અમદાવાદમાં બે દિવસથી વૃદ્ધા ઘરમાંથી બહાર ના નીકળતા ભાડૂઆતને ગઈ શંકા, અને ઘરમાં જોયું તો….

ગુજરાતમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં હવે જોખમ વધ્યું છે શહેરી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધો પર. તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવી જ એક ઘટના બની છે. આ ઘટનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે કે શહેરમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધો કેટલા સુરક્ષિત છે..

image source

આ ઘટનાની વિગતો અનુસાર વેજલપુર ગામમાં એકલા રહેતા અને જીવન ગુજરાન ચલાવતા 80 વર્ષના વૃદ્ધાના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાની જાણ સૌથી પહેલા તેમના ભાડૂઆતને થઈ હતી.

image source

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર મૃતક મેનાબેન ઠાકોર વેજલપુર ગામમાં રહેતા હતા. 80 વર્ષના મેનાબેન ક્યારેય ઘરે તાળુ મારી ક્યાંય જતા નથી પરંતુ બે દિવસથી તેના ઘરે તાળુ લટકતું જોવા મળતું અને વળી મેનાબેન પણ દેખાયા ન હોવાથી ભાડૂઆતને શંકા ગઈ અને તેણે મેનાબેનના દીકરાનો સંપર્ક કર્યો હતો. દીકરાને ફોન પર આ વાતની જાણ થતાં તે ઘરે પહોંચ્યો અને ઘરે તાળુ તોડી જોયું તો માતાનો મૃતદેહ હત્યા કરાયેલી અવસ્થામાં પડ્યો હતો.

image source

ઘરમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે મેનાબેનના ઘરેણા પણ ઘરમાંથી ગાયબ છે. આ સમગ્ર ઘટનાની તપાસ વેજલપુર પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યાનુસાર મેનાબેન વર્ષ 2014થી એકલા આ જ ઘરમાં રહેતા હતા. તેમનો મોટો દીકરો લક્ષ્મણ નિકોલમાં અને નાનો દીકરો કાસિન્દ્રામાં રહેતો હતો. વેજલપુરમાં જે ઘરમાં તે રહેતા હતા તે અન્ય ઘર પણ તેમની માલિકીની મિલકત હોવાથી મેનાબેન અહીં જ રહેતા હતા અને તેમના બીજા ઘર હતા તે ભાડે આપ્યા હતા. તેવામાં ભાડૂઆતને ઘરની બહાર તાળું જોવા મળતાં દાળમાં કંઈક કાળુ જણાયું હતું.

image source

હાલ પ્રાથમિક તારણ તો એવું સામે આવી રહ્યું છે કે કોઈએ લૂંટના ઈરાદે ઘરમાં ઘુસી મેનાબેનની હત્યા કરી અને ઘરેણા લૂંટી ત્યાંથી ફરાર થઈ અને ઘરમાં બહારથી તાળુ મારી દીધું હતું. પોલીસનું માનવું છે કે આ હત્યાની ઘટના કોઈ જાણકારે જ કરી હોય તેવી શક્યતા છે. અંગત અદાવત અથવા પારિવારિક સંબંધોમાં ખટરાગના કારણે પણ આ હત્યા થઈ હોવાની આશંકા છે.

image source

હાલ પોલીસ આ મામલે પુછપરછ કરી તપાસ કરી રહી છે. જો કે આ ઘટનાથી વૃદ્ધોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. જેઓ એકલા રહી જીવન ગુજરાન કરતાં હોય તેમને લૂંટવાના ઈરાદે મોતને ઘાટ ઉતારી દેવાની આ ઘટનાથી સમગ્ર પંથમકમાં ભારે ચકચાર મચી છે. કારણ કે બે દિવસ પહેલા જ કોઈ વ્યક્તિ મેનાબેનના ઘરમાં ઘુસી સેની કરપીણ હત્યા કરી ઘરેણા લઈ ફરાર પણ થઈ ગયું અને કોઈને ખબર પણ પડી નહીં. આ મામલે હવે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!