતો. 1 લાખ 25 હજાર પરિવારોનું ગુજરાન આ તહેવારના કારણે ચાલે છે. વધુમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી. સરકારને આદેશ કરવામાં આવે છે કે માર્ગદર્શિકાની જાહેરાત કરે. 13માંથી ચોથા મુદ્દા પર સુધારો કરવામાં આવે. એપાર્ટમેન્ટ અને સોસાયટીના સેક્રેટરી સામે નિયમોનો ભંગ થવા પર કાયદેસરના પગલાં લેવામાં આવશે.

જેથી દરેક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પણ આ વર્ષે જાગૃત રહેવુ પડશે અને એ ધ્યાન રાખવું પડશે કે તેમની સોસાયટીના લોકો કોરોનાની ગાઈડલાઈન ઉલ્લંઘન ન કરે. આ અંગે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

જાણો સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં શું કહેવામાં આવ્યું

image source

રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવેશે તેમ જણાવ્યું છે. તો બીજી તરફ ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં.

આ ઉપરાંત કોઈપણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિને આમંત્રિત ન કરવા. આ ઉપંરાત ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અને જો આ નિયમોનું ઉલ્લંઘન થશે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદના રાયપુર ટંકશાળ અને નરોડા જેવા વિસ્તારમાં પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

image source

એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે

તો બીજી તરફ એડવોકેટ જનરલે પોતાના નિવેદનમાં કહ્યું કે, દિવાળીના સમયે ખરીદી વખતે જે ભીજ જામી હતી અને કોરોના ફેલાયો હતો તેવી ભૂલ આ વખતે અમે કરવા માગતા નથી, નોંધનિય છે કે એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે. અને આ ઉદ્યોગથી એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે પણ યોગ્ય ન હોવાની વાત તેમણે કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત