Site icon News Gujarat

અહીં વેલેન્ટાઈન ડેનો કંઈક આવો હતો નઝારો, 59 કપલ્સે હાથી પર બેસીને પ્રભુતામાં પગલા પાડ્યા

પ્રેમનો દિવસ હોય અને એ દિવસે મનગમતી વ્યક્તિ તમારી સાથે હોય તો એ દિવસની તો વાત જ કંઈક અલગ થઈ જાય છે.એમાંય જો એ જ દિવસે તમારી મનગમતી વ્યક્તિ તમારા જીવનસાથીના રૂપમાં મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.. થાઈલેન્ડમાં વેલેન્ટાઈન ડેના દિવસે 59 જોડીઓએ હાથી પર ચડીને લગ્ન કર્યા હતા. આ અનોખી રસમ જોવા માટે રાજધાની બેંગકોકમાં હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. હાથીઓ પર બેઠેલા આ કપલ્સની આગળ આગળ લોકો બેન્ડ બાજા સાથે નાચતા ગાતા ચાલી રહ્યા હતા.

બેંગકોક.

image source

થાઈલેન્ડમાં વેલેન્ટાઈન ડેના દિવસે 59 કપલ્સએ હાથી પર ચડીને લગ્ન કર્યા. લોકોએ બેન્ડ બાજા સાથે નાચતા ગાતા આ લગ્નનો લાભ લીધો. આ બધાની વચ્ચે એક સ્થાનીય અધિકારી પણ હાથી પર સવાર કપલ્સના મેરેજ સર્ટિફિકેટ પર સાઈન કરતા દેખાયા.

મહિનાઓ સુધી રાહ જોવે છે લગ્નઇચ્છુક કપલ્સ.

image source

આ સમારોહમાં 26 વર્ષના દુલ્હા પતિપતન પંથને પોતાની 23 વર્ષની દુલહન સાથે લગ્ન કર્યા. એમને કહ્યું કે આ સમારોહમાં લગ્ન કરવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે મને મેરેજ સર્ટિફિકેટ પણ મળી ગયું. આ મારા માટે ખૂબ જ અસાધારણ ઘટના છે.

હાથી પર બેસીને લગ્ન થાઇલેન્ડનો જૂનો રિવાજ.

image source

હાથી ઉપર બેસીને લગ્ન કરવાનો રિવાજ એ થાઈલેન્ડમાં ઘણો જ જૂનો છે. બેંગકોક પાસે આવેલું ચોનબુરી પ્રાંતના નોંગ નુચ ટ્રોપિકલ ગાર્ડનમાં આ સમારોહ દર વર્ષે વેલેન્ટાઈન ડેના દિવસે આયોજિત કરવામાં આવે છે. પહેલાના સમયમાં આ સમારોહમાં લગભગ 100થી વધુ કપલ્સ સામેલ થતા હતા. આ વર્ષે કોરોના વાયરસના કારણે આ સંખ્યા ઘટીને 59 સુધી પહોંચી ગઈ છે.

કોરોનાના કડક પ્રોટોકલનું કરવામાં આવ્યું પાલન.

image source

નોંગ નુચ ટ્રોપિકલ ગાર્ડનના અધ્યક્ષ કમ્પોન તાનસાચાએ કહ્યું કે આ વૈવાહિક સમારોહમાં સામેલ થવા માટે સ્ક્રીનીંગ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે અહીંયા લોકો સુરક્ષિત મહેસુસ કરી રહ્યા હતા. હવે મોટી સંખ્યામાં પર્યટકો પણ બોટનીકલ ગાર્ડનમાં ફરવા માટે આવી રહ્યા છે. એટલે અમે સુરક્ષામાં કોઈ જ કચાશ નથી રાખી રહ્યા.

થાઈલેન્ડમાં ફરીથી વધી રહી છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી.

image source

તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં અડધી વસ્તી ટુરિઝમ આશ્રિત છે. દર વર્ષે આ દેશમાં કરોડોની સંખ્યામાં પર્યટક રાજધાની બેંગકોક સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ફરવા માટે આવે છે. કોરોના વાયરસને કારણે સરકારે યાત્રા પર લગાવેલી રોકને પણ હવે ખતમ કરી દીધી છે. એનાથી થાઈલેન્ડમાં પર્યટને ફરીથી જોર પકડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version