હાર્ટ એટેકથી ASIના મૃત્યુ બાદ ભાઈ DYSPને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડ્યાં, દ્રશ્યો જોઈને કમકમાટી ઉપડી જશે

અમુક કરૂણ ઘટના એવી હોય કે જોઈને જ આંખમાથી આંસુ વહી જાય. કારણ કે તેમાં એવા લોકોની ખોટ વર્તાઈ હોય કે જે પૂરવી અશક્ય લાગતી હોય. ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં લોકો હિબકે ચડ્યા હતા. તો આવો વાત કરીએ આ કરૂણ કિસ્સા વિશે. આ વાત છે વડોદરાની કે જ્યાં તાલુકા પોલીસ સ્ટેશનના ASIનું ફરજ દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થતા શોકની લાગણી છવાઈ હતી અને આજે આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે મૃતકના ભાઈ ખુબ ઈમોશનલ હાલતમાં હતા અને તેઓ ડીવાયએસપી એસ.કે.વાળાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં. આ સમયે આખો પરિવાર હિબકે ચડ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

image source

જો પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરીએ તો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમનાથનગરમાં રહેતા અને તાલુકા પોલીસ સ્ટેશનનના ASI સુરેશભાઈ.એમ. વાળા ફરજ બજાવવા માટે એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને જેથી આસપાસના લોકો તેમની પાસે દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર થઈ ગયા હતા. PSIને છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે નસીબના જોગે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

image source

પણ આ બધાની વચ્ચે પોલીસકર્મીના અચાનક મૃત્યુના કારણે આખા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે આજે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ASIની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ડીવાયએસપી એસ,કે. વાળા પણ હાજ રહ્યા હતા. ત્યાં એવા દ્રશ્યો સર્જાયા હતા કે લોકો હિબકે ચડ્યા હતા.

image source

કારણ કે મૃતક પોલીકર્મીના ભાઈ ડીવાયએસપીને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ASI સુરેશભાઈ વાળાના અવસાન બાદ પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડમાંથી પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ત્યારે હવે આ ઘટના ચારેકોર ચર્ચાઈ રહી છે અને લોકોમાં પણ શોકનો માહોલ છે.

image source

ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.ને ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મનુભાઇ વાળા ફરજ પર હાજર હતાં અને મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરેશભાઇ વાળાનો પુત્ર ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. અને એક મહિના પૂર્વે જ તેમના પુત્રના લગ્ન થયા છે. અને પુત્રના લગ્ન માટે તેમણે 1 મહિનાની રજા પણ લીધી હતી. પણ હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત