એ.. ખેંચ માર ખેચચચચચ…. ઉત્તરાયણે પતંગ કાપવાની આ રીતની પણ છે ખાસ મજા

ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે લોકો પહેલાંથી જ દોરી અને પતંગને ખરીદવાના પ્લાનમાં લાગી જાય છે. આ સમયે ખાસ પતંગ અને દોરીનું મહત્વ રહે છે. કેટલાક લોકો ખાસ રીતે પતંગ ચઢાવવાનો અને તેને કાપવાનો પ્લાન રાખે છે. અને તેમાં તેમની માસ્ટરી પણ હોય છે. કહેવાય છે ને કોઈ ઢીલ આપીને પતંગ કાપે, કોઈ ખેંચીને પતંગ કાપે, કોઈ નીચેથી ખેંચે અને કોઈ ઉપરથી તમારી પતંગ પર પતંગ બેસાડીને તમારો પતંગ કાપી નાંખે. આ જે આપણે અહીં જાણીશું કે ખેંચીને પતંગ કઈ રીતે કાપી શકાય છે.

પતંગ કાપવા માટે ક્યારેય ખોટી કટ યૂઝ ન કરો

image source

ક્યારેક પતંગબાજો અનેક વાર ખોટી કટનો પણ ઉપયોગ કરે છે. જ્યારે તમે પતંગ ઉડાડો છો ત્યારે અન્ય પતંગ બાજો તમારી દોરીની નીચેથી પતંગ લાવે છે અને તેને ઝડપથી ખેંચે છે. જો આવી સ્થિતિમાં ઢીલ નહીં આપો તો તમારી પતંગ જલ્દી જ કપાઈ જાય છે. આ વાતનું ધ્યાન રાખો કે કોઈ નીચેથી તમારી પતંગને ન લઈ શકે . આવું થશે તો તમારી પતંગના કપાવવાના ચાન્સ વધી જશે.

પતંગની ઉપર પતંગ બેસાડી દેવી

image source

કેટલાક લોકો અન્યની પતંગ કાપવા માટે આ રીત અપનાવે છે. તમારા પતંગનું મોઢું નીચેની તરફ લાવીને પછી જે તે પતંગ પર ધીમે ધીમે તમારા પતંગને બેસાડવાની કોશિશ કરો. હવે તમે પતંગને ઉપર લાવવાની રહે છે. આ રીત અઘરી છે. પણ જાણકાર લોકો સરળતાથી આ રીતે અન્યની પતંગ કાપી લે છે. તમને આ રીતે ઝડપથી ગતિથી કરવાની રહે છે અને અન્યને ખબર પડતી નથી. જો અન્ય વ્યક્તિ આ કોશિશમાં સફળ રહે છે તો તમારો પતંગ કપાઈ શકે છે. અને જો તમારા પતંગનું મોઢું ઉપર તરફ નથી થતું તો તમારો પતંગ કપાઈ શકે છે અને સાથે અન્ય પણ તેનો ફાયદો લઈ શકે છે.

નીચેથી કટ મારીને પતંગ કાપો

image source

આ પણ એક અલગ જ સ્ટાઈલ છે. જ્યારે તમારે કોઈની સાથે પેચ લડાવવો હોય તો તમારે તમારી દોરીને પતંગની નીચેની તરફ રાખવી. તમારો પતંગ એ પતંગની ઉપર છે તો તમારે પોતાના પતંગનું માથું નીચે કરીને પછી ઝડપથી તે પતંગની દોરી પાસેથી ખેંચીને તેને કાપવાનો રહે છે.

image source

આ સમયે તમારે સ્પીડ ખૂબ જ વધારે રાખવાની હોય છે. સામે વાળાને જો તમે વિચારવાનો અવસર આપો છો તો શક્ય છે કે તે તમારો પતંગ કાપી લે. માટે આવો મોકો ન આપો અને સાથે જ સામે વાળાનો પતંગ જલ્દીથી કાપી લો.

બાજુમાં ઉડી રહેલી પતંગને આ રીતે કાપો

image source

જો કોઈ પતંગ તમારી પતંગની બરોબર બાજુમાં ઉડી રહી છે તો તમે તેને 2 રીતે કાપી શકો છો. પહેલી તો એ કે તમે સૌથી પહેલાં તે પતંગની ઉપર જાઓ અને તેની ઉપર દોરાને નાંખો. આ રીત અઘરી તો છે પણ સાથે તમે સરળતાથી તેની પતંગ કાપી શકો છો. આ સાથે અન્ય રીત એ છે તે તમે તમારી પતંગને તે પતંગની નીતેથી લઈ જાઓ અને ઉપર તરફ ખેંચો. આ રીત સરળ છે. તમે તેને આ વર્ષે ટ્રાય કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત