જો તમે આજથી કરશો આ રીતે ખેતી, તો મહિને કરશો એક લાખની કમાણી અને સાથે થશે આ પણ લાભ

જો ખેતીમાં નફો કમાવવો હોય તો ઉત્પાદનની સાથે સાથે પ્રોસેસિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. અને આ વાતને સાચી સાબિત કરતી એક સફળ ખેડૂતની સ્ટોરી આજે તમને જણાવીશું. એક એવા ખેડૂતની વાત કે, જેણે ખેતી પણ કરી અને પ્રોસેસિંગ કરીને નફો પણ કમાવ્યો.

image source

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાનો અજય સ્વામીએ એલોવેરાની ખેતી ( aloe vera farming )કરી. અજય સ્વામી માત્ર આઠ સુધી જ ભણેલો છે અને તે વર્ષથી એલોવેરા ( aloe vera farming )ની આધુનિક ખેતી કરેછે. પણ તેણે સફળ ખેતીથી પણ આગળ એક કદમ વધારીને એલોવેરાનું ઉત્પાદન જ નહીં પરંતુ એનું પ્રોસેસિંગપણ કર્યું અને હવે તે મહિને એક લાખ રૂપિયા કમાય છે. આવો જાણીએ તેની સફળતાની કહાની તેની જ જુબાની
45 પ્રોડક્ટ તૈયાર કર્યા

પિતાનું અવસાન થતા પરિવારની જવાબદારી માથે આવી

image source

અજયની ગણના આજે એક સફળ ખેડૂત અને બિઝનેસ મેન તરીકે થાય છે પણ અહીં સુધી પહોંચતા તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. વાત જાણે એમ છે કે, જ્યારે અજયના પિતાનું અવસાન થયું તો ઘરની તમામ જવાબદારી અજયને માથે આવી પડી. હવે અજયએ ઘર સંભળવા ખેતી સાથે સાથે ચાની દુકાન ખોલી પણ એમાં એને કંઈ બહુ સફળતા સાંપજી નહીં આખરે તેને એલોવેરાની ખેતી કરવાનું સુઝ્યું.

શું કહે છે અજય

image source

અજય કહે છે, પિતાજીના ગયા પછી મને અર્થોપાર્જનનું સાધન સુજી નહોતુ રહ્યું. પારંપારિક ખેતી હતી પણ એની કમાણી વરસે દહાડે એટલી નહોતી થતી કે પરિવારજનોનો ગુજારો થાય. આખરે મેં બે વિઘા જમીનમાં આયુર્વેદિક એલોવેરાની ખેતી કરવાનું વિચાર્યું અને મારો એ નિર્ણય મને ફળ્યો. મેં ખેતીની સાથેસાથે એલોવેરાની પ્રોડક્ટ બનાવવાનું પણ વિચાર્યું. અને હવે જુઓ મહિને 1 લાખ હું આરામથી કમાઈ લઉં છું.

એલોવેરા ( aloe vera juice ) જ્યુસની છે ડિમાન્ડ

image source

અજય પોતાની વાત આગળ વધારતા જણાવે છે કે, મેં સૌથી પહેલા એલોવેરાની ખેતી વિશે તમામ માહિતીભેગીકરી. ત્યાર બાદ એલોવેરામાંથી પ્રોડક્ટએટલે કે શું શું બનાવી શકાય તેની સંપૂર્ણ તાલીમ લીધી. ત્યારે મને સમજાયું કે માર્કેટમાં એલોવેરા જ્યુસ ( aloe vera juice )ની ખૂબ જ ડિમાન્ડ છે. ત્યારે હું મને આવડ્યું તેમ પાણીની બોટલોમાં એલોવેરા જ્યૂસ ( aloe vera juice ) ભરીને હું વેચવા લાગ્યો.

નેચર હેલ્થ કેર ( Natural Health care )નામની કંપની ખોલી નાંખી

આ તરકીબથી મારો ચોક્કસ ગ્રાહક વર્ગ બંધાયો. મને ધીરે ધીરે કંપનીઓના ઓર્ડર મળવા લાગ્યા. 5 -6 વર્ષ આ જ રીતે કામ કર્યા બાદ મેં મારી પોતાની કંપની ખોલી તેનું રિજસ્ટ્રેશન કરાવ્યું અને તેનું નામ આપ્યું નેચરલ હેલ્થ કેર ( Natural health care ).

કયા કયા પ્રોડક્ટ બનાવે છે

image source

અજય પોતાના ખેતરમાં ઉગતા એલોવેરા અને એમાંથી નેચરલ હેલ્થ કેર ( Natural Health care )ના નામે બનતી પ્રોડક્ટ વિશે જણાવતા કહે છે કે, આજે અમે એલોવેરા જ્યૂસ, શેમ્પૂ, સાબૂ, કંડિશનર, ટૂથપેસ્ટ સહિત કુલ 45 જેટલી પ્રોડક્ટ બનાવી એ છીએ. તેમને મોટી મોટી કંપની તરફથી ઓર્ડર મળે છે.

લોકડાઉન( Lockdown )માં બનાવ્યા એલોવેરા લડ્ડુ

image source

વળી કોરોના ( coronavirus )ની મહામારી દરમિયાન લોકડાઉનમાં તેમણે એલોવેરા લડ્ડૂ બનાવ્યા હતા જેને પણ લોકોએ પસંદ કર્યા હતા. આ એલોવેરા લડ્ડૂનો ભાવ એક કિલોના 350 રુપિયા રાખવામાં આવ્યો હતો. આજે અજય 30 એકરથી વધુ જમીનમાં એલોવેરાની ખેતી કરે છે. પોતાના પરિવારનું પેટ તો ભરે જ છે સાથે સાથે તેને ત્યાં કામ કરનારા લોકોના પરિવારના પેટ પણ ભરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત