આખા દેશમાં હાહાકાર મચી ગયો, ભારત બાયોટેક રસી લીધા બાદ આ વ્યક્તિનું મોત, જાણો સમગ્ર ઘટના

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ભારત બાયોટેક રસીના ટ્રાયલ દરમિયાન એક સ્વયંસેવકના મોતનો મામલો સામે આવ્યો છે. સ્વયંસેવકના પરિવારે મોત અંગે સવાલો ઉભા કર્યા છે. હવે આ સમગ્ર મામલે ભારત બાયોટેકની પણ સફાઇ આવી છે. કંપનીએ શનિવારે કહ્યું હતું કે ડોઝ આપ્યાના 9 દિવસ પછી સ્વયંસેવકનું મોત નીપજ્યું હતું અને પ્રારંભિક તપાસ મુજબ મૃત્યુનો ડોઝ સાથે કોઈ સંબંધ જ નથી. આ સાથે જ કંપનીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

image source

ભારત બાયોટેકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 21 ડિસેમ્બર, 2020ના રોજ એક સ્વયંસેવકનું મોત થયું હતું. આ મોતને ત્રીજા ટ્રાયલ સાથે જોડવામાં આવી રહ્યું છે અને મૃતકના પુત્ર દ્વારા પીપુલ્સ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સેન્ટરમાં જાણ કરવામાં આવી હતી.

image source

કંપનીએ જણાવ્યું હતું કે સ્વયંસેવકે રજીસ્ટ્રેશન સમયે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સહભાગી તરીકે સ્વીકારવાના તમામ માપદંડોને પૂર્ણ કરી ચૂક્યા છે. જ્યારે તેને રસીનો ડોઝ અપાયો હતો, ત્યારે પણ તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે રસીનો ડોઝ આપ્યાના 7 દિવસ બાદ અહેવાલમાં તે સ્વસ્થ હોવાનું જણાવાયું છે. અને તેને કોઈ જ આડઅસર હતી નહીં. ભોપાલના ગાંધી મેડિકલ કોલેજ દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે, મૃત્યુનું સંભવિત કારણ કાર્ડિયો શ્વસન નિષ્ફળતા હોઈ શકે છે, જે ઝેરને કારણે થઈ શકે છે.

image source

ભારત બાયોટેકે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ડોઝના 9 દિવસ પછી સ્વયંસેવકનું મોત નીપજ્યું હતું અને પ્રાથમિક તપાસ મુજબ મૃત્યુનો ડોઝ સાથે કોઈ સંબંધ નથી. અમારી સહાનુભૂતિ મૃતકના પરિવાર સાથે છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, કંપની હજી સુધી એ કહી શકે નહી કે સ્વયંસેવકને રસી લગાવી હતી કે પ્લેસબો. કેમ કે આ અભ્યાસનો હજી ખુલાસો થયો નથી.

image source

અહેવાલો અનુસાર, દિપલ મારવી નામના સ્વયંસેવકનું ભોપાલના પીપુલ્સ મેડિકલ કોલેજમાં 12 ડિસેમ્બરે રસીકરણ કરવામાં આવ્યું હતું, તેનું 21 ડિસેમ્બરે અવસાન થયું હતું. જમાલપુરાની સુબેદાર કોલોનીમાં તેના મકાનમાં દીપલ મૃત હાલતમાં મળી આવ્યો હતો.

image source

પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. પોલીસે 22 ડિસેમ્બરે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરિવારે મોત અંગે સવાલ ઉઠાવ્યા હતા. પણ કંપની કહી રહી છે કે ડોઝ અને મૃત્યુ સાથે કોઈ લેવા દેવા જ નથી.

image source

ઉલ્લેખનીય છે કે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ તબક્કામાં સરકારી તથા ખાનગી આરોગ્ય કાર્યકરોને રસીકરણમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે 4.33 લાખથી વધુ હેલ્થ કેર વર્કર્સની વિગતો એકત્ર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સાથે જોડાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાધાન્ય અપાશે આ માટે અત્યાર સુધીમાં 3.47 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. તે પછીના તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1.06 કરોડ લોકો તથા 50 વર્ષથી ઓછી ઉંમરના અન્ય બિમારી ધરાવતા 2.71 લાખ વ્યક્તિઓની માહિતી તૈયાર કરવામાં આવી છે. રસીકરણના સફળ આયોજન માટે અને માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર્સના એક્સપર્ટ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાતના તમામ 248 તાલુકા અને 26 ઝોનમાં 931 સેશન સાઈટ પર ડ્રાય રનનું આયોજન થઈ ગયું છે. મુખ્ય સચિવ અનિલ મુકિમે અમદાવાદ જિલ્લાની સેશન સાઈટની મુલાકાત લઈને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સાબરકાંઠા જિલ્લામાં સેશન સાઈટની મુલાકાત લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત