મહારાષ્ટ્રમાંથી આવ્યો હાજા ગગડાવી નાંખનારો કેસ, એક શખ્સ ગળું કાપતાં LIVE થયો, પછી થયું એવું કે…

કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. એક તરફ આર્થિક તંગી પણ ખુબ આવી રહી છે અને એવામાં લોકો જીવન ટૂંકાવી રહ્યાના ઘણા દાખલા જોવા મળ્યા છે. એ જ રીતે વાત કરીએ તો ઓગસ્ટ 2020માં લોકડાઉન દરમિયાન એક આવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં આર્થિક તંગીને કારણે પરેશાન થઈને 27 વર્ષના એક શેફે ફેસબુક પર LIVE કર્યું અને પછી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આયર્લેન્ડના ફેસબુક હે઼ડક્વાર્ટરે મુંબઈ પોલીસને તાત્કાલિક આ અલર્ટ આપ્યું હતું અને 4 કલાકની અંદર પોલીસે શેફને બચાવી લીધો હતો. આ શેફ મીરા રોડના એક ફ્લેટમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે કે મહારાષ્ટ્રના ધુલેમાં 23 વર્ષીય જ્ઞાનેશ્વર પાટીલે જીવન ટૂંકાવી નાખવાનું નક્કી કર્યું હતું. તેણે પણ પહેલા કેસની જેમ જ ફેસબુક પર LIVE કર્યું હતું અને પછી કોશિશ કરી હતી.

image source

જો મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો આ વખતે સોશિયલ મીડિયા સાઈટની આયર્લેન્ડસ્થિત હેડ ઓફિસે તેને જોયો અને તરત જ ગંભીગરતા દાખવી મુંબઈ પોલીસના સાઈબર સેલને જાણ કરી દીધી અને એમાં જ્ઞાનેશ્વરનો જીવ પણ હચી ગયો છે. હવે પોલીસના બધા લોકો વખાણ કરી રહ્યા છે.

image source

કારણ કે બન્યું એવું કે આયર્લેન્ડમાં ફેસબુકના હેડક્વાર્ટરે મુંબઈ પોલીસને જાણ કરી હતી કે જ્ઞાનેશ્વર પાટીલ નામનો 23 વર્ષનો એક યુવાન આપઘાત કરી રહ્યો છે. બસ આ ખબર પડી અને તરત જ 1 કલાકમાં જ પોલીસની ટીમ પાટીલ ફરિસ્તો બનીને તેના ઘરે પહોંચી ગઈ અને તેનો જીવ બચાવી લીધો.

image source

જો યુવાનની હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો પાટીલને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તે હવે સુરક્ષિત છે અને ખતરાની બહાર છે. મળતી માહિતી પ્રમાણે આ વાત છે રવિવાર રાત્રે 8.10 વાગ્યાની. કે જ્યારે મુંબઈ સાઈબર પોલીસ ડીસીપી રશ્મિ કરાંદિકરને આયર્લેન્ડ સ્થિત ફેસબુક મુખ્યાલયથી કોલ આવ્યો કે એક યુવક આત્મહત્યા કરવાનો છે અને તેનું ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ પણ કરી રહ્યો છે. સાથે જ ફેસબુક હેડક્વાર્ટરે સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું હતું કે લાઈવમાં પાટીલ ખૂબ રડી રહ્યો હતો અને તેણે ગળા પર રેઝર રાખેલું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના રવિવાર રાત 8 વાગ્યાની મુંબઈથી 323 કિમી દૂર મહારાષ્ટ્રના ધુલેની ભોઈ સોસાયટીની છે. જ્ઞાનેશ્વર પાટીલ ઘરમાં એકલો હતો.

image source

જો વધારે વાત કરીએ તો પાટીલ LIVEમાં રડતાં રડતાં બોલી રહ્યો હતો – બધા મને પરેશાન કરે છે, હું બધાને પરેશાન કરું છું, તેથી હું મારું જીવન સમાપ્ત કરવા માગું છું. તેની આ હરકતને 7695 કિમી દૂર આયર્લેન્ડની ફેસબુક હેડ ઓફિસમાં બેઠેલા કેટલાક લોકોએ જોઈ લીધી અને મુંબઈ પોલીસના સાઈબર સેલને અલર્ટ કરી દીધું અને તેને મરવા ન દીધો. કારણ કે એલર્ટ મળતા જ મુંબઈ સાઈબર પોલીસ અધિકારીઓએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને યુવકનું લોકેશન શોધવાનું કામ કાજ સ્ટાર્ટ કર્યું. સમગ્ર સાઈબર ટીમ પાટીલ અંગે માહિતી મેળવવામાં લાગી. મહત્વની વાત તો એ છે કે માત્ર 20 જ મિનિટમાં પોલીસની ટીમને પાટીલનું પિન-પોઈન્ટ લોકેશન મળી ગયું અને તેનો જીવ બચાવી લીધો હતો.

image source

આ સમગ્ર કેસ વિશે વાત કરતાં ડીસીપી રશ્મિ કરાંદિકરે કહ્યું હતું કે પિન પોઈન્ટ લોકેશન શોધવાનું કાણ ઘણું મહત્ત્વનું અને મુશ્કેલ હતું. છતાં પણ 10 મિનિટમાં જ અમને લોકેશન મળી ગયું હતું. અમારી પાસે ધુલેના બિલ્ડિંગનું અને યુવકનું નામ હતું તેથી સરળતા રહીં અને અમે તાત્કાલિક રાતે 8.30 વાગ્યે ધુલેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી દીધી હતી. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ધુલેના અધિકારી પાટીલના ઘરે પહોંચી ગયા અને તેને બચાવી લીધો. એ સમયે પાટીલની ગરદનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને તરત હોસ્પિટલમાં લઈ જઈને બચાવી લેવાયો. જ્યાં તેની હાલત હવે સારી છે અને તે ખતરાથી બહાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને થોડા દિવસોમાં રજા પણ મળી જવાની છે. આગળ વાત કરતાં ડીસીપીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ હંમેશાં બધાને અપીલ કરતી આવી છે કે આવા લોકો વિશે કોઈપણ જાણકારી મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશન અને સાઈબર પોલીસને જાણ કરો. આ સાથે પરિવાર અને મિત્રોની પણ જવાબદારી છે કે એ શખ્સ સાથે વાત કરીને તેને આત્મહત્યા કરતાં રોકે. જેથી એક જીવ બચી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત