Site icon News Gujarat

આવો જાણીએ કેટલો પાવરફુલ છે ભારતીય પાસપોર્ટ, પાકિસ્તાનની હાલત છે અત્યંત ખરાબ

વર્ષ 2021 0માં પ્રકાશિત વૈશ્વિક રેન્કિંગ મુજબ જાપાનના પાસપોર્ટને વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવ્યો છે. જાપાનમાં રહેતા લોકો આ પાસપોર્ટ સાથે 191 દેશોની વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે.

image source

છેલ્લા ચાર વર્ષથી જાપાન આ રેન્કિંગમાં ટોચ પર છે. આ યાદીમાં બીજા ક્રમે સિંગાપોર આવે છે. આ દેશમાં રહેતા લોકો 190 દેશો માટે મુસાફરી વિઝા ફ્રી કરી શકે છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે જર્મની અને દક્ષિણ કોરિયા

image source

આ યાદીમાં ત્રીજા ક્રમે જર્મની અને દક્ષિણ કોરિયા છે. બંને દેશોના લોકો 189 દેશોમાં વિઝા ફ્રીમુસાફરી કરી શકે છે. આ સિવાય આ યાદીમાં ચોથા સ્થાને ચાર દેશો છે. ઇટાલી, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ અને સ્પેનમાં રહેતા લોકો 188 દેશોની મુસાફરી કરી શકે છે. આ જ સૂચિમાં, ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક પાંચમાં સ્થાને છે અને આ દેશોના લોકો 187 દેશોમાં મુસાફરી વિઝા ફ્રી કરી શકે છે. તો બીજી તરફ છઠ્ઠા સ્થાને પર, ફ્રાંસ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ અને સ્વીડન પાંચ દેશ છે. આ તમામ દેશોના લોકો 186 દેશોમાં વિઝા વિના મુસાફરીનો આનંદ માણી શકે છે.

આ યાદી હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવી

આ વર્ષે આ રેન્કિંગ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટાના આધારે છે. જો કે, આ વર્ષની રેન્કિંગમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે ઘણા દેશોમાં મુસાફરી પરના અસ્થાયી પ્રતિબંધોને સામેલ કરવામાં આવ્યા નથી.

સાત વર્ષ પહેલા અમેરિકા આ સૂચિમાં ટોચ પર હતું

image source

આ સિવાય આ લિસ્ટમાં બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા, કેનેડા, હંગેરી, નોર્વે, સ્વિટ્ઝરર્લન્ડ, UK અને યુએસએ જેવા દેશો ટોપ ટેન કેટેગરીમાં આવે છે. સાત વર્ષ પહેલા અમેરિકા આ સૂચિમાં ટોચ પર હતું, પરંતુ હવે આ દેશ સાતમા સ્થાને આવી ગયો છે.

ભારતના લોકો 58 દેશોની યાત્રા કરી શકે છે

image source

વર્ષ 2020 માં, ભારતીય પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની સૂચિમાં બે સ્થાન નીચે આવીને 84 માં ક્રમે આવ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા વિના વિશ્વના 58 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે.

image source

એક નવા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ સાથે મૌરિટાનિયા અને તજાકિસ્તાન પણ 84 મા ક્રમે છે. ચીનનો પાસપોર્ટ ભારત કરતા વધુ શક્તિશાળી છે અને તે 71 માં ક્રમે છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી ખરાબ પાસપોર્ટ છે, જ્યારે પાકિસ્તાનનો પાસપોર્ટ ચોથી સૌથી ખરાબ પાસપોર્ટ છે.

ફઘાનિસ્તાનનું નામ સૌથી છેલ્લું

image source

આ સૂચિમાં અફઘાનિસ્તાનનું નામ સૌથી છેલ્લું છે અને આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો છે. અફઘાનિસ્તાનમાં રહેતા લોકો ફક્ત 26 દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. આ સિવાય ઇરાકના લોકો 28 દેશોની, સીરિયાના લોકો 29 દેશોની અને પાકિસ્તાનના લોકો ફક્ત 32 દેશોમાં ફ્રી વિઝા મુસાફરી કરી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version