પ્રદર્શન કરવા પહોંચેલા ટ્રમ્પ સમર્થકોમાંથી કોઈના માથા ફૂટ્યા તો કોઈ દિવાલ પરથી પટકાયા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થવાના હતા. આ પહેલા જ ટ્રમ્પના હજારો સમર્થકો યુએસ સંસદ ભવન સામે એકઠા થઈ ગયા. તેઓ ચૂંટણીના પરિણામો રદ કરવાની માંગ કરી રહ્યા હતા. તેમનો આક્ષેપ છે કે આ ચૂંટણીમાં ગોલમાલ કરવામાં આવી છે. ટ્રમ્પના મોટાભાગના સમર્થકો લાલ ટોપી અને વાદળી વસ્ત્રોમાં પહોંચ્યા હતા. આ બે રંગો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઝંડાનો રંગ છે. હીંસા કરનારા લોકોના હાથમાં વાદળી બેનરો હતા, જેના પર લખ્યું હતું, KEEP AMERICA GREAT, એટલે કે અમેરિકાને મહાન બનાવી રાખો.

अमेरिकी संसद की बिल्डिंग यूएस कैपिटल हिल पर जुटे ट्रम्प समर्थक। इन्होंने राष्ट्रपति चुनाव के नतीजों को रद्द करने की मांग की। बाद में सुरक्षाबलों ने इन्हें खदेड़ दिया।
image source

એમેરિકી સંસદ ભવન યુ.એસ. કેપિટલ હિલ પર ટ્રમ્પ સમર્થકો એકઠા થયા. તેઓએ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો રદ કરવાની માંગ કરી હતી. બાદમાં, સુરક્ષા દળોએ તેઓને ભગાડ્યા હતા.

image source

પ્રદર્શનકારીઓ યુએસ સંસદની ઇમારત ઉપર ચઢી ગયા હતા. ત્યાંથી તેઓ બેનરો અને પોસ્ટરો લહેરાવી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

image source

પોલીસ દળોએ ટ્રમ્પ સમર્થકોને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ માન્યા નહી અને આખરે પોલીસે લાઠી ચાર્જ કર્યો. તેમા કેટલાક પ્રદર્શનકારીઓના માથા ફૂટી ગયા.

image source

કેટલાક સમર્થકો યુ.એસ. કેપિટલ બિલ્ડિંગની બાજુમાં પાઈપથી બનેલા અસ્થાયી બાંધકામ પર ચઢી ગયા. ત્યા ઢાંકેલા કપડાને ફાડી નાખ્યું.

image source

ટ્રમ્પ સમર્થકો કેપિટલ હિલ બિલ્ડિંગની બહાર એકઠા થયા હતા. તેમણે રિપબ્લિકન પાર્ટીના ધ્વજના કલરના કપડા પહેર્યા હતા.

image source

2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોથી ટ્રમ્પ સમર્થકો નારાજ છે. ટ્રમ્પની તેમા હાર થઈ છે.

image source

તે અમેરિકાના સંસદ ભવન એટલે કે કોંગ્રેસની ઇમારત છે. આ ઇમારતને યુ.એસ. કેપિટલ હિલ કહેવામાં આવે છે. હજારો પ્રદર્શનકારી તેના પર ચઢી ગયા હતા.

image source

સુરક્ષા દળોએ પહેલા પ્રદર્શનકારીઓને ત્યાંથી હટી જવાનું કહ્યું પરંતુ તેઓ ત્યાથી હટ્યા નહી. જેથી પોલીસે લાઠી ચાર્જ કર્યો.

image source

પ્રદર્શનકારી ન માન્યા તો સુરક્ષા કર્મચારીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા.

image source

પોલીસે મોરચો સંભાળ્યો અને પ્રદર્શનકારીઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું.

image source

સુરક્ષા કર્મચારીઓએ પહેલા બેરીકેડ લગાવી પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓએ બેરીકેડ્સ તોડી નાખ્યા હતા.

image source

મેરીલેન્ડના પ્રતિનિધિ ડેવિડ ટ્રોન પોતાને યુ.એસ. કેપિટોલ હિલ બિલ્ડિંગમાં આ રીતે માસ્કથી કવર કરતા જોવા મળ્યા.

image source

ટ્રમ્પ સમર્થકોના હાથમાં KEEP AMERICA GREAT લખેલા બેનરો હતા.

image source

ટ્રમ્પના હજારો સમર્થકો સ્થળ પર પહોંચ્યા અને ખુબ ઉત્પાત મચાવ્યો.

image source

પોતના ચહેરા પર અમેરિકાનો ફ્લેગ પેઇન્ટ કરીને પહોંચ્યો ટ્રમ્પ સમર્થક

image source

ટ્રમ્પ સમર્થકો વધુ હોબાળો મચાવવા લાગ્યા અને તોડફોડ શરૂ કરતા પોલીસ એક્શનમાં આવી. તોડફોડ કરતા સમર્થકોને રોકવા માટે પોલીસ તાકતા જોવા મળ્યા. આ દરમિયાન સાંસદો ગભરાયેલા રહ્યા. તેમને ગેલેરીના માર્ગથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

image source

યુ.એસ. સંસદની એક ગેલેરીમાં ફરજ બજાવતા નેશનલ ગાર્ડ્સએ સાંસદોને સલામત સ્થળે લઈ ગયા હતા. તેના થોડા કલાકો બાદ સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ.

image source

પોલીસે હંગામો મચાવતા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

image source

પ્રદર્શનકારીઓએ સંસદનાં દરવાજાના કાચ તોડવાનો પણ પ્રયત્ન કર્યો.

image source

તોફાનીઓએ સેનેટ ચેમ્બરમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે તેમને ચેમ્બરની બહાર અટકાવી દીધા હતી.

image source

પ્રદર્શનકારીઓથી બચવા માટે બિલ્ડિંગની અંદર સંતાઈને સ્ટાફે પોતાની જાતને બચાવી

image source

કેપિટલ બિલ્ડિંગની અંદર પણ પ્રદર્શનરકારીઓએ તોડફોડ કરી હતી. ફ્લોર પર વેરવિખેર પડેલા ગ્લાસ અને અન્ય વસ્તુઓ મોટા પ્રમાણમાં થયેલા ઉપદ્રવને બતાવી રહ્યા છે.

image source

પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પ્રદર્શનકારીઓએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી.

image source

યુએસ સંસદની સામે ઉભેલી એક ટ્રમ્પ સમર્થક. તેણે પોતાનો વિરોધ નોંધાવવા પોતાની જાતેને ફાંસી આપવાનું પ્રદર્શન કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ -(ફોટો સોર્સ :દિવ્ય ભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત