આ સિમ્પલ રીતે ઘરે જ કરી લો ચપ્પાની ધાર, બચશે ખર્ચ અને સમય

ગૃહિણીઓ માટે રસોઇમાં ચપ્પાનો ઉપયોગ ખાસ કરાય છે. તેના વિના રસોઇની કલ્પના પણ મુશ્કેલ છે. જો તે ખરાબ હોય કે તેની ધાર સારી ન હોય તો તમારું કામ મુશ્કેલ બને છે. તેનો પ્રભાવ અનેક કામ પર પડે છે. તો અજમાવો ઘરની કેટલીક ચીજો કે જેનાથી તમે તમારા ચપ્પાની ધારને ફરીથી શાર્પ કરી શકો છો.

धारदार चाकू
image source

આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ચપ્પાની ધાર યોગ્ય ન હોય તો તે લપસી જાય છે, હાથની ચામડી કપાઇ જાય છે અને તમને મુશ્કેલી પડે છે. જો તમે માર્કેટમાં જઇને ધારવાળો શોધો છો કે નવું ચપ્પુ લેવાનું વિચારી રહ્યા છો તો તમારે અહીં આપેલા નાના ઉપાયોને અજમાવી લેવાની જરૂર છે. તેનાથી તમે તમારા ચપ્પાને ફરી ધારદાર બનાવી શકો છો. જો કે ગુજરાતના ઘરોમાં અનેક અલગ કામ માટે અલગ અલગ ચપ્પા રાખવામાં આવે છે. જેમકે શાક માટે અલગ, ફ્રૂટ માટે અલગ અને ભાજી સુધારવા માટે અલગ ચપ્પા રખાય છે. પણ જો તેની ઘાર સારી હોય તો આ કામ સરળતાથી થઈ જાય છે.

જાણો 3 સિમ્પલ રીત જેની મદદથી તમે ઘરે જ ચપ્પાની ધાર કરી શકો છો…

image source

ચપ્પાને ધારદાર કરો તે પહેલાં જાણી લેવું જોઇએ કે દરેક ચપ્પાને ઘસીને ફરી ધારદાર કરી શકાતા નથી. તે માટે ચપ્પાનો પ્રકાર ઓળખી લેવો જરૂરી છે.

જે ચપ્પા પર કોઇ પણ પ્રકારના કર્વ્સ ન હોય એટલે કે જેની શાર્પ લાઇન સ્ટ્રેટ (સિમ્પલ)હોય તેવા જ ચપ્પાને ધાર કરી શકાય છે.

સ્ટીલના કોંક્રિટ પર ઘસીને

image source

સ્ટીલના કોંક્રિટને પાણીથી ધૂઓ અને સાફ કરો. તડકામાં રાખો. તે ગરમ થાય ત્યારે તેની પર ચપ્પાને ઘસો. ધાર કરતી સમયે તેમાંથી ચિનગારી નીકળે છે.

રૉડ પર ઘસીને

સ્ટીલના કોંક્રિટ ન હોય તો સ્ટીલના રૉડ કે લોખંડના રૉડ પર ચપ્પાની ધાર ઘસો. થોડી વાર આ કર્યા બાદ ચપ્પાની ધાર શાર્પ થશે.

ગ્રેનાઇટ પર ઘસીને

ગ્રેનાઇટ સ્ટોન પર ઘસીને પણ તમે ચપ્પાની ધાર કરી શકો છો. ચપ્પાની ધારવાળા ભાગને પત્થર પર ઘસો. થોડો સમય ઘસવાથી તે શાર્પ થશે.

image source

ધાર કર્યા બાદ ઉપરના કોઈપણ ઉપાયથી ચપ્પાની ધાર કર્યા બાદ ચપ્પાને પાણી અને વિનેગરના લિક્વિડમાં રાખો. ચપ્પા લાંબા સમય સુધી ધારદાર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!