લો બોલો, આ વ્યક્તિ ગુનો કર્યા વગર 28 વર્ષ રહ્યો જેલમાં કેદ, અને પછી….

અમેરિકાના ફિલાડેલ્ફીયામાં અશ્વેત ચેસ્ટર હોલમેન એ અપરાધ માટે 28 વર્ષ સુધી રહ્યો જે અપરાધ તેણે કર્યો જ ન હતો. વર્ષ 1991 માં તેના પર હત્યાનો આરોપ લાગ્યો. બાદમાં મુખ્ય સાક્ષીએ પોતે ચેસ્ટર હોલમેન પર ભૂલથી આરોપ લગાવ્યો હતો એમ સ્વીકાર કરતા ચેસ્ટર હોલમેનની વર્ષોની સજા પુરી થઈ હતી અને તેને છોડી મુકવામાં આવ્યો હતો. અને હવે તે વળતરની રકમથી કરોડપતિ બની ગયો છે.

અમેરિકાના ફિલાડેલ્ફીયામાં હત્યાનો ખોટા કેસનો ભેદ ખુલ્યો

image source

નિર્દોષ જાહેર થયેલા ચેસ્ટર હોલમેનને સિસ્ટમની ભૂલને કારણે જીવનના 28 કિંમતી વર્ષો જેલમાં વિતાવવા પડ્યા હતા. તેના વિરુદ્ધ પીડિત હોલમેને ફિલાડેલ્ફીયા સરકાર સામે કેસ દાખલ કર્યો હતો અને હવે તેને વળતર રૂપે 72 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલાડેલ્ફીયાના કન્વીક્શન ઇન્ટીગ્રીટી યુનિટના પ્રમુખ પેટ્રિકા ક્યુમીંગ્સએ ચેસ્ટર હોલમેનની જુલાઈ 2019 માં 49 વર્ષની વયે આ ભૂલ બદલ માફી માંગી હતી.

image source

આ યુનિટે માફી માંગતા પહેલા 15 મહિના સુધી ઘટનાની ફેર તપાસ કરી હતી જેમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી હતી. પોલીસ તપાસમાં જે ચીજો સામે આવી હતી તેના પરથી એ પણ જાણવા મળ્યું કે આ કેસમાં અન્ય એક સંદિગ્ધ આરોપી બચી ગયો હતો. ક્યુમીંગ્સએ હોલમેનની માફી માંગ્યા બાદ જણાવ્યુ કે, હું અસફળ થઈ ગયો, અમે પીડિત સાથે ફિલાડેલ્ફીયાના લોકો સામે પણ અસફળ રહ્યા.

મારા જેવા અનેક લોકો જેલની સજા ભોગવી રહ્યા હશે

અપરાધ કર્યા વિના જેલની સજા ભોગવી ચૂકેલા હોલમેન કહે છે કે જેલના સળિયા પાછળ 28 વર્ષનો સમય મારા માટે કડવો ન હતો કારણ કે મને ખબર હતી કે અપરાધ મેં નથી કર્યો. મારા જેએ કેટલાય બેગુનાહ લોકો આ પ્રકારના ખોટા કેસમાં જેલની સજા ભોગવી રહ્યા હશે અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે સંભવ પ્રયાસો પણ કરી રહ્યા હશે. અમુક લોકોને જ ન્યાય મળે છે પરંતુ ત્યારબાદનું જીવન આમ પણ પૂરું થઈ જાય છે.

મેં જે કઈં સહન કર્યું તેના માટે શબ્દો નથી

image source

હોલમેન કહે છે કે મેં 28 વર્ષોમાં મેં જે કઈં ગુમાવ્યું છે તેનું વર્ણન કરી શકાય તેવા શબ્દો મારી પાસે નથી. તેને કોઈ માપણાથી માપી શકાય નહીં. મારા પરિવારે જે દુઃખ વેઠયા, જે ટીકાઓ સહન કરી લોકોના ટોણા સાંભળ્યા તેનું વળતર કોઈ આપી શકે તેમ નથી. મારા અને મારા પરિવાર માટે જીવનનો આ સૌથી કપરો સમય હતો. ન્યાય મેળવવા માટે લડવું પડે છે. જો તમે ખોટા નથી તો તમને ન્યાય મળે પણ છે પરંતુ આ લડાઈ એક નીડર અને બેગુનાહ આરોપીની જેમ લડવી પડે છે.

માણસની આઝાદીની કોઈ કિંમત નહીં

સિસ્ટમની ભૂલના કારણે એક વ્યક્તિનું અડધું જીવન જેલમાં વીતી ગયું. તેને લઈને ફિલાડેલ્ફીયાના મેયર જિમ કેન્નેએ કહ્યું કે હોલમેન અને તેના પરિવાર સાથે મારી પુરી સંવેદના છે. કોઈ વ્યક્તિની આઝાદીની કોઈ કિંમત નથી હોતી. તેઓ ખોટા આરોપોને કારણે જેલમાં બંધ રહ્યા તેનું સૌ કોઈને દુઃખ હશે. હું કહું છું કે ન્યાય સાચો હોવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત