WHOએ કહ્યું..આ વર્ષે ખતમ નહીં થાય કોરોના, પણ આ વસ્તુથી આવશે નિયંત્રણ, જાણો નહિં તો આવી જશો ઝપેટમાં…

કોરોના વાયરસ વેક્સિનને લઈને WHOની ચેતવણી, જાદુઈ ગોળીની જેમ નહીં થાય અસર

કોરોના વાયરસના કેરનો સામનો કરી રહેલા દુનિયાને આગામી થોડા મહિનામાં બધાં લોકોને વેક્સિન આવવાની આશા જાગી છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જારી કરતા કહ્યું કે, આ વેક્સિન કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે કોરોના વાયરસને એક ઝટકામાં ખતમ કરી દેશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે કોરોના વાયરસના સંકટ આ વર્ષના અંત સુધીમાં ખતમ નહીં થાય. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસે કહ્યુ કે, આપણે લાંબો રસ્તો કાપવાનો છે તેથી બધાએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.

image source

અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિકના સલાહકારે પણ આપી ચેતવણી

અમેરિકાના સંક્રમિત રોગ નિષ્ણાંત ડો. એન્થોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે કહ્યુ કે, વેક્સિન બનાવવાના દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણની જેમ હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણામોની સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી. WHO ના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું કે એમ વિચારવું યોગ્ય નથી કે વર્ષના અંત સુધી કોરોના ખતમ થઈ જશે. આ અપરિવક્વતા વાળી વાત છે. પરંતુ હાલમાં રસીના કારણે જીવલેણ કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

image source

વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશે

WHOએ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. માઈકલ રેયાનાએ કહ્યું દુનિયાભરના દેશોએ હજું કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું કે જો આપણ હોંશિયાર છીએ તો દર વર્ષના અંત સુધી કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મોત અને મહામારી સાથે જોડાયેલા ત્રાસને ખતમ કરી શકીએ છીએ. ડો. રેયાને કહ્યુ કે WHO અનેક લાઈસન્સ પ્રાપ્ત રસીના ડેટાના આધારે આ કહી રહ્યુ છે કે રસીથી વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશે.

image source

રસીથી મહામારીને નિયંત્રિત કરવાની દિશામાં તેજી લાવી શકીએ છીએ

ડો. રેયાને કહ્યું કે જો રસી ન ફક્ત મોત પર અને ન ફક્ત હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી, બલ્કે ટ્રાન્સમિશન ડાયનેમિક્સ અને સંક્રમણના જોખમો પર અસર કરવાનું શરુ કરે છે. તો મારુ માનવું છે કે અમે આ મહામારીને નિયંત્રિત કરવાની દિશામાં તેજી લાવી શકીએ છીએ.

image source

આવી મહામારીની કોઈ ગેરન્ટી નથી

પરંતુ તેમણે રસીને લઈને ભારે ઉત્સાહને લઈને ચેતવ્યા છે. ડો. રેયાને કહ્યું આવી મહામારીની કોઈ ગેરન્ટી નથી. જો કે ઘણા હદ સુધી વાયરસ નિયંત્રણમાં છે. આ દરમિયાન WHOના મહાનિર્દેશકે કહ્યું કે અફસોજનક છે કે કેટલાક અમીર દેશોમાં યુવા અને સ્વસ્થ્ય વયસ્કોને વિકાસશીલ દેશોમાં જોખમવાળા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની પહેલા કોરોના વાયરસની વિરુદ્ધ રસીકરણ કરાઈ રહ્યુ છે.

image source

દુનિયાના દેશો કોઈ રેસમાં નથી પરંતુ આ વાયરસની વિરુદ્ધ લડાઈ છે

એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રોયાસસે કહ્યું કે યૂએન તરફથી પુરી પડાઈ કોવાક્સ રસી ઘાના અને આઈવરી કોસ્ટમાં આ અઠવાડિયાથી લાગવાની શરુ થઈ ગઈ છે. પરંતુ તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે બ્રિટન, અમેરિકા અને કેનેડા જેના દેશોમાં આ ફક્ત 3 મહિનામાં શરુ થઈ ગયું જ્યાં રસી આપવાનું શરુ થઈ ગયું. દુનિયાના દેશો કોઈ રેસમાં નથી પરંતુ આ વાયરસની વિરુદ્ધ લડાઈ છે. અમે કોઈ દેશને તેમના લોકોને જોખમમાં નાંખવાનું નથી કહી રહ્યા પણ વાયરસને ખતમ કરવા વૈશ્વિક પ્રયાસનો ભાગ બનવાનું કહી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!