ખતરનાક વીડિયો વાયરલ, એનિમેટેડ ફુગ્ગાઓમાં કરી એવી કલાગીરી કે-થોડી જ કલાકોમાં 50 લાખ વ્યૂ મળી ગયાં!

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં રહે છે, કોઈ કોમેડી હોય તો વળી કોઈ ઈમોશનલ. એ જ રીતે હાલમાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જાદુ જોવા મળી રહ્યો છે. મેજિક ઈન ધ એર એટકે કે હવામાં જાદુ, આ આપણે કેટલીય વાર સાંભળી હશે. પણ આ વાત હવે રિયલમાં સાચી પડી ગઈ છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાહ ભાઈ વાહ શું જાદુ છે. લોકો પણ આ વીડિયો જોઈને અતૂલ્ય અને અદ્ભૂત જેવા શબ્દોના પ્રયોગ કરી રહ્યા છે.

image source

જો વિગતે વાત કરીએ તો આ વીડિયો શેર કર્યો એના 19 કલાકમાં જ 40 લાખ લોકોએ આ વીડિયો જોઈ નાંખ્યો છે. એટલું જ નહીં હજુ પણ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ કલાકારની રચનાત્મક કેટલીક વસ્તુએ કેવી રીતે તેને વાસ્તવિકતામાં બદલી નાંખ્યું.

image source

આ વીડિયો ન્યૂયોર્કના એક મોશન ડિઝાઈનરે શેર કર્યો છે. તેઓ આ વિશે કહે છે કે હું આ પ્રકારના વીડિયો એટલા માટે બનાવું છું કે આવા સમયમાં લોકોને શાંતિ મળે. હવે તો આ પોસ્ટને 50 લાખ આજુબાજુ વ્યૂ મળી ચૂક્યા છે. તો સાથે જ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘મેજિક નોટ ધ એર’. બીજાએ ફાયર ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી. કોઈકે કહ્યું – ‘હું તમારી દુનિયા જાદુઈ વિશ્વનો ભાગ બનવા માંગું છું’.

image source

આ પહેલાં પણ એક વીડિયો સામે આવ્યો હતો જે જોઈને લોકો ચોંકી ગયા હતાં. કારણ કે આકાશમાં ઉડતા પંખીઓને જોયા હશે પણ આકાશમાં ઉડતા માણસ વિશે ક્યારેય સાંભળ્યુ છે? જુઓ ને આ ડચ એન્જિનિયર હવામાં 300 ફીટની ઊંચાઇએ પંખી જેવી પાંખો સાથે હવામાં ઉડી રહ્યો હતો. 31 વર્ષીય ડચ એન્જિનિયર જાર્નો સ્મિત પંખીની જેમ ઉડતો પહેલો માણસ હોવાનો દાવો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instagram (@instagram)

નવાઇની વાત છે કે તે કોઇ બલુન કે જેટ વડે નહીં પણ તેમના સ્નાયુઓ ‘એમ્પ્લીફાય’ કરીને પાંખ વાપરે છે. પાંખની અંદર રહેલુ વાયરલેસ એન્જિન હોવાથી પાંખોની સરળતાથી ગુલાટ મારી શકે છે. જાર્નોએ દાવો કર્યો છે કે તેની પાંખો એ કોઇ જાદુ કે કરામત નથી પણ એન્જિનિયરીંગની કળા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત