Site icon News Gujarat

બોલીવુડની આ ફિલ્મોના શુટિંગ દરમિયાન બની હતી આવી મોટી દુર્ઘટનાઓ, આટલા લોકો એકસાથે પામ્યા હતા મૃત્યુ

મિત્રો, પ્રવર્તમાન સમયમા જ્યારે પણ ફિલ્મોનુ નિર્માણ કરવામા આવે છે ત્યારે કલાકારોની કારકિર્દી અને નિર્માતાઓના નાણા સાથે જ સેટ પર હાજર રહેતા ઘણા બધા લોકોની જિંદગી પણ દાવમા લાગેલી હોય છે. સેટ પર હાજર આ લોકો કેમેરાની પાછળ કામ કરી રહ્યા હોય છે.

image source

આ એવા લોકો હોય છે કે, જેમના નામ પ્રેક્ષકોને નહીં પરંતુ, ફિલ્મના નિર્દેશકો અને નિર્માતાઓને અવશ્યપણે ખ્યાલ હોય છે. આ કિસ્સામા નિર્માતાઓ એ વાતની ખૂબ જ વિશેષ કાળજી લે છે કે, તેમના ફિલ્મના સેટ પર કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના ના સર્જાય પરંતુ, આજે અમે તમને અમુક એવી ફિલ્મોના શૂટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના શૂટિંગના સેટમાં ખુબ જ ભયંકર આગ લાગી હતી અને તેના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.

રાજા હરિશ્ચંદ્ર :

image source

આ ફિલ્મ શૂટિંગના સેટ પર અકસ્માત થવાની યાદીમા પ્રથમ ક્રમાંકે આવે છે. આ ફિલ્મ બન્યાના કેટલાક વર્ષો બાદ આ ઘટના બની હતી. વર્ષ ૧૯૧૭મા સેટ ઉપર ભયંકર આગ લાગી હતી. આ આગ એટલી ભયજનક હતી કે, તે ધીમે-ધીમે એક રૂમમાંથી બીજા રૂમમાં ફેલાઈ રહ્યી હતી. આ શુટિંગ દરમિયાન ભયંકર આગ લગતા ભારે હોબાળો મચ્યો હતો. આ મામલો થોડો શાંત પડતા તુરંત જ ફિલ્મના ડિરેક્ટર ફાલ્કેએ ફિલ્મનુ શુટિંગ શરુ કર્યુ હતુ.

મધર ઇન્ડિયા :

image source

આ ફિલ્મના શૂટિંગના સેટ પર પણ એકદમ ભીષણ આગ લાગી હતી. જ્યારે અભિનેત્રી નરગિસ અને અભિનેતા સુનિલ દત્ત ફિલ્મના આગના દ્રશ્યનુ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તે દ્રશ્ય દરમિયાન આગ શુટિંગના સેટ પર ચારેય તરફ ફેલાઈ ગઈ હતી. આ આગ એટલી ભીષણ બની હતી કે, નરગિસનો જીવ જોખમમા મુકાઈ ગયો હતો. આ સમયે સુનીલ દત્તે તરત જ એક ધાબળો લીધો અને તેને નરગિસની આસપાસ લપેટ્યો અને તેમને તુરંત જ સુરક્ષિત બહાર કાઢી હતી. આ અકસ્માતમાં સુનીલ દત્તને થોડી ઈજા પણ પહોચી હતી.

બ્લેક :

image source

વર્ષ ૨૦૦૪મા મુંબઇમા દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આ ફિલ્મના સેટ પર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને તેના કારણે ફિલ્મના મોટાભાગના મોંઘા-મોંઘા સાધનો બરબાદ થઈ ચુક્યા હતા. આ અકસ્માતમા અમુક લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી.

દેવદાસ :

image source

આ ફિલ્મના શૂટીંગ દરમિયાન પણ ફિલ્મના સેટ પર ખુબ જ ભયંકર આગ લાગી હતી અને આ અકસ્માતમા બે લોકોના મૃત્યુ પણ નીપજ્યા હતા. આ ફિલ્મનુ દિગ્દર્શન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામા આવી રહ્યુ હતુ.

ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન :

image source

ફક્ત ફિલ્મોના જ નહિ પરંતુ, શૂટિંગના સેટ પર જ નહીં પરંતુ, એક ટેલિવિઝન સિરીયલના સેટ પર પણ ખુબ જ ભારે આગ લાગી છે. આ ટીવી શોના સેટ પર લાગેલી ભીષણ આગમા લગભગ ૫૦ જેટલા લોકો માર્યા ગયા હતા. તે સૌથી મોટો અકસ્માત હતો. આ અકસ્માતમા અભિનેત્રી નીના ગુપ્તાનો જીવ પણ જોખમમા મુકાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version