મોદી સરકારે સામાન્ય જનતાને આપી મોટી ભેટ, આ રીતે કરો અરજી અને પોતાનું ઘર બનાવવાનું સપનું થશે સાકાર

હાલમાં દેશમાં વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને અલગ અલગ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. એમાંની જ એક સેવા એવી છે કે જે તમારું પોતાનું ઘર કરાવી શકે છે અને ભાડાના મકાનમાં રહેવાની તમારી દુવિધાને દુર પણ કરી શકે છે. માટે જો તમે પણ તમારું પોતાનું મકાન બનાવવા માંગતા હો અને આર્થિક ક્ષમતાને લીધે તમે તેને બાંધવામાં અસમર્થ છો તો પછી તમે PMAY યોજનાનો લાભ લઈ શકો છો અને સપનું સાકાર કરી શકો છો.

image source

હવે તમે વિચારતા હશો કે આ માટે મારે શું અને શું કરવાનું રહેશે તો તમે તમારા મોબાઇલથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો. સરકારે PMAY હેઠળ અરજી કરવા માટે એક એપ્લિકેશન પણ બનાવી છે જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાનો એક છે. આ યોજના અંતર્ગત અહીં જણાવેલી આવક વર્ગના લોકોને ઘણો ફાયદો થાય છે. જેમાં વ્યાજબી ભાવે ઘરનું ઘર લોકોને ઉપલબ્ધ કરાવામાં આવે છે.

image source

જો મૂળમાં જઈને વાત કરવામાં આવે તો આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. જે અંતર્ગત 20 વર્ષ સુધી હોમ લોન પર 6.5 ટકા સુધીની સબ્સિડી પણ મળે છે. દેશભરમાં શરૂ કરવામાં આવેલી PMAY અંતર્ગત ફોર્મ ભરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકાય છે. હાલ દેશભરમાં PMAY યોજના અંતર્ગત અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 સુધીની છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર નંબર હોવો ફરજિયાત છે. આગળ વાત કરીએ તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર તમે તમારા નંબર દ્વારા લોગિન આઈડી બનાવીને લોગિન કરી શકો છો. આ માટે એપ્લિકેશન તમારા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ મોકલશે. આ ભરીને તમે લોગિન કરી શકો છો

image source

કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની જો વાત કરવામાં આવે તો આધાર નંબર સાથે PMAY યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારી ઓળખનો પુરાવો આપવો પડશે. જેમાં તમે પાનકાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપી શકો છો. આ સાથે તમે નિવાસસ્થાનના પુરાવા આપવા માટે મતદાર ઓળખકાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્ષ પણ રાખી શકો છો. જો તમે લઘુમતી સમુદાય સાથે જોડાયેલા છો તો તમારે પણ તેનો પુરાવો આપવો પડશે. આ સાથે જ આવકનો પુરાવો પણ આપવો પડશે. જેમાં તમે તમારી નવીનતમ પગાર સ્લિપ અથવા આવકવેરા વળતર ફાઇલ કરી શકો છો.

image source

આગળ જો વાત કરવામાં આવે તો બેંકના નિવેદનની નકલ આપવી પણ મહત્વપૂર્ણ છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક પ્રમાણપત્ર આપવું પડશે જે સાબિત કરશે કે તમારી પાસે પાકું મકાન નથી. તો આ રીતે આટલા ડોક્યુમેન્ટ જમા કરાવીને તમે લાભ લઈ શકો છો. આ સાથે જ વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. જો તમે મકાન બનાવવા માટે આ રકમ કરતા વધારે રકમ ઇચ્છતા હોવ, તો તમારે સામાન્ય વ્યાજના દરે તે વધારાની રકમ પર લોન લેવી પડશે. હવે જ્યારે ઘણા કેલ્ક્યુલેટર ઓનલાઇન વેબસાઇટ પર અસ્તિત્વમાં છે. તમે તમારા હોમ લોનની રકમ અને વ્યાજ દર અનુસાર માસિક હપતાની ગણતરી પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!