WHO એ જાહેર કર્યુ લિસ્ટ, કહ્યું 2021માં સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે લડવાની છે આ 10 રીત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવનારા વર્ષ 2021ની સ્વાસ્થ્ય સમસ્યાઓનું એક લિસ્ટ બનાવ્યું છે. WHO એ આવનારા સમયમાં દુનિયા સામે આવનારી સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને 10 વાતો કહી છે.

image source

WHO એ આ લિસ્ટમાં કહ્યું છે કે 2020 પૂરું થવા જઈ રહ્યું છે. મહામારીએ દુનિયાને 20 વર્ષ પાછળ ધકેલી દીધી છે. એવામાં 2021માં દુનિયાએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

image source

1. WHO એ કહ્યું કે દરેક દેશોએ સ્વાસ્થ્ય સંબંધી આપાત સ્થિતિનો સામનો કરવાની તૈયારીમાં મળીને તૈયારી અને સુધારો કરવો.

2. સામાન્ય લોકો સુધી વેક્સીન અને સારવાર પહોંચે.

image source

3. દરેક દેશોએ પોતાની સ્વાસ્થ્ય પ્રણાલીને સુવિકસિત કરવાની રહેશે દેથી કોરોના જેવી આપાત સ્થિતિનો સામનો કરી શકાય.

4. દરેક દેશોએ સ્વાસ્થ્ય સંબંધી અસમાનતાને દૂર કરવાની રહેશે.

5. WHO કહ્યું કે હવે દુનિયાએ પોતાના હેલ્થ ટારગેટ પૂરા કરવાની દિશઆમાં કામ કરવાનું છે અને પોતાના હેલ્થ ડેટા અને ઇન્ફોર્મેશન સિસ્ટમની ક્ષમતાને મજબૂત કરવાની છે.

image source

6. આવતા વર્ષે WHO દરેક દેશને પોલિયો અને બીમારીઓની વેકસીન લગાવવામાં મદદ કરશે.

7. દેશ સંક્રામક રોગને ત્યારે જ હટાવી શકશે જ્યારે તેની પાસે પ્રભાવી દવાઓ હશે.

8. WHO ના અનુસાર 2020એ આપણને ઘણું શીખવ્યુ છે અને એનસીડી વાળા રોગ જેમકે કોરોના માટે કેવી રીતે અસુરક્ષિત હતા.

9. WHO કહ્યું કે કોરોનાએ અવસર આપ્યો કે આપણે ફરી એકવાર દુનિયાને હરિયાળીથી ભરીએ અને સ્વસ્થ દુનિયાનું નિર્માણ કરીએ.

10. છેલ્લે WHO એ કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા દરેક દેશોએ વધારેને વધારે એકતા કેળવવાની જરૂર છે.

image source

તો હવેથી દરેક દેશોએ ડબલ્યૂએચઓની આ ગાઈડલાઈન રૂપ નિયમોને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષ 2021ને હેલ્થ માટે સુંદર બનાવવાના પ્રયાસ કરવાના રહેશે. આ સાથે જ દેશની સાથે સાથે નાગરિકોની પણ ફરજ છે કે તેઓ તેમના ભાગે આવતા નિયમોનું પાલન કરે. વેક્સીન ન આવે ત્યાં સુધી ને પછી પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા રહે. જેથી આ રોગ વધારે ન ફેલાય અને આપણે જલ્દી જ આવનારા વર્ષે તમામ તહેવારો મનાવી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત