‘ઈસ પ્યાર કો ક્યા નામ દું’ પર્વત પર પ્રેમીએ પ્રેમિકાને પ્રપોઝ કર્યું, છોકરીએ હા પાડી અને પગ લપસ્યો, ખાબકી 650 ફૂટથી નીચે…

જ્યારે પ્રેમી પ્રેમિકા બન્ને પ્રેમમા હોય અને બે લોકોમાંથી કોઈ એક પ્રપોઝ કરે તો એ સમય લોકો માટે ખુબ જ મહત્વનો હોય છે. ત્યારે એવું લાગે છે કે એક સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને લોકો ઉત્સાહિત હોય છે. પરંતુ ઓસ્ટ્રિયાના એક બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું એટલું ભારે પડ્યું કે એને સાત જન્મ સુધી આ વાત ક્યારેક નહીં ભૂલાય. કારણ કે એટલો હરખ હતો કે ગર્લફ્રેન્ડનો પગ લપસી ગયો અને તે ડુંગરની નીચે 650 ફૂટ ખડક પર જઈને પડી હતી. હવે આ ઘટના વાયરલ થઈ રહી છે અને લોકો ભારે મજા લઈ રહ્યા છે. તો આવો જાણીએ વિગતે કે શું હતી સમગ્ર ઘટના.

image source

આ ઘટના ઓસ્ટ્રિયાના કારિન્થિયા વિસ્તારની છે જ્યાં એક દંપતી માટે પ્રેમની આ ક્ષણ દુખદ સ્વપ્નમાં ફેરવાઈ હતી અને જોવા જેવો ખેલ થયો હતો. જેવો જ પ્રેમીએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને છોકરીએ આનંદમાં આવીને માથુ હલાવ્યું તે દરમિયાન તેનો પગ લપસી ગયો. ધ સનના અહેવાલ મુજબ 27 વર્ષીય વ્યક્તિએ કારિન્થિયામાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.

image source

આ દરમિયાન મહિલા પ્રોપોઝલ સ્વીકારીને પછી ફાલ્કાર્ટ પર્વત પરથી લપસી ગઈ હતી અને નીચે ખાબકી હતી. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બની હતી. આ પ્રેમી યુગલ એક દિવસ પહેલા જ પર્વત પર ટ્રેકિંગ કરવા આવ્યું હતું.

image source

650 ફૂટ નીચે પડ્યા પછી પણ તે છોકરી બચી ગઈ કારણ કે સદનસીબે ભારે બરફવર્ષાને કારણે બરફ જામી ગયો હતો જેનાથી તેને વધારે નુકસાન થયું ન હતું. જ્યારે યુવક તેની ગર્લફ્રેન્ડને બચાવવા માટે કૂદી પડ્યો હતો, પરંતુ 50 ફૂટ નીચે ગયા પછી તે એક ચટ્ટાન વચ્ચે અટકાઈ ગયો હત અને તેનો પણ જીવ બચી ગયો હતો. જો કે આ દરમિયાન છોકરાનો પગ ભાંગી ગયો હતો.

image source

ડેઇલી મેઇલ મુજબ મહિલા પર્વત પરથી પડીને તળાવ નજીક બેભાન અવસ્થામાં પડી હતી. એક પ્રવાસીએ તેને જોઇને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી. તે પછી બંને પ્રેમી પ્રેમિકાને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે બંને બચી ગયા અને ફ્રેક્ચર થયું હતું. ઘટના સ્થળે હાજર એક પોલીસ અધિકારીએ ડેઇલી મેઇલને કહ્યું, “બંને અત્યંત ભાગ્યશાળી હતા! જો ખડકો પર બરફ ન હોત તો પરિણામ અલગ હોત. આ પહેલાં બ્રિટનનો એક પ્રપોઝ કરનાવો અલગ કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો. આમ તો પ્રેમિકાને મનાવવા માટે પ્રમી ગમે તે હદ સુધી જતા રહે છે. પરંતુ લંડનમાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે જે કર્યું એ અંગે જાણીને તમે દંગ રહી જશો.

image source

બ્રિટનમાં રહેનારા સ્ટન્ટમેને રિકી એશે પોતાના વ્યવસાય પ્રમાણે જ પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે ખતરનાક રીત અપનાવી હતી. પોતાના શરીર ઉપર આગ લગાડીને ઘૂંટણીએ બેસીને પોતાની પ્રેમિકાને પ્રપોઝ કર્યો હતો. તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધ ન્યૂયોર્ક પોસ્ટ પ્રમાણે સ્ટન્ટમેન રિકીએ પોતાની પ્રેમિકા કેટરીના ડોબસનને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે આ રીત અપનાવી હતી. પ્રોફેશનલ સ્ટન્ટમેન હોવાના કારણે તેણે આમ કરવા માટે તેમણે બધી જ તૈયારીઓ કરી લીધી હતી. જેના કારણે તેમને આગથી કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત