Shocking… બર્થ ડે પાર્ટીના ઉત્સાહમાં માં દીકરીને ભૂલી ગઇ ઘરે, 6 દિવસ પછી ઘરે આવીને જોયું તો થઇ ગયું હતુ મોત, પૂરી ઘટના વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

ક્યારેક ક્યારેક આપણી આજુબાજુ એવા બનાવોપણ બની જતા હોય છે જેના પર તાત્કાલિક આપણને વિશ્વાસ નથી બેસતો કે શું આવું પણ થઈ શકે ? પરંતુ જ્યારે આપણને એ ભાન થાય છે કે જે તે બનાવ કોઈ સપનું નહિ પણ હકીકત છે ત્યારે આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છીએ.

image source

બ્રિટનમાં જે થયું તે ખરેખર આશ્ચર્યજનક છે. કોઈ પોતાની બાળકીને કઈ રીતે ભૂલી શકે ? અને તે પણ બાળકીની માં ? આ કોઈ વાર્તા નથી પણ હકીકત છે. 18 માં વર્ષમાં પ્રવેશ કરવા પર બાળકીની માં પોતાના મિત્રો સાથે બર્થડે પાર્ટી મનાવવા ગઈ. અને આ દરમિયાન તે પોતાની બાળકીને સાવ ભૂલી જ ગઈ. જ્યારે છેક છ દિવસ બાદ તે ઘરે પરત ફરી તો તેની બાળકી તેને મૃત હાલતમાં મળી. આ મામલે મહિલાને કોર્ટ દ્વારા સજા પણ થઈ શકે છે.

image source

આ બનાવ બ્રિટનમાં ઇસ્ટ સક્સેસના બ્રાઈટનનો છે અને ઉપરોક્ત ઘટના ડિસેમ્બર 2019 ની છે. અહીં રહેતી વેર્ફી કૂદી નામક મહિલા તેના 18 માં જન્મદિવસની બર્થડે પાર્ટી ઉજવવા માટે ઘરે તેની જ નાનકડી બાળકીને છોડીને ચાલી ગઈ હતી. તે પોતાના મિત્રો સાથે પાર્ટી ઉજવવામાં એટલી મશગુલ થઈ ગઈ કે તેને પોતાની બાળકી ઘરે જ રહી ગઈ છે તે યાદ જ ન રહ્યું.

CCTV ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતી કે ઉપરોક્ત વેર્ફી કૂદી નામક મહિલા ચેક છ દિવસ પછી તેના ઘરે પરત ફરી હતી. તેણે ડોક્ટરને જણાવ્યું કે તેની બાળકી તેને કોઈ પ્રતિભાવ નથી આપી રહી. ધ સનના અહેવાલ મુજબ સસેક્સ પોલીસે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા છે જેમાં વેર્ફી કૂદી લંડન, કોવેન્ટ્રી અને સોલિહુલમાં પાર્ટી કરી રહી હોવાનું જણાય રહ્યું છે.

image source

સાથે જ એ પણ જાણવા મળ્યું હતી કે જ્યારે તે 6 દિવસ બાદ પોતાના ઘરે પરત ફ્રો તો તેણે 999 પર કોલ કર્યો અને જણાવ્યું હતું કે તેની બાળકી કોઈ રિસ્પોન્સ નથી આપી રહી. ત્યારબાદ તે પોતાની બાળકી આસિયાહને એલેકઝેન્ડ્રા ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

image source

બાળકી મૃત્યુ પામી હોવાનું જાહેર થયા બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં એવો ખુલાસો થવા પામ્યો હતો કે બાળકીનું યોગ્ય પ્રકારે ધ્યાન ન રાખવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. 4 થી 6 ડિસેમ્બર સુધી બાળકી એકલી જ ઘરમાં પડી રહી હતી અને ઘરમાં તેની સારસંભાળ લેનાર કોઈ ન હતું. આથી તેની હાલત વધુ બગડી હતી. આ કેસમાં બાળકી આસિયાહની માતાએ કોર્ટમાં પોતાના પર લાગેલા આરોપોનો સ્વીકાર કર્યો હતો અને હવે કોર્ટ તેને સજા આપવા અંગે નિર્ણય લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!