જીદ્દી લડકા નામની આઈડીથી મિત્રતા થઈ, કપાયેલો હાથ બતાવી MPની યુવતીને અ’વાદ બોલાવી, પછી હોટલમાં જઈને….

રેપની ઘટનાઓના કિસ્સા અને સોશિયલ મીડિયા પર યુવતીઓને કડવા અનુભવના કિસ્સા ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. આપણે અવાર નવાર આવા કિસ્સા વિશે સાંભળ્યું જ છે કે રેપ થયો અથવા તો સોશિયલ મીડિયા પરની મિત્રતા કરીને છોકરીનો ખોટો ઉપયોગ કર્યો અથવા તો કડવો અનુભવ થયો. ત્યારે આમ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાંક જિંદગીને નુકસાન પહોંચાડી રહ્યો છે એ વાત પણ સાચી છે, જો કે આવી અનેક ઘટનાઓ સામે આવવા છતાં લોકો ચેતવામાં સમજતા નથી.

image source

ત્યારે કંઈક આવી જ એક ઘટના મધ્ય પ્રદેશની યુવતી સાથે બની હતી. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદ બોલાવી યુવકે તેણીને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર કપાયેલા હાથનો ફોટો મૂકી શખ્શે જીદ્દી લડકા કેપ્શન લખી યુવતીને અમદાવાદ બોલાવી હતી. બાદમાં હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. શખ્સે આવી તસવીર મૂકીને યુવતીને કહ્યું હતું કે, “તું નહીં આવે તો હું મરી જઈશ.” આ મામલે યુવતીએ એમપીમાં ફરિયાદ આપતા આ ફરિયાદ ખાડીયા પોલીસને ટ્રાન્સફર થઈ છે. અને હવા આ મામલે ખાડીયા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. છોકરી વિશે વાત કરીએ તો મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-10 સુધી અભ્યાસ કરનાર 22 વર્ષીય યુવતીની આ વાત છે.

image source

આ યુવતી ઈન્સ્ટાગ્રામ આઈડી પર જૂન-2019માં “જીદ્દી લડકા” નામના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. પછી યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારી અને વાતો શરૂ થઈ. પછી “જીદ્દી લડકા”માં છોકરીને પણ લાગણી બંધાઈ અને સામે વાળા છોકરાએ કપાયેલા હાથનો ફોટો મોકલી છોકરીને કહ્યું કે”તું નહીં આવે તો હું મરી જઈશ” તો છોકરીને પણ થયું કે આ તો ખરાબ થઈ રહ્યું છે અને જેના કારણે યુવતી ઉજ્જૈનથી ઓગસ્ટ-2019માં માતાપિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી હતી અને યુવકને મળી હતી.

image source

પછી થયું એવું કે યુવક યુવતીને હોટલમાં લઈ ગયો. એમાં પણ જિદ્દી લડકાએ ગજબનું મગજ વાપર્યું હતું એવું કહીને ખાડીયાના રાયપુર વિસ્તારની હોટલ સન્માનમાં લઈ ગયો હતો.

image source

અહીં યુવતીને લગ્નની લાલચ આપીને આરોપીએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ ફરી આરોપી યુવકે યુવતીને ઓક્ટોબર-2019માં ધમકી આપી અમદાવાદ બોલાવી હતી અને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

image source

આવું બે વખત થતાં યુવતીએ લગ્નની વાત કરી તો યુવકે ‘હજુ ઘરે વાત નથી કરી, તું જા, હું ઘરે લગ્નની વાત કરી લઈશ અને પછી તને જણાવશી. એના પછીની વાત કરીએ તો બાદમાં ઓક્ટોબર- 2020 સુધી યુવકે યુવતી સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં ફોન બંધ કરી દીધો હતો. યુવતીએ આ મામલે પિતાને જાણ કરતા તેઓએ ઉજ્જૈનના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ગુનો અમદાવાદ બન્યો હોવાથી મધ્ય પ્રદેશ પોલીસે ઝીરો નંબરથી “જીદ્દી લડકા” વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરિયાદના કાગળો અમદાવાદ ખાડીયા પોલીસ સ્ટેશનને મોકલી આપતા ખાડીયા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો છોકરા પર ફિટકાર વરસાવી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે કે છોકરીએ પણ આ રીતે હોટલમાં મળવા ન જવું જોઈએ અને માતા પિતાની આજ્ઞા વગર આવા સ્ટેપ ન લેવા જોઈએ.