રોંગ સાઇડથી આવતી હાઇ સ્પીડ કારે ટક્કર મારતા પિતા-દીકરીનાં ઘટનાસ્થળે થયા કરુણ મોત, જો કે આ વાતથી અજાણ પત્ની વારંવાર પૂછતી રહી કે…

રોજબરોજ અકસ્માતના કેટલાય કિસ્સા આપણા સાંભળવામાં આવે જ છે. ક્યારેક દારૂના નશામાં તો ક્યારેક વધારે પડતી સ્પીડના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે.નશા અને સ્પીડના આવા કોકટેલે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો. બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા અનિલ પાલ અને તેની 5 વર્ષની દીકરી નિકિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. જ્યારે 3 વર્ષની દીકરી અને પત્ની ગંભીર રીતે ઘાયલ છે.

image source

તમને જણાવી દઈએ કે અનિલ પાલ એક સમયે ચાઈનીઝ ફૂડની લારી ચલાવતો હતો. ત્યાર બાદ તેને ખૂબ મહેનત કરીને તેણે એક વાન ખરીદી હતી. આ વાન તે સ્કૂલ વર્ધીમાં ચલાવતો હતો, પરંતુ બે વર્ષથી કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી ગાડી ચાલતી નહોતી. આ ગંભીર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂકેલા મૃતકોની ઓળખ 40 વર્ષના અનિલ પાલ અને 5 વર્ષની નેન્સી તરીકે થઈ છે. બીજી બાજુ, અનિલ પાલની પત્ની રેનુ અને 3 વર્ષની દીકરી ભવ્યા ગંભીર રીતે ઘાયલ થયા છે.

image source

અનિલ પાલ ગુરુવારે વાનમાં ઝાંસી વિસ્તારમાં પરિવાર સાથે તેના સાસરીના એક કાર્યક્રમમાં ગયો હતો. રાતે 12.30 વાગે ઘરે પાછા ફરતી વખતે જ્યારે તે એજી ઓફિસ પુલ પહોંચ્યો ત્યારે રોંગ સાઈડથી ફુલ સ્પીડમાં આવતી કાર અનિલની કાર સાથે અથડાઈ હતી. બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાનના આગળની સાઈડ ફુરચા ઊડી ગયા હતા.

image source

આ ગંભીર ઘટનામાં અનિલ પાલ અને તેની દીકરી નિકિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પત્ની રેનુ અને દીકરી ભવ્યા ગંભીર રીતે ઘાયલ છે. ઘટના પછી ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને માહિતી આપી હતી. ત્યાર પછી પોલીસે બંને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

image source

આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી રેનુને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેના પતિ અને એક દીકરીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ઉપરાંત તેની બીજી 3 વર્ષની દીકરી ભવ્યાની સ્થિતિ એકદમ નાજુક છે, તમને જણાવી દઈએ કે જ્યારે પણ રેનુને ભાન આવે છે ત્યારે તે એક જ વાત પૂછે છે કે મારા પતિ કેમ છે, ક્યાં છે? મારી દીકરીઓ ઠીક તો છે ને? રેનુની હાલત જોઈને કોઈની હિંમત નથી કે તેને કહે કે તેનો પતિ અને એક દીકરી હવે આ દુનિયામાં નથી રહ્યાં. અનિલ પાલ અને તેની દીકરીનાં મોતથી ઘોસીપુરામાં માતમ છવાઈ ગયો છે. પોતાના પરિવારનું ભરણપોષણ કરનાર તે એકલો જ હતો. અકસ્માત કરનાર કાર કિયાની સેલ્ટોઝ હતી. એની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હતી. ઓટો એક્સપર્ટએ જણાવ્યું હતું કે ગાડી નવી હતી. એક્સિડન્ટ વખતે ગાડીની સ્પીડ 100થી 110 કિમી પ્રતિ કલાકની હોવાની શક્યતા છે, એટલે જ એક્સિડન્ટ પછી એરબેગ ખૂલી ગઈ છે. જો કારની સ્પીડ 80 કે તેથી ઓછી હોતી તો એક્સિડન્ટ સમયે એરબેગ ના ખૂલતી. એરબેગ ખૂલવાને કારણે કિયાના મુસાફરો બચી ગયા છે.

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે ટક્કર મારનાર કાર પરિવહન વિભાગની વેબસાઈટ પર ચાર બાબા મંદિર પાસે રાનીપુરમાં રહેતા સતીશ પરિહારના નામે રજિસ્ટર્ડ થઈ છે.

image source

આ સમગ્ર ઘટના બની એ પછી રાતે 2 વાગ્યાથી એજી ઓફિસ પુલ પર લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ હતો. ત્યાં રોકાયેલા લોકો એક્સિડન્ટ જોઈને સખત ગુસ્સે હતા.

ગુસ્સે થયેલા લોકોએ પહેલા આરોપીની કારના કાચને પથ્થર મારીને તોડી નાખ્યા અને થોડીવાર પછી કારને ઊંધી પાડીને તેમાં આગ લગાવી દીધી હતી.