જાણો ડિઝિટલ પેમેન્ટમાં ગડબડ થાય તો ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ…

ડીઝીટલ પેમેન્ટમાં ગડબડ થાય તો ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?

જરા વિચારો, જો ઓનલાઇન શોપિંગ દરમિયાન કોઈ મોબાઈલ વોલેટથી તમે પેમેન્ટ કર્યું, તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ ગયા પણ શોપિંગ પુરી જ ન થઈ કારણ કે શોપિંગ સાઈટને પૈસા જ ન મળ્યા. હવે શું કરશો? એવામાં લોકો હંમેશા ગભરાઈ જાય છે પણ તમે ગભરાશો નહિ કારણ કે આજકાલ આવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડીઝીટલ પેમેન્ટ્સ સંબંધિત ફરિયાદો માટે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી ચાલો આજે જાણી લઈએ.

image source

આજે મોટાભાગના લોકો ડીઝીટલ પેમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. વધતા ઉપયોગની સાથે સાથે એમાં ફ્રોડ કે ટેક્નિકલ ગડબડની બાબતો પણ ઝડપથી વધી રહી છે. એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ દેશના 19 શહેરોમાં 21 ડીઝીટલ ટ્રાન્જેક્શન ઓમ્બડ્સમેન એટલે લોકપાલની નિયુક્તિ કરી છે જે ડીઝીટલ પેમેન્ટ સંબંધિત સમસ્યાઓને સોલ્વ કરશે.

કઈ બાબતો માટે કરી શકો છો ફરિયાદ?

જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી તમારી જાણ બહાર ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર થઈ જાય. જો સર્વિસ પ્રોવાઈડર તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર ન કરે. જો તમે ઓનલાઇન પેમેન્ટ્સ કે ટ્રાન્જેક્શન ન કરી શકતા હોય. જો ટ્રાન્જેક્શન પછી નિશ્ચિત સમય મર્યાદામાં વોલેટમાં પૈસા જમા ન થાય. ઓનલાઇન પેમેન્ટ કે ફંડ ટ્રાન્સફરનું ટ્રાન્જેક્શન ઓનલાઇન ન દેખાય. ટ્રાન્જેક્શન ફેલ થાય તો રકમ એકાઉન્ટમાં રિફંડ ન થાય.

image source

સ્ટોપ પેમેન્ટ રિકવેસ્ટને સમય પર સ્ટોપ ન કરે. એ સિવાય યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI), ભારત બોલ પેમેન્ટ સિસ્ટમ, ભારત ક્યુઆર કોડ, યુપીઆઈ ક્યુઆર કોડ સાથે જોડાયેલી બાબતો પણ તમે ડીઝીટલ ઓમ્બડ્સમેન પાસે લઈ જઈ શકો છો.

ક્યાં કરશો ફરિયાદ?

કસ્ટમર કેર. કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે સૌથી પહેલા પોતાના પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરના કસ્ટમર કેરનો સંપર્ક કરો. એમને ઓનલાઇન ઈમેલ કરો અને સાથે બધા જરુરી ડોક્યુમેન્ટ્સ પણ અટેચ કરો. કમ્પ્લેઇન નંબર અને પોતાની કમ્પ્લેનની કોપી સાચવીને રાખો.

એમના સોશિયલ મીડિયા હેન્ડલ, જેમ કે ટ્વીટર વગેરે દ્વારા એમને ફરિયાદ કરો. પોતાની ઇમેજ માટે એ જેમ બને એમ જલ્દી કેસ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. તમારે તમારી બેંકમાં જઈને એક ફોર્મ ભરવું પડશે, એ પછી બેન્ક જરૂરી એક્શન લેશે. આજકાલ મોટાભાગે વોલેટ્સ પોતાની એપમાં જ હેલ્પ સેગમેન્ટ આપે છે જેથી કોઈપણ પ્રકારની ગડબડ થાય તો કસ્ટમર ફરિયાદ કરી શકે.

image source

જો એપ તરફથી કોઈ તકલીફ નહિ હોય તો એ તમને તમારી બેંકનો સંપર્ક સાધવા માટે કહેશે. એ પછી તમારે તમારી બેન્ક સાથે ફોલોઅપ કરવું પડશે. ફરિયાદ કર્યા પછી તમારે 30 દિવસની રાહ જોવી પડશે.– જો 30 દિવસની અંદર એમની તરફથી કોઈ જવાબ ન આવે કે પછી તમને સંતોષકારક જવાબ ન મળે કે પછી તમારી ફરિયાદ અસ્વીકૃતિ થઈ જાય તો એક વર્ષની અંદર તમે ઓમ્બડ્સમેનમાં ફરિયાદ કરી શકો છો.ઓમ્બડ્સમેન ફોર ડીઝીટલ ટ્રાન્જેક્શન.

દેશના 19 શહેરોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ઓમ્બડ્સમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. ફક્ત મુંબઈ અને દિલ્લીમાં બે બે ઓમ્બડ્સમેન અપોઇન્ટ કરવામાં આવ્યા છે. તમારા શહેરમાં ઓમ્બડ્સમેન વિશે જાણવા માટે આરબીઆઈની વેબસાઈટ પર જાઓ. ત્યાં તમારું નામ, સરનામું, ઈમેલ આઈડી, ટેલિફોન નંબર વગેરેની બધી જાણકારી મળી જશે. ઘણા ઓમ્બડ્સમેનને રાજ્યો સિવાય યુનિયન ટેરિટરીઝ અને અમુક બીજા રાજ્યોના શહેરોમાં પણ આપવામાં આવ્યા ચર એટલે પહેલા લિસ્ટમાં તમારા શહેરનું ઓમ્બડ્સમેનને કનફાર્મ કરી લો પછી ફરિયાદ કરો.

image source

તમારા સર્વિસ પ્રોવાઈડર તરફથી ફરિયાદ અસ્વીકૃત થઈ જવા પર કે કોઈ જવાબ ન આવે એ સ્થિતિમાં એક વર્ષની અંદર ઓમ્બડ્સમેનને ફરિયાદ કરવી પડશે નહિ તો તમારી ફરિયાદ પર સુનવણી નહિ થાય. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે જો તમારો કેસ પહેલેથી કોઈ કોર્ટ કચેરી કે આર્બીટ્રેટર પાસે હોય તો ઓમ્બડ્સમેન તમારી ફરિયાદ પર કોઈ કાર્યવાહી નહિ કરે.

જો તમે જાતે ફરિયાદ ન કરી શકો તો કોઈ સહયોગીની મદદ લઇ શકો છો પણ એ વકીલ ન હોવો જોઈએ. ઓમ્બડ્સમેન પહેલા સેટલમેન્ટનો પ્રયત્ન કરે છે પણ જો કોઈ પ્રકારની વાત ન બને તો એ પોતાનો નિર્ણય આપશે. જો તમે ઓમ્બડ્સમેનના નિર્ણયથી ખુશ ન હોવ તો 30 દિવસની અંદર આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સામે તમે તમારો કેસ મૂકી શકો છો. જ્યારે થાય નેટ બેન્કિંગ ટ્રાન્સફરમાં ગડબડ.

image source

જ્યારે પણ આપણે નેટ બેન્કિંગ દ્વારા કોઈ વોલેટમાં પૈસા જમા કરીએ છે તો આપણી બેન્ક અને એ વોલેટ વચ્ચે એક પેમેન્ટ ગેટવે હોય છે જે પૈસા ટ્રાન્સફર કરે છે. ક્યારેક ક્યારેક સર્વર કે નેટવર્કમાં પ્રોબ્લમના કારણે પણ પૈસા એકાઉન્ટમાંથી કપાઈ જાય છે પણ વોલેટમાં નથી આવતા. એવામાં તમારે બે દિવસ સુધી રાહ જોવી જોઈએ. સામાન્ય રીતે બે દિવસની અંદર બેંકમાં પૈસા પાછા આવી જાય છે પણ જો ન આવે તો તમારે તરત વોલેટના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે થાય કાર્ડ દ્વારા પેમેન્ટમાં ગડબડ.

જો તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી રહ્યા છો અને ત્યાં પૈસા અટકી જાય છે તો તમે સાત દિવસની રાહ જોવો. ફરિયાદની પ્રક્રિયા એ જ છે જે નેટ બેન્કિંગની છે સતર્ક રહો તેમજ સ્માર્ટ બનો. કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરતી વખતે સતર્ક રહો જો ક્યાંય કોઈ ગડબડ થાય તો તરત જ એક્શન લો.

image source

પોતાના કાર્ડ અને નેટ બેન્કિંગ પાસવર્ડ તેમજ ડિટેલ્સ સાંભળીને રાખો. તમારા બેન્ક એકાઉન્ટને વોલેટ સાથે સિંક કરવાને બદલે હંમેશા વોલેટમાં જ અમુક પૈસા જમા રાખો જેથી વોલેટમાંથી જ સરળતાથી પેમેન્ટ થઈ જાય અને દર વખતે બેન્ક ટ્રાન્સફર સુધી ન જવું પડે. વોલેટમાં પૈસા રાખવાથી તમારુ કામ સુવિધાજનક રીતે થઈ જશે અને હેકર્સને તમારા એકાઉન્ટની ડિટેલ પણ નહીં મળે

નેટ બેન્કિંગ તેમજ ડેબિટ કાર્ડના પાસવર્ડને અલગ અલગ રાખો અને થોડા થોડા સમય બદલતા પણ રહો. તમારા મોબાઈલ પર કોઈપણ એપ ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખો કે એની સાથે કોઈ માલવેર ન આવી જાય નહીં તો એ તમારા મોબાઇલની બધી જાણકારી ચોરી કરી શકે છે. જો શક્ય હોય તો અલગ અલગ વોલેટ્સ માટે અલગ અલગ ઈમેલ આઇડીનો ઉપયોગ કરો..

ઉપયોગમાં લીધા બાદ ઇ વોલેટને લોગઆઉટ કરો નહિ તો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો તકલીફ થઈ શકે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *