Site icon News Gujarat

એક ફોન કોલથી થયા હતા લાખો લોકોના મોત, જાણો આજથી 80 વર્ષ પહેલા બનેલી એ દર્દનાક ઘટનાની સચ્ચાઈ

જર્મન સરમુખત્યાર હિટલરની ક્રૂરતાની કહાનીએ વિશ્વભરમાં જાહેર છે. 1993 થી 1945 સુધી હિટલર જર્મનનો શાસક હતો. તે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP) નો લિડર હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરે દુશ્મન દેશોના બંધકોને જે રીત મોતને ઘાટ ઉતાર્યા હતા તે ક્રૂરતા ઇતિહાસના કાળા પાનામાં નોંધાયેલી છે. બીજા વિશ્વ યુદ્ધ માટે હિટલરને જવાબદાર માનવામાં આવે છે.

ર્ષ 2017માં અમેરિકામાં આ ફોનની હરાજી થઈ હતી

image source

કોઈ ફોન લાખો લોકોની મોતનું કારણ બની જાય, એ વાત સાંભળવામાં કંઈક વિચિત્ર લાગે છે. પરંતુ તમે આના પાછળની કહાની સાંભળશો તો દંગ રહી જશો. આ ટેલિફોન વર્ષ 1945નો છે તેવું જાણકારો કહી રહ્યા છે. વર્ષ 2017માં અમેરિકામાં આ ફોનની હરાજી થઈ હતી, જેમાં આ ફોન અંદાજીત બે કરોડ રૂપિયામાં વેચાયો હતો. જોકે આ ફોનનો ખરીદનાર કોણ હતું તે બાબતનો હજુ સુધી ખુલાસો થયો નથી. આ ટેલિફોન જર્મનીનાં ખૂંખાર તાનાશાહ હિટલરનો હતો. તેની ગણનાં વિશ્વના સૌથી ક્રૂર તાનાશાહોમાં થાય છે. મૂળ રૂપે આ ફોન કાળા રંગનો હતો, ત્યાર પછી તેને લાલરંગમાં રંગવામાં આવ્યો હતો.

નાઝીઓની આ યાતના શિબિર પોલેન્ડમાં હતી

image source

બર્લિનમાં હિટલરના બંકરમાંથી આ ટેલિફોન મળ્યો હતો. આ ફોન દ્વારા હિટલરે તેની સેનાને ગેસ ચેમ્બરમાં બંધ કેદીઓની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. મૃત્યુ પામેલા 10 લાખ લોકોમાં મોટાભાગના યહૂદીઓ હતા. નાઝીઓની આ યાતના શિબિર પોલેન્ડમાં હતી. આ ફોન પર હિટલરનું નામ અને સ્વાસ્તિકનું ચિહ્ન પણ કંડારેલું છે. એક રિપોર્ટસ મુજબ બીજા વિશ્વ યુદ્ધનાં પૂર્ણાહૂતી પર વર્ષ 1945માં આ ટેલિફોનને બર્લિનમાં હિટલરનાં બંકર માંથી મળી આવ્યો હતો, જ્યાં સુધી હરાજી ના થઈ ત્યાં સુધી વર્ષ 2017 સુધી આ ફોનને એક બોક્સમાં સંભાળીને રાખવામાં આવ્યો હતો.

આ ફોનને ખરીદનારનું નામ જાહેર કર્યુ નથી

image source

ટેલિફોનની હરાજીની શરૂઆતની બોલી 1,00,000 ડોલર રાખવામાં આવી હતી. જો કે ટેલિફોનની હરાજી કરનારા એલેક્ઝાંડર હિસ્ટોરિકલ ઓક્શને હિટલરના આ ફોનને ખરીદનારનું નામ જાહેર કર્યુ નથી. પણ તેની કિંમત 200,000થી 300,000 ડોલર હોવાનું માનવામાં આવે છે. મેરિલેંડ કંપનીએ ટેલિફોન સહિત લગભગ હજારો વસ્તુઓની હરાજી કરી હતી. જેમાં ચીનાઈ માટીથી બનેલા આલ્સેશિયલ કૂતરાનું એક શિલ્પ પણ શામેલ છે, જે 24,300 ડોલરમાં વેચાયું હતું. બંને વિજેતાઓએ ટેલિફોનથી બોલી લગાવી હતી.

0 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

image source

નોંધનિય છે કે હિટલરને આ ફોન વેરમેચે આપ્યો હતો, એવું કહેવામાં આવતું હતું કે 40નાં દશકામાં આજ ફોન દ્વારા હિટલર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોતાના નાઝી સૈનિકોને આદેશ આપતો હતો, અને ત્યાર બાદ યુદ્ધ દરમ્યાન જે વ્યક્તિ પકડાય તેને યાતનાઓ આપવામાં આવતી હતી. યુદ્ધ કેદીને ગોળી મારીને અથવા ગેસ ચેમ્બરમાં સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. હિટલર યહૂદીઓનો કટ્ટર દુશ્મન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોલેન્ડમાં હિટલરની નાઝી સેનાની યાતના શિબિરમાં અંદાજીત 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં યહૂદીઓની સંખ્યા વધારે હતી. તે સમયમાં તે સૌથી ક્રૂર તાનાશાહ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version