આ છે વિશ્વનું અનોખું ફ્રિજ, જેમાંથી કોઈપણ માણસ કોઈપણ વસ્તુ લઇ શકે છે મફતમાં, અંદર આવી મસ્ત વસ્તુઓ પણ હોય છે હોં….

સામાન્ય રીતે બહારથી ઘરે આવીએ એટલે આપણે સૌ પ્રથમ ફ્રિજ ખોલી તેમાંથી ખાવાપીવાની કોઈ ચીજવસ્તુ શોધીએ છીએ અથવા તો ઠંડુ પાણી પીવા લાગીએ છીએ. કઈંક આ જ આદત મુજબ જોર્ડનમાં એક વ્યક્તિએ લોકોને મદદ કરવા માટે એક અનોખી શરૂઆત કરી છે. જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા માટે જોર્ડનમાં વુમનસંગ સ્ટ્રીટ પર એક સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અહાન ખાને બ્લુ રંગનું એક ફ્રિજ મુકાવ્યું છે. આ ફ્રીજમાંથી જે લોકોને ખાવાપીવાની કોઈ ચીજની જરૂર હોય તો તેમાંથી લઇ શકે છે અને અન્ય લોકોની મદદ કરવા માટે તેમાં ચીજ વસ્તુ મૂકી પણ શકે છે.

image source

વુમનસંગ સ્ટ્રીટમાં હોકી એકેડમીની બહાર અહાન ખાને આ ફ્રિજ મૂક્યું છે અને તેનો રંગ વાદળી રાખવામાં આવ્યો છે. આ ફ્રિજમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ જેવી કે નુડલ્સ, બિસ્કિટ, ખાવાની વાસ્તુના અન્ય પેકેટ ત્યાં સુધી કે તેમાં કોઈના મોજા અને ટુવાલના પેકેટ પણ હોય છે. આ બધા સામાન પૈકી જેને જે સામાનની જરૂર હોય તે કોઈપણ પ્રકારના પૈસા આપ્યા વિના એટલે કે મફત આ ફ્રીજમાંથી વસ્તુ લઇ જય શકે છે. એટલું જ નહિ પણ કોઈને જો આ પ્રેરણાદાયક કાર્ય લાગતું હોય અને તેમાં તેઓ પણ સહયોગ આપવા ઈચ્છે તો તેઓ પણ આ ફ્રિજમાં વસ્તુ મૂકી શકે છે.

image source

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ વુમનસંગ સ્ટ્રીટ પર એક સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અહાન ખાને ફિલ્મમાં આ પ્રકારના એક દ્રશ્યને જોઈને પોતે પણ રિયલ લાઈફમાં આવું કરવાનો નિર્ણય કર્યો અને એક સાર્વજનિક ફ્રિજ મુકાવ્યું. તેઓએ પાસે જ એટલે કે વુમનસંગ સ્ટ્રીટમાં જ ફ્રિજ મુકાવ્યું અને તેનો રંગ બ્લુ રાખ્યો.

image source

અહાન ખાને આ આઇડિયાને લઈને જણાવ્યું કે ” જયારે તમે ઘરે જાવ છો તો ભોજન મેળવવા માટે સૌથી પહેલા ફ્રિજ જ ખોલે છે. એટલા માટે હું ઈચ્છું છું કે લોકો પણ આવો અનુભવ કરે.” તેઓએ કહ્યું કે જો આ એક રોડ પર હોય તો તેના પર ચાલનારા તેનો સમુદાય છે, તેનું ઘર છે જેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. બસ ફ્રીજને ખોલો અને ત્યાં ખાઈ લો. અને જો તમારી પાસે જરૂરતથી વધારે ભોજન છે તો તેને તમે આ ફ્રિજમાં મૂકી જરૂરિયાતમંદને આપી પણ શકો છો.

image source

હવે અહાન ખાનના આ બ્લુ રંગના ફ્રિજ વિષે સૌ કોઈ જાણવા લાગ્યા છે. આ સાર્વજનિક રેફ્રિજરેટરની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ પણ થઇ રહી છે.

image source

જેનેટ યેઉંગ નામના એક વ્યક્તિએ બિસ્કિટ, ઇન્સ્ટન્ટ નુડલ્સ અને સ્નેક્સ ભરેલા પ્લાસ્ટિક બેગોને આ ફ્રિજમાં મુખ્ય બાદ કહ્યું કે ” મને એવું લાગે છે કે સારું કામ કરવા માટે મોટા માણસ હોવું જરૂરી નથી, એક નાના કામથી પણ આપણે આપણી કરુણા દાખવી શકીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકીએ છીએ. ખરેખર જે લોકોને જરૂર હોય છે તેઓ કોઈ ચિંતા વગર જયારે ઇચ્છહે ત્યારે આ ફ્રીજમાંથી ખાવાની ચીજવસ્તુઓ લઇ શકે છે કારણ કે ફ્રિજ 24 કલાક ખુલ્લું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત