અ’વાદમાં NRI યુવક સાથે લગ્ન કરી યુવતીને થયો કડવો અનુભવ, પહેલી રાત્રે કહ્યું…મારે બાધા છે, તું મારાથી….

લગ્ન કરીને પછી ઘણી યુવતીને અઘરા અનુભવો થાય છે. કારણ કે ઘણા પુરુષો હદ કરતાં હોય છે. લગ્ન પહેલાં મોટી મોટી વાતો કરતાં હોય છે અને લગ્ન પછી ખરેખર વાસ્તવમાં એવું કશું જ હોતું નથી. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો આવ્યો છે કે NRI યુવક સાથે લગ્ન કરીને છોકરીને કડવો અનુભવ થયો છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો, અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેના NRI પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેના પતિએ તેની સાથે સંબંધ બાંધ્યો ન હતો. યુવતીના પતિએ તેણીને જણાવ્યું હતું કે “તેને લગ્નનો થાક લાગ્યો છે અને બાધા છે. આ માટે થોડો સમય અલગ રહેવું પડશે.” આ વાત માનીને યુવતી પણ પતિથી દૂર રહેતી હતી.

image source

પણ આ વાત એક બે દિવસની કે પછી એ જ રાત્રિની નથી. હદ તો ત્યાં થઈ કે જ્યારે યુવતીનો પતિ વિદેશ ગયો ત્યારે પત્નીને સાથે ના લઈ ગયો. પછી પત્નીને પણ થોડી શંકા જવા લાગી કે આમાં કઈક ખોટું થવાનું છે. ત્રણેક વાર વિદેશથી પરત ફર્યા બાદ યુવતીએ વિદેશ લઈ જવાનું કહ્યું તો ત્યારે પણ યુવકે નવી જ તરકીબ અપનાવી અને યુવતીના પતિએ પિયરમાંથી પૈસા લઈ આવવાનું કહ્યું હતું. યુવતી પિયરમાંથી દસ લાખ લાવતા તેનો પતિ તેણીને વિદેશ લઈ ગયો હતો. આ વાત છે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીની.

image source

મળતી વિગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ યુવતીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન અમદાવાદના જોધપુર ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2006માં થયા હતા. લગ્ન પ્રસંગમાં યુવતીના માતાપિતાએ દાગીના તથા રોકડા રૂપિયા આપ્યા હતા. લગ્ન બાદ જ્યારે યુવતી સાસરીમાં ગઈ હતી ત્યારે તેના પતિએ યુવતી સાથે સંબંધ બાંધવાની ના પાડી દીધી. નવાઈની વાત તો એ છે કે યુવતીના પતિએ તેને જણાવ્યું હતું કે “લગ્નનો મને થાક લાગ્યો છે, અને મારે બાધા છે. આથી તારે મારાથી થોડો સમય અલગ રહેવું પડશે.

image source

ટૂંકમા આવી ખોટી ખોટી વાતો કરીને આરોપી પતિએ તેની પત્નીને પત્ની તરીકેનું સુખ આપ્યું ન હતું. આગળની વાત તરીએ તો બાદમાં વર્ષ પછી 2007થી આ યુવતીનો પતિ વધુ અભ્યાસ માટે કેનેડા જતો રહ્યો હતો. ત્યારે યુવતીને તેના સાસુ-સસરા તેના પતિ સાથે મોબાઈલ ફોનમાં વાતચીત પણ કરવા દેતા ન હતા. વર્ષ 2008માં યુવતીનો પતિ કેનેડાથી પરત આવ્યો હતો ત્યારે તેણીએ દાંપત્યજીવન ભોગવવાની વાત પતિને કરી હતી. આ સમયે પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતીના સાસુ-સસરાએ તેના દીકરાને પુત્રવધૂ વિરુદ્ધમાં ચઢામણી કરીને માર મરાવતા હતા. વર્ષ 2009માં આ યુવતીના પતિ ફરીથી વિદેશ જવાના હોવાથી યુવતીના વિઝા લીધા હતા. યુવતીએ સાથે વિદેશ આવવાનું કહેતા પતિએ વિદેશ ખર્ચ માટે તેના પિતા પાસેથી 10 લાખ રૂપિયા લાવવાનું કહ્યું હતું. યુવતી તેના પિતા પાસેથી પૈસા ન લાવતા તેનો પતિ એકલો જ કેનેડા જતો રહ્યો હતો અને વર્ષ 2010માં પરત આવ્યો હતો.

image source

જો વાત કરીએ કેનેડાની તો ત્યાં કેનેડા ગયા બાદ આ યુવતી ત્યાં નોકરી કરતી હતી. વર્ષ 2014માં પરત આવતાં આ યુવતીના કમાણીના પૈસા તેના પતિએ વિશ્વાસમાં લઈને ચેકથી તથા કાર્ડથી લઈ લીધા હતા. આ પ્રકારે યુવતીના પતિ, દિયર સાસુ-સસરાએ અવારનવાર અલગ-અલગ બાબતોને લઈને ત્રાસ ગુજારતાં મહિલાએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે હવે પોલીસ શું કરે છે એ જોવાનું રહ્યું અને આરોપી પતિ સાસુ સસરા પર કોઈ કલમ લગાવીને સજા મળે છે કે કેમ એ જોવાનું રહ્યું.

image source

બે દિવસ પહેલાંની જ વાત કરીએ તો અમદાવાદમાં જ હાંસોલ વિસ્તારમાં લગ્ન કરીને રહેવા આવેલી યુવતીનો પતિ બેડરુમમાં પણ તેનાથી દૂર દૂર રહેતો હતો. લગ્નની પહેલી રાત્રે જ તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. તે જ રાત્રે તેને જાણવા મળ્યું કે, તેના પતિને શારીરિક સમસ્યા છે અને તેના કારણે તેનામાં નપુસંકતા આવી ગઈ છે. આ વાત યુવતીના સાસુ જાણતા હોવા છતાંય યુવતીના લગ્ન કરાવ્યા હતા. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત કરીને લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું લાગ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત