આ વસ્તુઓના સેવનથી ખૂબ જ ઝડપથી વધી જાય છે ઇમ્યુનિટી, જાણો અને તમે પણ ખાવાનું કરી દો શરૂ

કોરોના ઇન્ફેક્શનથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. લોકો તેને વધારવા માટે તમામ પ્રકારની ગોળીઓ લઈ રહ્યા છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ઘણા ફળો ખાઈ શકો છો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે કોઈ દવા લેવાની પણ જરૂર નથી. એટલું જ નહીં. આ ફળો શરીરને પોટેશિયમને રોગપ્રતિકારક શક્તિ તેમજ પોષક તત્વો અને વિટામિન પ્રદાન કરશે.

કીવી :

કિવીના ફળમાં તમામ આવશ્યક પોષક તત્વો, પોટેશિયમ, વિટામિન કે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં હાજર વિટામિન સી સફેદ રક્તકોશિકાઓને વધારીને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમજ અન્ય પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સૂર્યમુખીના બીજ :

સૂર્યમુખીના બીજ પોષક તત્વો, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન બી 6 અને વિટામિન ઇ થી ભરપુર હોય છે. વિટામિન ઇ રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવામાં અને જાળવવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેમાં સેલેનિયમ પણ ભરપૂર છે. અધ્યયનોએ બતાવ્યું છે કે સૂર્યમુખીના બીજનું સેવન વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરે છે.

ઉચ્ચ પ્રોટીન ખોરાક :

બીમાર વ્યક્તિ કે બીમારી થી બચવા માટે પ્રોટીન ફૂડ જેમ કે દાળ, કઠોળ, રાજમા, પનીર, ટોફુ, પલાળેલા ચણા, ઇંડા, સોયા દૂધ, સીંગદાણા વગેરે જેવા પ્રોટીન યુક્ત ખોરાક નિયમિત પણે લો. તેનાથી આપની રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે.

મસાલેદાર ચા :

આખા દિવસમા ઓછામાં ઓછી બે વાર મસાલેદાર ચા પીવાથી તમારા સ્વાસ્થ્ય માટે લાભ થશે. તેમાં તુલસી, એલચી, લવિંગ, તજ અને આદુ ઉમેરીને બરાબર ઉકાળો, પછી તેમાં ચાના પાન અને દૂધ ઉમેરીને પીવો. આ ઉપરાંત બદામ, દહીં, પાલક, છીપ, શેલ્ફિશ, એપેરિકોટ્સ, ગાજર, એવોકાડો, સાલ્મોન, ટુના ફિશ અને ઇંડા ખાવાથી પણ ફાયદો થાય છે. તમારા શારીરિક સ્વભાવ અનુસાર ડોક્ટરની સલાહ લો, અને તેમાંથી તેનું અમુક માત્રામાં સેવન કરો.

ખાટાં ફળ :

લગભગ દરેક ખાટાં ફળમાં વિટામિન સી નું ઊંચું પ્રમાણ હોય છે. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આમળા, લીંબુ, ક્વિી જેવાં ફળોમાં વિપુલ માત્રામાં વિટામિન – સી રહેલું છે. તમે તમારી રુચિ અને મોસમ અનુસાર આમાંથી કોઈ પણ ફળોનો તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. ફળોનો જ્યૂસ પીવાને બદલે તેને ખાવા એ વધુ સારું છે, કેમ કે ફળોને ખાવાથી તેમાં રહેલા ફાઈબર પણ શરીરને મળે છે, જે પાચનક્રિયાને વ્યવસ્થિત અને સુચારુ બનાવે છે.

પાલક :

પાલકમાં પણ વિટામિન- સી, બીટા કેરોટિન, એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિપુલ માત્રામાં આયર્ન રહેલું છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને વિવિધ ચેપી રોગો સામે લડવાની શક્તિ આપે છે. શિયાળામાં પાલક સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમે તેને સલાડમાં, શાકમાં, સૂપમાં સામેલ કરી શકો છો. તેના પરાઠા, મૂઠિયા જેવી વિવિધ વાનગીઓ પણ બનાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *