24 જવાનોના શહીદીનું કારણ છે આ વ્યક્તિ, નક્સલવાદનાં માસ્ટર માઈન્ડે સેના સાથે દગો કરીને મોતને ઘાટ ઉતાર્યા

હાલમાં જ નક્સલવાદીઓએ સેનાનાં જવાનોને નિશાના પર લીધા હોવાની જાણકારી મળી રહી છે. નક્સલવાદીઓએ સેનાનાં જવાનોને ત્રણેય તરફથી ઘેરી લીધા બાદ પહાડ પરથી આધુનિક શસ્ત્રો દ્વારા હુમલો કર્યો હતો. સુકમા અને બીજપુરની સીમમાં જંગલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 24 જવાન શહીદ થયા હતા. આ સાથે જાણવાં મળી રહ્યું છે કે 31 ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવ્યાં છે અને હજી પણ ઘણા જવાનોની ગુમ થયા હોવાની જાણકારી મળી રહી છે.

image source

મળતી માહિતી મુજબ આ હુમલાનો માસ્ટર માઇન્ડ નક્સલ કમાન્ડર હિડમાનો હાથ હોવાનું મનાય છે. હિડામા માટે સરકાર તરફથી 25 લાખ રૂપિયા ઈનામ પણ જાહેર કર્યું છે. આ આખા હુમલાનું કાવતરું કરનાર આ જ નક્સલવાદી છે. આરોપી નક્સલવાદી એન્કાઉન્ટર દરમિયાન આશરે 250 નક્સલવાદીઓને આ હુમલા માટે લીડ કરી રહ્યો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ હિડમા વિશે વિગતે વાત કરીએ તો તે ઘણા નામોથી ઓળખાય છે. આ નક્સલ સેનાપતિનું પૂરું નામ માડવી હિડમા છે. તેના અન્ય નામોની વાત કરીએ તો તે સંતોષ ઉર્ફે ઇંદમૂલ ઉર્ફે પોડિયમ ભીમ જેવા ઘણાં નામોથી જાણીતો છે.

image source

મળતી માહિતી મુજબ તે છેલ્લા 13 વર્ષોમાં થયેલાં ઘણા હુમલામાં તે શામેલ છે અને નિર્દય હત્યા કરવા જેવાં ઘણાં કિસ્સાઓમાં તેનું નામ જોવા મળ્યું છે. પોલીસ-ફોર્સે તેને પકડવા બદલ 25 લાખનું ઇનામ જાહેર કર્યું છે. તેનું નામ છત્તીસગઢમાં નક્સલવાદીઓના લિસ્ટમાં ટોચના નક્સલ કમાન્ડરમાં આવે છે. તેની ટીમ આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. હિડમા પાસે સુકમા અને બીજપુરના ગાઢ જંગલોનો વિસ્તાર છે. અહીં થઈ રહેલી તમામ નક્સલવાદી પ્રવૃત્તિઓની પાછળ તેનો જ હાથ છે. હિડમાની ભૂમિકાને આ વિસ્તારમાં થયેલા તમામ નક્સલવાદી હુમલામાં પ્લાનિંગથી લઈને હથિયારો સુધીની વ્યવસ્થામાં વિશેષ હોય છે. તે કેટલીક વખત છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આશરો લે છે. તેની પાસે તમામ પ્રકારના આધુનિક શસ્ત્રો છે. તેમની ટીમમાં યુબીજીએલ, રોકેટ લોન્ચર, એકે 47 જેવા આધુનિક શસ્ત્રો શામેલ છે.

image source

જાણવા મળી રહ્યું છે કે તેની ઉમર આશરે 40 વર્ષની આસપાસ હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે તેનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે આ વિસ્તારમાં નક્સલવાદ ચરમસીમાએ હતો અને ફક્ત મવાળવાદીડઓની જ અહીં હુકુમત ચાલે છે. હિડમાએ ફક્ત દસ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, પરંતુ તેનો પહેલાથી જ વાંચન અને લેખનમાં રસ રહ્યો છે. તે અંગ્રેજી પણ જોરદાર બોલી લે છે. તે સ્માર્ટ ફોનનો પણ ઉપયોગ કરે છે. એવું કહેવામાં આવે છે કે તે તેની સાથે એક નોટબુક રાખે છે. જેમાં તે તેના સમગ્ર સમયપત્રકની નોંધ રાખે છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સુકમામાં થયેલાં નક્સલવાદી હુમલામાં આરોપી હિડમા દ્વારા 17 સૈનિકોને માર્યા ગયા હતા. આ પછી એપ્રિલ 2019માં ભાજપના ધારાસભ્ય ભીમા માડવી અને તેના ડ્રાઇવર સાથે અન્ય ત્રણ સુરક્ષા કર્મચારીઓની નક્સલવાદીઓએ હત્યા કરી હતી.

image source

મળતી માહિતી મુજબ હિડમાનો જન્મ સુકમા જિલ્લાના પૂર્વર્તી ગામમાં થયો હતો. આ ગામ દુર્ગમ પર્વતો અને ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. પોલીસ ઘણા વર્ષોથી આ ગામ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે પરંતુ હજી સુધી પહોંચી શકી નથી. એવું કહેવામાં આવે છે કે હિડમાના ગામમાં લગભગ 20 વર્ષથી કોઈ શાળાની સ્થાપના થઈ નથી. આ ગામ વિશે કહેવાય છે કે કોઈ પણ શિક્ષક અહીં આવીને ભણાવવા માંગતો નથી. હિડમાનું વર્ચસ્વ આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળે છે. અહીં ફક્ત તેનાં જ નિયમો અને તેની જ સરકાર જેવી સ્થિતિ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!