એવી કઈ નોકરી છે જે આખી દુનિયામાં ફક્ત ૧૧૨ લોકો અને ભારતમાં ફક્જત 1 જ વ્યક્તિ કરી રહ્યા છે, વાંચો જાણો તમે પણ

જાણો એક એવું કામ, જેને દુનિયામાં ફક્ત એકસો બાર લોકો જ કરે છે, અને ભારતમાં ફક્ત એક વ્યક્તિ, જાણી ને ચકિત થઇ જશો. એક જમાનો હતો જયારે નૌકરીઓ માટે ગણ્યા-ગાંઠ્યા ક્ષેત્રો જ હતા, જ્યાં નૌકરી કરીને લોકો પોતાનું કરિયર બનાવતા હતા. પણ આજના ઉદારીકરણ અને વૈશ્વિકીરણ ની નીતિઓથી આખી દુનિયામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને નૌકરી અને ધંધા ની બાબતમાં અને ઘણા નવા ક્ષેત્રોમાં નૌકરી નું સર્જન થયું છે.

image source

એક જમાનામાં નોકરીઓ માટે ખૂબ જ ઓછા ક્ષેત્રોમાં મર્યાદિત તકો હતી, જેમાં લોકો પોતાની કેરિયર બનાવવા વિશે વિચારતા હતા. જો કે આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે અને નોકરીઓ માટે અનેક નવા ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા છે. તમને જાણી ને હેરાની થશે કે, એક એવો પ્રોફેશન છે, જેમાં વિશ્વભરમાંથી માત્ર એકસો બાર લોકો જ કામ કરી રહ્યા છે. આ પ્રોફેશન પાણીના ટેસ્ટિંગ નો છે. જે રીતે ખાવાનું ટેસ્ટિંગ અને વાઈન નું ટેસ્ટિંગ થાય છે. એવી જ રીતે હવે પાણી ટેસ્ટિંગ નો વ્યવસાય પણ સામે આવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે, પાણીના ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. જેમાં હલકુ, ફ્રૂટી, વૂડી વગેરે ટેસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ વ્યવસાયમાં માત્ર એક જ વ્યક્તિ છે. જેનું નામ ગણેશ ઐય્યર છે. ગણેશ એય્યર દેશના એક માત્ર સર્ટિફાઈડ વૉટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે, આગામી પાંચ થી દસ વર્ષોમાં પાણી ટેસ્ટિંગ ના સેક્ટરની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે.

image source

ગણેશ અય્યર ના જણાવ્યા અનુસાર, જ્યારે તે લોકોને પોતાના વ્યવસાય અંગે જણાવે છે કે, તો લોકો ખૂબ જ હસે છે. કારણ કે એક તરફ આપણા દેશમાં પીવાનું શુદ્ધ પાણી ની સમસ્યા છે, બીજી તરફ હું એક વૉટર ટેસ્ટર છું. અય્યરે જણાવ્યું કે, આ સર્ટિફિકેટ વિશે તેમણે સૌપ્રથમ વર્ષ ૨૦૧૦માં સાંભળ્યું હતું. ત્યાર બાદ તેમણે જર્મની ની એક સંસ્થા ગ્રેફેલ્ફિંગ, જર્મની ની ડોમેન્સ એકેડેમીમાંથી સર્ટિફિકેટ કોર્સ કર્યો.

image source

ગણેશ એય્યરના જણાવ્યા પ્રમાણે, પાણી ની અલગ-અલગ ઓળખ થાય છે અને તે યુનિક હોય છે. જેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. ગણેશે જણાવ્યું કે, આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેશમાં આ વ્યવસાય ની ખૂબ જ ડિમાન્ડ હશે. ગણેશ એય્યર ની બેવરેજ કંપની વેન ના ભારત ઓપરેશન નિદેશક છે.