શિયાળામાં ભરપૂર મળતા લીંબુનો કરો આ રીતે સફાઈમાં ઉપયોગ, કામ બનશે સરળ

લીંબુની રિફ્રેશિંગ સ્મેલ અને ખાટો સ્વાદ દરેકને પસંદ હોય છે. આ સિવાય પણ લીંબુની અનેક ખાસિયતો છે. તમારા ઘરની સફાઇ હોય, કપડાંના ડાઘ દૂર કરવાના હોય કે કોઇ પ્રકારની સ્મેલ દૂર કરવાની હોય, ફર્નિચરને ચમકાવવાનું હોય લીંબુ તમારી મદદ કરે છે. તો જાણો લીંબુના કેટલાક મલ્ટીપર્પઝ યૂઝ જે તમારા કામમાં આવી શકે છે.

જાણો ઘરમાં લેમન ઓઇલ સ્પ્રે કઇ રીતે કરે છે એરફ્રેશનરનું કામ…

image source

સફેદ કપડાં પર પરસેવાના ડાધ લાગ્યા હોય તો એક ચમચી લીંબુના રસમાં ટાર્ટર ક્રીમ લગાવીને તે જગ્યાએ લગાવો. થોડી મિનિટ બાદ તેને હૂંફાળા પાણીથી ધોઇ લો.

પાણીમાં લેમન ઓઇલના ટીપાં મિક્સ કરો અને તેને સારી રીતે શેક કરો. તેને બોટલમાં ભરીને સ્પ્રે કરો. આ એરફ્રેશનરનું કામ કરશે.

લીંબુની છાલની પાતળી પાતળી સ્ટ્રીપ્સ કરો અને તેને થોડા દિવસ તડકે સૂકવો. તેને વોર્ડરોબમાં રાખો. કપડાંમાંથી ભેજની સ્મેલ નહીં આવે.

image source

સેંટેડ પોમેડર (રાઉંડ હેંગિંગ ડેકોરેટિવ આઇટમ) બનાવવા માટે લીંબુમાં કેટલાક લવિંગ ફસાવો અને તેમાં એક રીબિન બાંધો. તેને ઘરમાં ક્યાંય પણ લગાવો. મચ્છર ભાગશે.

હાથમાંથી ફિશ, ડુંગળી કે લસણની સ્મેલ દૂર કરવા માટે લીંબુનો રસ હાથ પર લગાવી હાથને ક્લીન કરો.

વેક્યૂમ ક્લીનર બેગને ક્લીન કર્યા બાદ તેની પર પેપર ટિશ્યૂમાં લેમન ઓઇલના ટીપાં છાંટો. તેનાથી સ્મેલ અને બેક્ટેરિયા બંને દૂર થશે.

image source

લીંબુના રસ અને લેવેન્ડર ઓઇલના 10-10 ટીપાં 125 ગ્રામ બેકિંગ સોડામાં મિક્સ કરી તેને એક ડબ્બામાં બંધ કરો. બીજા દિવસે તેને કાર્પેટ પર ફેલાવો અને થોડી વાર બાદ વેક્યૂમ કરો. કાર્પેટ સાફ થઇ જશે.

કપડાં પર ગ્રીસ લાગ્યું છે તો તેને લીંબુના રસથી ઘસો અને સિંપલ વોશ કરો. સ્ટિકી સબ્સટેંટ લીંબુની એસિડિક પ્રોપર્ટીથી તે નીકળી જશે.

વુડન, લેમિનેટેડ કે સિરેમિક ટાઇલ્ડ ફ્લોર ક્લીન કરવા એક-એક કપ વ્હાઇટ વિનેગર અને પાણીમાં 5-5 ટીપાં લેમન અને લેવેન્ડર ઓઇલને મિક્સ કરો. તેનું સ્પ્રે કપડાંને ક્લીન કરશે.

image source

બારીના કાચ સાફ કરતા પહેલાં તેની પર લીંબુ ઘસો અને પછી તેને ભીના કપડાંથી સાફ કરો. ત્યારબાદ સૂકા કપડાંથી સાફ કરો. તે ક્લીન થઇ જશે.

ઓલિવ ઓઇલમાં લીંબુના ટીપાં મિક્સ કરો અને વુડન ફર્નિચરની સફાઇ કરો. આ પોલિશની જેમ કામ કરશે. તેનાથી ફર્નિચરનું શાઇનિંગ વધશે.

પીવાના પાણીના કંટનરમાં એક લીંબુ નીચોવી દો. તેના બેક્ટેરિયા ખતમ થઇ જશે.

કપડાં પર સ્ટ્રોબેરીના ડાઘ લાગ્યા છે અને સાદી રીતે નીકળતા નથી તો લીંબુનો રસ લગાવીને ઘસી લો. ડાધ ધીરે ધીરે આછા થઇ જશે.

image source

કપડાં પર કાટના ડાઘ લાગ્યા છે તો તેની પર લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો અને થોડીવાર તડકામાં રાખો, હવે સિંપલ વોશ કરો. ડાઘ નીકળી જશે.

કિચનના ડ્રોઅર કે કબાટમાં કોક્રોચ કે અન્ય જીવાત આવે છે તો કોટન બોલ કે સુતરાઉ કપડાંના નાના ટુકડાને લેમન ઓઇલ ડીપ કરીને ત્યાં રાખો.

image source

હાથ પરથી બીટના ડાઘ હટાવવા માટે તેની પર લીંબુનો રસ ઘસો અને પછી હાથ ધોઇ લો. રંગ સરળતાથી નીકળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત