ITR: સરળતાથી ભરી લો ઓનલાઈનની મદદથી તમારું રિટર્ન, જાણી લો સરળ સ્ટેપ્સ

નાણાંકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે હવે ફક્ત 4 દિવસનો સમય બચ્યો છે. આ છેલ્લા સમયમાં તમે આઈટીઆર ફાઈલ કરવાની મુસીબતોનો સામનો કરવાથી બચવા ઈચ્છો છો તો તમારા માટે ઓનલાઈન પ્રોસેસ સૌથી સરળ વિકલ્પ હોઈ શકે છે. જો તમે 10 જાન્યુઆરી સુધી રિટર્ન ફાઈલ કરશો તો તમારે કોઈ દંડ ભરવો પડશે નહીં.આ તારીખ બાદ તમારે લેટ ફી આપવાની રહે છે. આઈટીઆર ફાઈલ કરવાની તારીખ 31 જુલાઈ હોય છે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારે અનેક વખત રાહત આપ્યા બાદ આ તારીખ હવે 10 જાન્યુઆરી નક્કી કરાઈ છે. તો જાણો આ તારીખ પહેલાં કઈ રીતે ઓનલાઈન રિટર્ન ફાઈલ કરશો અને લેટ ફીથી બચશો.

ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલાં ધ્યાન રાખી લો આ વાતો

image source

ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કયું ફોર્મ ભરવાનું છે. સાથે ઈ ફાઈલિંગ વેબસાઈટ પર સાઈન અપ કે એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. તો આવો જાણીએ કે કઈ રીતે ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી શકાય છે. આ ફક્ત આઈટીઆર-1 અને આઈટીઆર -4 માટે છે.

ઈન્કમ ટેક્સના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જાઓ અને અહીં યૂઝર આઈડી અને પાસવર્ડની સાથે કેપ્ચાની સાથે લોગઈન કરો.

image source

‘e-File’ મેન્યૂ પર ક્લિક કરો અને સાથે ત્યાર પછી ‘Income Tax Return’ના લિંક પર ક્લિક કરો.

ઈન્કમ ટેક્સ રિટર્ન પેજ પર પાન નંબર જાતે જ ભરેલો દેખાશે.

image source

હવે એસેસમેન્ટ ઈયર, આઈટીઆર ફોર્મ નંબર, ફાઈલિંગ ટાઈપમાં ઓરિજિનલ કે રિવાઈઝ્ડ રિટર્ન પસંદ કરો. આ પછી સબમિશન મોડમાં પ્રીપેયર એન્ડ સબમિટ ઓનલાઈનને ક્લિક કરો.

આ પછી ‘Continue’ પર ક્લિક કરો અને હવે જે સૂટના મળે તે મુજબ ફોર્મને વાંચતા જાવ અને ભરતા જાવ.

ફોર્મ ભર્યા બાદ ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન ટેબમાં ઉપરના વેરિફિકેશન વિકલ્પને પસંદ કરો.

image source

આ પછી પ્રીવ્યૂ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરો.

જો તમે ઈ વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કર્યો છે તો તમે ઈવીસી કે ઓટીપીમાંથી કોઈ એકની મદદથી ઈ વેરિફિકેશનને પૂરું કરી શકો છો.

image source

એક વાર વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ તમે આઈટીઆર સબમિટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત