શું તમે પણ કોઇની સાથે શેર કરો છો ‘આવી’ વાતો? જો ‘હા’ તો હવેથી કરી દેજો બંધ નહિં તો…

ચાણક્ય નીતિ: વ્યક્તિએ કેટલીક વાતો છુપાવી રાખવામાં જ ભલાઈ છે, કોઈ અન્ય વ્યક્તિને પોતાની આ વાતોને જણાવવી જોઈએ નહી.

અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્ર ગ્રંથમાં એટલે કે, ચાણક્ય નીતિમાં મનુષ્યના જીવનને સરળ અને સફળ બનાવવા માટે તેને લગતી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રના ૧૪મા અધ્યાયના ૧૭મા શ્લોકમાં આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બુદ્ધિશાળી વ્યક્તિએ પોતાની કઈ કઈ વાતો કોઈને જણાવવી જોઈએ નહી.

image source

પોતાની કેટલીક એવી વાતો હોય છે જે અન્ય વ્યક્તિઓને જણાવવાથી આપને જીવનમાં ઘણીવાર અપમાનનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહી, આપના જીવનમાં જયારે ખરાબ સમય આવે છે ત્યારે પણ સમાજના લોકોનો સહયોગ મળી શકતો નથી. મનુષ્ય જીવનની આ વાતને આચર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એક શ્લોક દ્વારા સમજાવી છે….

  • सुसिद्धमौषधं धर्मं गृहच्छिद्रं च मैथुनम् ।
  • कुभुक्तं कुश्रुतं चैव मतिमान्न प्रकाशयेत् ॥

દવા કે પછી ઔષધિ વિષે.:

image source

આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રના ૧૪માં અધ્યાયના ૧૭મા શ્લોકમાં જણાવ્યા મુજબ બુદ્ધિશાળી વ્યક્તિઓએ પોતે લઈ રહેલ દવાઓ કે પછી ઔષધિઓ વિષે કોઈ અન્ય વ્યક્તિને જણાવવું જોઈએ નહી. આપના પરિવાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને જણાવવું જોઈએ નહી કે, આપ કઈ બીમારીથી પીડાઈ રહ્યા છો અને આપ કઈ ઔષધિઓ લઈ રહ્યા છો. આપની દવાઓ વિષે અન્ય વ્યક્તિને જણાવવાથી આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

ઘરના રહસ્યો:

ચાણક્ય નીતિના ૧૪માં અધ્યાયના ૧૭માં શ્લોકમાં જણાવ્યું છે કે, આપે આપના ઘરના રહસ્યો ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ સાથે વહેચવા જોઈએ નહી. આપ ગમે તેટલા હેરાન કેમ ના થઈ રહ્યા હોવ તેમ છતાં પણ આપે આપના ઘરના દોષોને ક્યારેય કોઈની સામે ઉજાગર કરવા જોઈએ નહી. જો આપ ઘરના રહસ્યો અન્ય વ્યક્તિને જણાવો છો તો તે વાતનો લાભ આપના દુશ્મન આપની વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે.

પરિવારની નિંદા:

image source

આપે આપના ઘર- પરિવારના સભ્યોનું કોઈ અન્ય વ્યક્તિ સામે ખરાબ બોલવું જોઈએ નહી. જો પરિવારના કોઈ સભ્યમાં કોઈ દોષ છે તો તેને અન્ય વ્યક્તિઓને જણાવવા જોઈએ નહી. પરિવારના સભ્યોની નિંદા અન્ય વ્યક્તિઓ સામે કરવાથી આપનો પરિવાર સમાજમાં મજાકને પાત્ર બની જાય છે જેના પરિણામે પરિવારના સન્માનને ઠેસ પહોચે છે.

સંભોગ કે પછી સંબંધો વિષે:

પતિ- પત્નીએ પોતાના લગ્નજીવન કે પછી લગ્નજીવનને સંબંધિત વાતો કોઇપણ અન્ય વ્યક્તિની સમક્ષ કરવી જોઈએ નહી. ઉપરાંત પતિ- પત્નીએ સંભોગ દરમિયાન થઈ જતી ભૂલો વિષે પણ અન્ય વ્યક્તિઓને જણાવવી જોઈએ નહી.

image source

ધન અને મંત્ર:

આપની ધન- સંપત્તિ વિષે ક્યારેય કોઈને જણાવવું જોઈએ નહી. જો કોઈ મંત્રના જાપ કરી રહ્યા છો તો આપે તેને આપના સુધી જ મનમાં રાખીને કરવાથી મંત્રજાપ વધારે પ્રભાવિત પુરવાર થાય છે. આ સાથે જ આચાર્ય ચાણક્ય કહે છે કે, આપે નિંદા કરતા શબ્દોને પોતાના સુધી જ રાખવામાં જ આપનું ભલાઈ રહેલ છે. આમ કરવાથી સમાજમાં આપનું માન- સમ્માન જળવાઈ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત