દાદ, ખાજ અને ખુજલીથી રાહત મેળવવા કરી લો આ ખાસ ઉપાય, મળશે છૂટકારો

દાદ, ખાજ અને ખુજલી એ ખાસ કરીને સ્કીનની સમસ્યા છે. આ સમસ્યાના કારણે સ્કીન પર લાલ રંગના નાના દાણા બનાવ લાગે છે. આ સાથે જ તે જગ્યાએ લાલ નિશાન પણ બનવા લાગે છે. સ્કીન પર બળતરા પણ થાય છે. જો દાદ હોય છે તો તે ધીમે ધીમે વધારે ફેલાવવા લાગે છે. મોટા ભાગે આ સમસ્યા પગ, ગળા, હાથ અને ફેસ પર તથા પ્રાઈવેટ પાર્ટ પર થાય છે. મોટા ભાગે લોકો તેને લઈને શરમ પણ અનુભવે છે. તેઓ તેને છુપાવીને રાખવાના કારણે સારવાર કરાવી શકતા નથી.

image source

જો તમે ડોક્ટરને આ સમસ્યાને કહેવામાં શરમ અનુભવો છો તો તમે ઘરેલૂ ઉપાયની મદદ લઈ શકો છો. તો જાણો દાદ, ખાજ અને ખુજલી થાય તો ઘરે કઈ રીતે તેમાંથી રાહત મએળવી શકાય છે.

image source

સૌ પહેલાં તો સવારે થોડા દિવસ સુધી એક ચમચી લીમાડાના પાનનો રસ પીઓ અને સાથે તે પીસેલા પાનમાં દહીં મિક્સ કરીને તેને જે જગ્યાએ ખંજવાળ આવે છે તે સ્થઆને સવારે અને સાંજે લગાવવાનું શરૂ કરો. દાદ, ખાજ અને ખુજલી હોય તો તમે 3-4 દિવ સુધી સવાર અને સાંજે આ ઉપાય કરી શકો છો. આ સિવાય તમે લીમડાના પાનને ધોઈને ચાવીને ખાઈ શકો છો. તેની ઉપર પાણી પી લો. દાદ અને ખુજલીની સમસ્યા હોયય તો તમે રાતે તાંબાના વાસણમાં થોડું દહીં રાખો અને સવારે તેનો રંગ બદલાઈ જશે. આ દહીં તે જ તાંબાના વાસણમાં ફેંટી લો અને તેને જે જગ્યાએ ખંજવાળ આવે છે ત્યાં લગાવી લો.

image source

આ સિવાય લીમડાના પાનને દહીં સાથે પીસીને દાદ અને ખાજ પર લગાવવાથી તે મૂળથી ગાયબ થઈ શકે છે. આ માટે તમે 100 ગ્રામ તેલમાં 100 ગ્રામ બથુઆનો રસ મિક્સ કરો. તેને ધીમા ગેસ પર ગરમ કરો. હવે તેને ગાળી લો અને એક શીશીમાં ભરી લો. જે જગ્યાએ ખંજવાળ આવે છે તે જગ્યાએ આ તેલને રોજ લગાવો. ખંજવાળ આવે તો આ જગ્યાએ મધ લગાવવાથી પણ તમને તરત જ રાહત મળી શકે છે.

image source

તમને વધુ માત્રામાં ખરજવાની સમસ્યા થઈ ગઈ હોય, તો તેમાંથી છુટકારો મેળવવા માટે તમે લીંબુના રસ લગાવી શકો છો. થોડો લીંબુનો રસ લઈ અને જે જગ્યાએ ખરજવું થયું હોય તે જગ્યાએ તેને લગાવી લો, અને જ્યાં સુધી સુકાઈ જાય ત્યાં સુધી રાખી મુકો. લીંબુનો રસ લગાવતા અંદર વધુ માત્રામાં બળતરા થશે. પણ જ્યારે આપણે લીંબુનો રસ લગાવીએ ત્યારે ખંજવાળવું નહીં. જ્યારે લીંબુનો રસ સૂકાઈ જાય ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ખરજવાની સમસ્યામાં રાહત મળે છે.

image source

તો હવે દાદ, ખાજ અને ખુજલીની સમસ્યાથી શરમાઓ અને ગભરાઓ નહીં. આ નાના અને ઘરે લૂ ઉપાયો તમારી મદદ કરી શકે છે. તેનાથી તમને ઝડપથી રાહત પણ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત