આ રીંછ ભૂલથી 30 કિલો કોકેન આરોગી ગયો હતો, હવે બનશે ફિલ્મ, જાણો શું બતાવવામાં આવશે ફિલ્મમાં

વિશ્વની ઘણી સારી સારી મૂવીઝ વાસ્તવિક જીવનની વાર્તાઓ પર આધારીત છે, પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે કોઈ એવા રીંછ પર કોઈ ફિલ્મ બની શકે કે જેણે આકસ્મિક રીતે 70 પાઉન્ડ એટલે કે લગભગ 30 કિલો કોકેન દવાઓ લીધી હતી. આ ફિલ્મનું નામ કોકેન બીયર હશે અને રિપોર્ટ્સ અનુસાર હોલિવૂડ ડિરેક્ટર એલિઝાબેથ બેંક્સ આ ફિલ્મનું દિગ્દર્શન કરી શકે છે.

image source

ખરેખર આ ફિલ્મ 1985ની એક ઘટના પર આધારિત હશે. મેક્સિકોથી યુએસએના જ્યોર્જિયા જતી વખતે ડ્રગ તસ્કર એન્ડ્રુ થોર્ટને કોકેનના કેટલાક પેકેજ ફેક્યા હતાં. આમાંથી એક પેકેટ જર્જિયાના ચત્તાહોશી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પડ્યું હતું, અને પેક આકસ્મિક રીતે રીંછ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યું હતું અને થોડા સમય પછી તેનું મોત નીપજ્યું હતું. આ રીંછ વિશે વાત કરતા એક તબીબી કાર્યકરે જણાવ્યું કે આ રીંછે ખૂબ કોકેન લઈ લીધું હતું અને પૃથ્વી પર એવું કોઈ પ્રાણી નથી કે આટલું કોકેન લીધા પછી બચી શકે. સ્મગલર બનતા પહેલા એન્ડ્ર્યુ નાર્કોટિક્સ પોલીસમાં પણ હતો અને તેણે કાયદાનો પણ અભ્યાસ કર્યો હતો.

image source

જ્યોર્જિયા બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન્સના અહેવાલ મુજબ 40 વર્ષીય એન્ડ્રુએ પણ પોતાનું વિમાન ઓટોપાયલોટીંગ કર્યા બાદ પ્લેન પરથી કૂદકો લગાવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું કારણ કે તેમનો પેરાશૂટ ખુલ્યો ન હતો. એન્ડ્રુ પાસેથી રોકડ, બંદૂકો અને છરીઓ પણ મળી આવી હતી. તેણે બુલેટપ્રૂફ જેકેટ પણ પહેર્યો હતો અને નાઇટ વિઝન ગોગલ્સ પણ પહેર્યો હતો. અન્ડ્ર્યુ અને રીંછના મૃત્યુએ તે સમયે ઘણી ચર્ચા જગાવી હતી. વેરાઇટી વેબસાઇટ અનુસાર, આ ફિલ્મની સ્ક્રિપ્ટ જિમ્મી વોર્ડન દ્વારા લખવામાં આવી છે, જે અગાઉ ધી રૂમમેટ અને ધ બેબીસિટર જેવા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે. આ ફિલ્મનું નિર્માણ ફિલ લોર્ડ અને ક્રિસ મિલર કરી રહ્યા છે. આ પહેલીવાર થશે જ્યારે આ બંને સેલેબ્સ યુનિવર્સલ પિક્ચર્સ સાથે કામ કરશે.

image source

2019માં ખુબ મોટો ઘટસ્ફોટ થયો હતો અને મુંબઈના અંબોલીમાંથી પોલીસે કરોડો રૂપિયાનું કોકેન પકડી પાડ્યું હતુ. આ કોકેનના મુદ્દામાલ સાથે પોલીસે ચાર વિદેશી આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો મુંબઈ પોલીસને આંબોલી વિસ્તારમાં મોટા પાયે કોકેનની સપ્લાય થતી હોવાની બાતમી મળી હતી.

image source

બાતમીના આધારે પોલીસે જેતે જગ્યા પર રેડ કરતા ત્યાંથી મોટી માત્રામાં કોકોનનો જથ્થો મળી આવ્યો હતો. આ કોકેનના મુદ્દામાલ સાથે આંબોલી પોલીસ દ્વારા 4 વિદેશો આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ કોકેનની હેરાફેરી કરવા માટે અનોખી રીત અપનાવી હતી. આ આરોપીઓનો ભાંડો ન ફૂટે તે માટે તેઓ ઘરમાં ડેકોરેશન માટે લગાડવામાં આવતા પડદાની અંદર કોકેન રાખીને તેનું વેચાણ કરતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!