નવા વર્ષની ઉજવણી BSF જવાનોએ કરી કંઈક આ રીતે, નજારો જોઈને દિલને ઠંડક મળશે, જુઓ શાનદાર વીડિયો

નવા વર્ષ 2021ની ઉજવણીમાં આખું વિશ્વ ડૂબી ગયું છે. વિશ્વના તમામ દેશોની જેમ ભારતમાં પણ નવા વર્ષની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોની સાથે સરહદ પર દેશની સુરક્ષામાં તૈનાત ભારતીય સૈન્યના જવાનો પણ તેમની સ્ટાઈલમાં નવા વર્ષની ઉજવણી કરતા હતા અને એનો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનોએ ડાન્સ કરી અને ગીત ગાઈને નવા વર્ષની ઉજવણી કરી. નવા વર્ષ નિમિત્તે જવાનોનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર ફરીવાર જોવા મળી રહ્યો છે જ્યારે તેઓ દેશી અને હરિયાણવી ગીતો પર ડાન્સ કરે છે

image source

આ વીડિયોમાં તમે જાતે જોઈ શકો છો કે કેવી રીતે બીએસએફ જવાન હરિયાણવી ગીતો પર નાચતા હોય છે અને ઘણી મસ્તી કરી રહ્યા હોય છે. ચાલો આપને જણાવી દઈએ કે જે ગીત પર જવાનલ ડાન્સ કરી રહ્યા હોય છે, આ ગીત આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તમે દરેક લગ્ન, પાર્ટી અને ફંક્શનમાં આ ગીતમાં નાચતા લોકોને જોશો. તે જ સમયે, જવાનોને તેમના પરિવારથી દૂર આ રીતે ડાન્સ કરતાં જોઈને દરેકનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.

image source

આમ તો મોટાભાગના લોકોને જ્યારે એમ કહેવામાં આવે કે આર્મી ત્યારે તમને એક ચિત્ર સામે આવે કે રાઇફલ્સ સાથે કરડાકી ભરી નજર અને ચુસ્ત શિસ્તમાં હર હંમેશ સાવધાન રહેતો જવાન. પણ જ્યારે તમે જવાનોના આવા વીડિયો જોશો ત્યારે બોલી ઉઠશો કે આવો ડાન્સ તો બોલિવૂડમાં પણ એકાદ બેને છોડીને કોઈ હીરો પણ ના કરી શકે. ત્યારે આ પહેલાં પણ એક જવાનનો ડાન્સ ખુબ વાયરલ થઈ રહ્યો હતો અને ત્યારે એ જવાનના સ્ટેપ્સ જોઇને તમને સીટી મારવાનું મન થઈ જશે.

image source

આમ પણ દેશની સુરક્ષા માટે સમર્પિત આર્મી જવાનોના મોજ મસ્તી કરતા ખૂબ ઓછા વીડિયો સામે આવ્યા છે. ત્યારે આ પહેલાં પણ સામે આવેલ એક વીડિયોમાં એક આર્મી જવાન પોતાની મસ્તીમાં બોલિવુડની ફિલ્મ આલૂ ચાટના સોન્ગ ‘મિલકર સારે એશ કરેં, પ્યાર કી દૌલત કેશ કરે’ પર જબરજસ્ત મૂવ્સ કરતો જોવા મળે છે.

વીડિયોમાં દેખાય છે કે જ્યારે જવાન ડાન્સ શરુ કરે છે. ત્યારે ત્યાં બીજા પણ ઘણા જવાન રહેલા છે અને જાણે ડાન્સની કોમ્પિટિશન હોય તેમ તેને ચિયરઅપ પણ કરતા જોવા મળે છે. જવાનો પોતાના ડાન્સર સાથીને તાળીઓના નાદ સાથે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. 2.24 મિનિટના આ વીડિયોમાં જવાને કેટલાય અલગ અલગ ડાન્સ મૂવ્સ કરતો જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત