અહી છે આ પ્રકારની જુદી જ પરંપરા જાણીને તમે પણ રહી જશો દંગ, અહીં લગ્ન બાદ બીજાની પત્ની સાથે કરવામાં આવે છે કાઈક આવું…

મિત્રો, સમગ્ર વિશ્વમા લગ્ન સાથે જુદા-જુદા પ્રકારની પરંપરાઓ સંકળાયેલી હોય છે તેમજ બધા લોકો આ પરંપરાને વિધિવત નિભાવી પણ રહ્યા હોય છે, ત્યારે આજે આ લેખમા અમે તમને એક એવી વિચિત્ર પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે સાંભળતાની સાથે જ તમને થોડી વિચિત્ર લાગશે અને થોડા સમાય માટે તમને વિશ્વાસ પણ નહિ આવે કે, આવી કોઈ પરંપરા હોતી હશે પરંતુ, તે હકીકત છે.

image source

આજે આ લેખમા અમે તમને એક આવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે સાંભળ્યા પછી તમને પણ નવાઈ લાગશે. આ પરંપરા પશ્ચિમ આફ્રિકામા વસવાટ કરતા સમુદાયના લોકો દ્વારા પણ અનુસરવામા આવે છે. આ સમુદાયનુ નામ વોડાબે છે.

image source

આ સમુદાય એવો છે કે, જ્યા લોકો એકબીજાની પત્નીની ચોરી કરે છે. આ વાત સાંભળવામા તમને થોડી વિચિત્ર અવશ્ય લાગશે પરંતુ, આ જ હકીકત છે. અહીની અમુક માન્યતાઓ મુજબ કોઈ વ્યક્તિ પરિણીત સ્ત્રી સાથે સાત વખત શારીરિક સંબંધ બાંધી લે છે, તો તે સ્ત્રીના તે વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવામા આવે છે.

image source

આ માન્યતા સામે તે સમાજનાં લોકોને કોઈપણ વાંધો નથી. આ સમુદાયના લોકો તેને પ્રેમવિવાહ માને છે પરંતુ, આ પરંપરા મુજબ છોકરીના લગ્ન અગાઉ એના પરિવારની પસંદગીના છોકરાની સાથે થઇ ચુક્યા હોવા જોઈએ તેમજ જો કોઈ વ્યક્તિ બીજા લગ્ન કરવા માટે ઈચ્છુક હોય તો તેણે કોઈની પત્નીની ચોરી કરવી પડી શકે છે તેમજ એની સાથે શારીરિક સંબંધ પણ બાંધવા પડશે.

જો કે, આ પરંપરામા કોઈ વ્યક્તિને સ્ત્રી પર જબરદસ્તી કરવા માટેની મંજૂરી હોતી નથી. આ પરંપરા નિભાવવા આ સમુદાય દર વર્ષે એક વિશેષ ઉત્સવનુ આયોજન પણ કરે છે. આ ઉત્સવમા છોકરાઓ દ્વારા પરિણીત સ્ત્રીના ચહેરા પર રંગ લગાવીને તેને પોતાની તરફ આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન કરવામા આવે છે. જો કોઈ સ્ત્રી દ્વારા પુરુષને પસંદ કરવામાં આવે છે તો તે તેના પતિથી છુપાઈને તે યુવક સાથે ભાગી જાય છે.

image source

ત્યારબાદ આ યુવક સાથે સાત વખત શારીરિક સંબંધ બાંધીને ત્યારપછી સમાજની સામે આવે છે. ત્યારબાદ સમુદાય પંચાયત તે બંનેના લગ્ન કરાવી દે છે પરંતુ, આ પરંપરા અમુક શરતોને આધીન છે અને તે તમામ શરતો પૂરી કરવી અનિવાર્ય બને છે, તેની સ્થિતિ એવી છે કે, જ્યારે પણ કોઈપણ છોકરો કોઈ સ્ત્રીને તેની તરફ આકર્ષિત કરે છે તો તેના વિશે તેના પ્રથમ પતિને ખબર હોવી જોઈએ નહિ. જો એના પતિને ખબર પડી જાય તો આ સંબંધોને માન્યતા આપવામા આવતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!