આવનાર સમયમાં આ 3 રાશીઓ પર રહેશે શનિની સાડેસાતીની અસર, જાણો ક્યાંક તમારી રાશિ તો નથીને આમાં?

મિત્રો, જ્યોતિષશાસ્ત્રમા શનિને ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ ગ્રહ માનવામા આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમા શનિનુ એક વિશેષ સ્થાન છે. જો તે કુંડળીમા યોગ્ય સ્થાને હોય તો તે જાતકને તમામ સુખ-સુવિધાઓ મળી રહે છે. આ ગ્રહ એ બધા જ ગ્રહોમાં સૌથી ધીમો ગતિશીલ ગ્રહ છે. જ્યારે તે એક રાશિથી બીજી રાશિમાં જાય છે, ત્યારે તે લગભગ અઢી વર્ષનો સમય લે છે.

image source

પ્રવર્તમાન વર્ષના જાન્યુઆરી માસથી શનિ મકર રાશિમા સંક્રમણ કરી રહ્યો છે અને આવનાર વર્ષ ૨૦૨૨મા ૨૯ એપ્રિલના રોજ કુંભ રાશિમા પ્રવેશ કરશે. શનિનુ રાશી પરિવર્તન કરતા સમયે શનિની સાડેસાતી શરુ થઈ જાય છે. હાલ, પ્રવર્તમાન વર્ષમા શનિ મકર રાશિમા હોવાને કારણે આ સમયે શનિ ધન, મકર અને કુંભ રાશિમાં શનિ ત્રણ રાશીઓ પર સાડેસાતી લઈને આવી રહ્યો છે ત્યારે શનિની સાડેસાતીનો ભોગ બનતી આ ત્રણ રાશીઓ કઈ છે ચાલો જાણીએ.

ધન રાશિ :

આ રાશીજાતકો પર ત્યારે સાડેસાતીનો અંત આવશે જ્યારે શનિ પોતાની રાશિમા આગમન કરશે. આ જાતકોએ આવનાર સમયમા સાડેસાતીના કારણે વ્યવસાય ક્ષેત્રે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ધનની હાનિનો પણ સામનો કરવો પડી શકે છે, માટે નાણાકીય નિર્ણય લેતા પૂર્વે વિશેષ સાવચેતી રાખવી. આ જાતકોને વર્ષ ૨૦૨૩મા આ સાડેસાતીમાંથી રાહત મળશે.

મકર રાશિ :

આ રાશીજાતકોની સાડેસાતીનો ૨૦૨૫મા અંત થશે. આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એક રાશિ પર અઢી વર્ષ શનિની અસર રહે છે. આ જાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્ય બાબતે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. જો તમે અમુક વિશેષ સાવચેતીઓ નહિ રાખો તો તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાવું પડી શકે છે. જ્યારે શની મીન રાશિમા પ્રવેશશે ત્યારે તેની સાડેસાતી નો અંત આવશે.

કુંભ રાશિ :

આ જાતકો પણ આવનાર સમયમા શનિની સડેસાતીનો ભોગ બનશે. આ કારણોસર આ જાતકોએ આવનાર સમયમા અનેકવિધ નાણાકીય સમસ્યાઓનો ભોગ બનવુ પડી શકે છે. આ જાતકોએ આવનાર સમયમા કોઈપણ કાર્ય કરતા સમયે વિશેષ સાવચેતી વર્તવી. આ જાતકોને આ સાડેસ્તીમાંથી ત્યારે મુક્તિ મળશે જ્યારે તે આ રાશીમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ