એક અનોખા લગ્ન આવા, એ પણ ભારતમાં, આ કપલે સમુદ્રમાં છલાંગ લગાવી અને 60 ફૂટ ઊંડા પાણીમાં જઈને લગ્ન કરી લીધા, જાણો આવું શા માટે

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને લોકો લગ્નની મોજ લઈ રહ્યા છે. આપણી આજુબાજુ કોઈને કોઈ સાંજે તો ડીજે વાગતું હશે જ. ત્યારે અનોખા અનોખા લગ્નના કિસ્સા પણ સામે આવતા રહે છે. હવે હાલમાં એક એવા જ લગ્નની વાત કરવી છે કે જેમાં ફિલ્મના સીન પણ ટૂંકા પડે. આ લગ્ન એવી રીતે યોજાયા કે સાંભળનારા બધા ચકિત રહી ગયા. આ વાત છે તમિલનાડુના વી ચિન્નાદુરઈ અને એસ શ્વેતાની.

image source

બંને પ્રોફેશનથી સોફ્ટવેર એન્જીનીયર છે. ચિન્નાદુરઈ એક લાયસન્સ પ્રાપ્ત સ્કુબા ડાઈવર છે જ્યારે શ્વેતા છેલ્લા કેટલાંક મહિનાથી ડાઈવિંગ શીખી રહી છે. ખાસ વાત એ છે કે ડાઈવીંગ દરમિયાન બંનેએ પારંપારિક વસ્ત્રો પહેર્યા હતા. દુલ્હન શ્વેતા કોઈમ્બતુરની રહેનારી છે. તેણે કહ્યું હતું કે જ્યારે ચિન્નાદુરઈએ સમુદ્રની વચ્ચે આ રીતના લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો તો થોડો અજીબ લાગ્યો હતો. પહેલા તે ડરી ગઈ હતી પરંતુ ચિન્નાદુરઈએ તેને સમજાવતા તે માની ગઈ હતી.

image source

આ બંન્નેએ કઈક હટકે રીતે લગ્ન કર્યા હતા અને હવે તેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. સવારનો સમય હતો. સમુદ્રની લહેરો શાંત હતી. વી ચિન્નાદુરઈ અને એસ શ્વેતા દરિયા કિનારે દુલ્હા-દુલ્હનના અવતારામાં હતા. તેઓ બંને માત્ર બેઠા જ નહોતા. તે બંને મુર્હતની રાહ જોઈ રહ્યા હતા. જેવો જ મુર્હતનો સમય થયો બંનેએ સમુદ્રમાં છલાંગ લગાવી અને 60 ફૂટ ઊંડા પાણીમાં જઈને લગ્ન કર્યા, કાયદેસર એકબીજાને વરમાળા પહેરાવી હતી. વિચારો કે આ લગ્ન કઈ રીતે શક્ય બન્યા હશે. આ લગ્ન વિશે વાત કરતાં વરરાજા ચિન્નાદુરઈએ કહ્યું હતું કે તેને બાળપણથી જ તરવાનો શોખ છે. તે 12 વર્ષથી સ્કૂબા ડાઈવિંગ કરી રહ્યો છે. તેણે અરવિંદ અન્નાએ તરવાની ટ્રેનિંગ આપી છે. બંનેને આ રીતના લગ્ન કરવાનો આઈડિયા પણ તેમણે જ આપ્યો હતો.

image source

વરરાજાએ આગળ વાત કરી કે અમે પાણીની નીચે 45 મિનિટ જેટલો સમય રહ્યા હતા. તેણે પહેલા શ્વેતાને પાણી અંદર જ બુકે આપીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝલ પછી બંનેએ એકબીજાના ગળામાં હાર પહેરાવ્યો હતો. સામાન્ય રીતે લોકો અગ્નિની સાક્ષીએ લગ્ન કરતાં હોય છે પણ આ કેસમાં સમુદ્રને સાક્ષી માનીને તેમણે સાથે જીવવાની કસમ ખાધી અને સાત ફેરા પણ લીધા. જોલ કે તેમાં પણ એક વિટબંણા આવી હતી. આ મુશ્કેલી વિશે વાત કરતાં અરવિંદ થરુનસ્ત્રીએ કહ્યું છે કે બંનેના લગ્નની તારીખ નક્કી હતી પરંતુ સમુદ્રના શાંત ન હોવાને લીધે લગ્ન થઈ શક્યા ન હતા. સમુદ્રના શાંત થવાની રાહ જોઈ.

image source

આખરે તેમની રાહનો અંત આવ્યો અને સોમવારે સવારે સાડા સાત વાગ્યે જ્યારે સમુદ્ર શાંત થયો ત્યારે બંનેએ તેમાં ડૂબકી લગાવી અન લગ્નની વિધિઓ પૂરી કરી હતી. પોતાનો અનુભવ શેર કરતાં કપલે કહ્યું કે તેઓ તેમના લગ્નમાં પોતાના પરિવારના લોકો અને મિત્રોને બોલાવી શક્યા ન હતા કારણ કે લગ્નની તારીખ નક્કી ન હતી. તે માછીમારોના સંપર્કમાં હતા. માછીમારોએ જેવું જ તેમને ફોન પર કહ્યું કે સમુદ્ર શાંત છે તો બંનેએ ત્યાં પહોંચ્યા અને લગ્ન કરી લીધા હતા. હવે આ લગ્નનની સ્ટોરી ખુબ જ વાયરલ થઈ રહી છે અને લોકો કપલની ચર્ચા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત