12 વર્ષ પછી બાલિકા વધુની આનંદીને જોઇને તમે પણ ચોંકી ઉઠશો, જાણો હવે આ અભિનેત્રી શું કરી રહી છે

આપણા દેશમાં ટીવી સીરીયલ અને સિનેમાનું લોકોને એટલું ઘેલું છે કે આપણે કોઈ પણ યાદગાર પાત્ર ભજવનાર અભિનેતા અથવા અભિનેત્રીને પણ એના પાત્રના નામથી જ ઓળખવા લાગીએ છીએ.

image source

બાલિકા વધુ શોમાં આનંદીનું પાત્ર ભજવનાર અવિકા ગોરને આજે પણ લોકો આનંદીના નામથી જ ઓળખે છે. જો કે આ ટીવી સીરીયલ દ્વારા તેઓ ઘરે ઘરે ઓળખવા લાગ્યા હતા. નાની ઉમરમાં જ અવિકા ટીવી શોમાં વહુ બની ગઈ અને પોતાના આ રોલથી એણે લાખો લોકોના દિલમાં પોતાના માટે સ્થાન પણ બનાવી લીધું હતું.

આપને જણાવી દઈએ કે ૧૨ વર્ષ પછીની વાત કરીએ તો બાલિકા વધુ દ્વારા જાણીતી બનેલી અવિકા દેખાવમાં પણ હવે ઘણી અલગ દેખાય છે. અભીનેત્રી ૩૦ જુનના દિવસે પોતાનો જન્મ દિવસ ઉજવવા જઈ રહી છે. આ પ્રસંગે આજે અમે એમના નવા લુકની કેટલીક તસ્વીરો પણ બતાવવા જઈ રહ્યા છીએ.

બાલિકા વધુ સિરીયલથી કરી અભિનયની શરૂઆત

image source

આપને જણાવી દઈએ કે આનંદી તરીકે ઓળખાતી અવિકા ગોરે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં બાલિકા વધુ સિરીયલથી કરી હતી. જો કે આ સીરીયલ દ્વારા અવિકા રાતોરાત લોકોની આંખોમાં વસી ગઈ હતી. આ ટીવી સીરીયલ રાજસ્થાનના જુના રીવાજો પર આધારિત હતી અને અવિકા પણ અભિનયમાં રાજસ્થાની પહેરવેશમાં જ જોવા મળી હતી. આ પાત્રને ભજવવા માટે અવિકા ગોરે પોતાને આ પાત્ર અનુસાર ઢાળી લીધી હતી.

રાજકુમારી ભૈરવીનું બાળપણનું પાત્ર

image source

બાલિકા વધુ પછી પ્રખ્યાત બની ગયેલ અવિકા ગૌર આ પછી ‘રાજકુમાર આર્યન’ ટીવી સીરીયલમાં પણ જોવા મળી હતી. જેમાં અવિકાએ રાજકુમારી ભૈરવીનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. બાલિક વધુ પછી અવિકા ગૌરની ચર્ચાઓ સસુરાલ સીમર કા ટીવી સીરીયલમાં શરુ થઇ હતી. આ ટીવી શોમાં પણ અવિકા ગોરે એક પરણિત મહિલાનું પાત્ર ભજવ્યું છે.

અવિકાને ટીકાઓનો સામનો કરવો પડયો

image source

અવિકા ગૌર ‘સસુરાલ સીમર કા’ સીરીયલ દરમિયાન ઘણી નાની હતી, એની ઉમર પણ એટલી ન હતી. ઓછી ઉમર હોવાના કારણે પરણિત વહુનું પાત્ર ભજવવા માટે અવિકાને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડયો હતો. કારણ કે આ શોમાં અવિકા બાલિકા વધુ કરતા સંપૂર્ણ પણે અલગ જ રોલમાં જોવા મળી હતી. સસુરાલ સીમર કા ટીવી સીરીયલ પછી અવિકાએ અનેક રીયાલીટી શોમાં પણ પ્રયત્ન કરી જોયો છે.

અવિકાએ ફિલ્મોમાં પણ કામ કર્યું

image source

અવિકા બોક્સ ક્રિકેટની બીજી સિઝન અને ખતરો કે ખિલાડી સીઝન નવમાં પણ ભાગ લઇ ચુકી છે. આ સિવાય અવિકાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડીયા પર પણ ખુબ જ એક્ટીવ જોવા મળે છે. આ તસ્વીરો જોઇને તમને લાગવા લાગ્યું હશે કે બાલિકા વધુમાં જોવા મળેલ અભિનેત્રી બાર વર્ષ પછી હવે કેટલી હદે બદલાઈ ચુકી છે.

Source: AmarUjala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત