ઇગ્નોર કર્યા વગર આજે જ ફટાફટ આ રીતે જાણી લો તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે

આજકાલ બધા કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવામાં તમને એ ખબર હોવી જરૂરી છે કે તમે આધાર કાર્ડમાં કયો નંબર રજિસ્ટર્ડ કરાવ્યો છે. શું તમે પણ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે. તો તમે માત્ર 2 જ મિનિટમાં પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિશે જાણી શકો છો. તમને જણાવી દઈએ કે, આજકાલ દરેક કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં તમને જાણ હોવી જોઈએ કે તમારા આધારમાં તમારો કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે. તમારે ઘરનું કોઈ કામ કરવાનું હોય કે પછી બેંકથી જોડાયેલ કામ કરવાના હોય, બધી જગ્યાએ આધારની જરૂર પડે છે. તો આજે અમે તમને જણાવીશું, કે કઈ રીતે તમે જાણી શકો છો કે આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે.

image source

આધારથી લિંક મોબાઈલ નંબર આ રીતે જાણો

 સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.

 ત્યારબાદ My Aadhar પર જાઓ અને અહીં તમને Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે.

image source

 Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે. તેના પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખો.

image source

 ત્યારબાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો.

 જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ જોવા મળશે.

 જો તમારો નંબર પહેલાંથી જ રજિસ્ટર્ડ હશે તો-The Mobile you have entered already verified with our records. લખેલું આવશે. એટલે કે તમારો નંબર પહેલાંથી આધાર સાથે લિંક છે.

 જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઈ નહીં લખ્યું હોય. એનો મતલબ છે કે તમારા આધાર
સાથે કોઈ નંબર લિંક નથી.

 જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે.

 આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણી શકો છો.

image source

 જો તમારો મોબાઈલ નંબર પહેલાંથી રજિસ્ટર્ડ નહીં હોય તો-The Mobile number you had entered does not match with our records. આ રીતે જાણી શકાય છે કે તમે નંબર લિંક કરાવ્યો છે કે નહીં.

મોબાઈલની જેમ રજિસ્ટર્ડ ઈમેલ આઈડીને પણ ચેક કરવા માટે આ જ પ્રોસેસ ફોલો કરો.

 8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા

 ભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો? જાણો સમગ્ર માહિતી

 બાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ

આધારની ખાસિયતો

image source

 તમને જણાવી દઈએ કે, UIDAI તરફથી નવા આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આધાર પીવીસી કાર્ડ સંપૂર્ણ
રીતે સુરક્ષિત, શાનદાર પ્રિંટ અને લેમિનેટેડ હોય છે. તમે તેને સરળતાથી તમારી સાથે કેરી કરી શકો છો. એ વરસાદમાં પણ ખરાબ નહીં થાય. તમે પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકો છો. પ્લાસ્ટિકનું આ આધાર કાર્ડ વધુ સુરક્ષિત છે. દેખાવમાં પણ આકર્ષક છે અને લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સથી લેસ છે. સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોસોફ્ટ હોય છે. આ કાર્ડ બનાવવા માટે માત્ર 50 રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરો

image source

 આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાઓ. એનરોલમેન્ટ આઇડી કે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરો. એનરોલમેન્ટ આઇડી સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ ભરવી પડશે. જેમ કે 28 અંકનો એનરોલમેન્ટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ ભરો. આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જેમાં કેટલાક સવાલનો જવાબ આપ્યા બાદ વેરિફાય અને ડાઉનલોડ પર ક્લિક કરી દો. આ રીતે ઈ-આધારકાર્ડ ડાઉનલોડ થશે. મોબાઇલ નંબરની જેમ રજિસ્ટર્ડ ઇ- મેલ આઈડીને પણ ચેક કરવા માટે તમારે આ ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ઇ-મેલ આઇડીને આ જ રીતે એન્ટર કરીને રજિસ્ટ્રેશનની જાણકારી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત