કોરોનાનો હાહાકાર: જાણી લો કોરોનાના કેસમાં સતત વધારો થશે તો આવતા અઠવાડિયે કેવી રહેશે પરિસ્થિતિ…

છેલ્લા ઘણા દિવસોથી ઘાતક વાયરસનો કહેર વધ્યો, જો આવીને આવી પરિસ્થિતિ રહી તો, વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ!

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)નું સંક્રમણ ડરામણી હદે વધી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) અને વડોદરા (Baroda)માં બગીચાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ચાર મહાનગરોમાં તો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ (Night Curfew)ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઘાતક વાયરસનો કહેર વધ્યો છે.

image source

રાજ્યના ઘણા શહેરોમાં ફરીથી મહામારીએ એવો ઉથલો માર્યો છે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદ્યા પછી પણ કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. જો આવીજ પરિસ્થિતિ રહી તો આ મહિનાની 27-28 તારીખે સરકાર દિવસનો પણ કર્ફયુ જાહેર કરે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના કેસોમાં વૃદ્ધી થતા સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

હાલ કોરોનાના કેસોમાં વૃદ્ધી થતા સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે તેવી અટકળો

image source

રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમજનક કોરોના કેસ ૧,૬૦૭ ૨૭મી નવેમ્બર ૨૦૨૦ના રોજ નોંધાયા હતા. ત્યાર પછી જીવલેણ વાયરસો રફતાર પકડી હતી. નોંધનીય છે કે માત્ર ત્રણ મહિનામાં હાલ કોરોનાએ ગુજરાતમાં પકડ જમાવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમજનક ૧,૬૦૭ કેસ ૨૭મી નવેમ્બર ૨૦૨૦ના રોજ નોંધાયા

ઉલ્લેખનીય છે કે આગમી અઠવાડીયે રંગોત્સવો મહોત્સવ એટલે કે હોળી ધુળેટીનો તહેવાર છે. ત્યારે આ તહેવાર અંતર્ગત પ્રજાજનો બહોળી સંખ્યામાં એક સ્થળે એકત્રિત ના થાય તે માટે ગુજરાત રાજ્યના ડાકોર, દ્વારકા, સહિતના મોટાભાગના દેવ સ્થાનો, મંદિરો, ડાંગ, પંચમહાલ, દાહોદ સહિતના આદિવાસી ક્ષેત્રોમાં દર વર્ષે આયોજીત કરવામાં આવતા મેળા-મહોત્સવ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં હોળી ધુળેટીનો તહેવાર ભારે ઉલ્લાસ સાથે ઉજવાય છે. સાથે સાથે શહેરની સોસાયટીઓમાં હોળી પ્રાગ્ટય, પૂજા અર્ચના પણ કરવામાં આવે છે, ત્યારે આ મામલે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જો પ્રજા જનો સાવચેતી નહી રાખે તો વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨ જ્યારે વડોદરા-રાજકોટમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.

કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૧-સુરતમાં ૯૮૪, વડોદરામાં ૨૪૩ જ્યારે રાજકોટમાં ૨૦૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૮૩, સુરતમાંથી ૨૯૮, વડોદરામાંથી ૧૪૦, રાજકોટમાંથી ૮૮ એમ રાજ્યભરમાંથી ૯૬૯ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૭૪,૨૪૯ દર્દીઓ સાજા થયા છે જ્યારે રીક્વરી રેટ ૯૬.૦૮% છે. શુક્રવારની સ્થિતિએ રાજ્યમાં ૬૨,૯૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૪૦,૮૧૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

image source

કોરોના સામેની લડતમાં 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે- નેહરા

1. આ લડાઈ લાંબી છે. એક કે બે અઠવાડિયામાં પૂરી નહીં થાય. માનસિક રીતે આપણે બધાએ ખાસ કરીને દુનિયામાં કોઈ રસી, દવા ન શોધાય ત્યાં સુધી મક્કમતા સાથે માનસિક તૈયારી રાખવાની છે.

2. આ લડાઈ સરળ નથી. માનવતાના ઈતિહાસમાં સૌથી અઘરી બાબત છે, પડકાર છે. વિક્સિત દેશોમાં પણ આ વાયરસે ખુબ તકલીફ ઊભી કરી છે. એટલે સ્પષ્ટ છે કે આ પડકાર સરળ નથી. આપણે બધાએ મળીને આ લડાઈ લડવાની છે.

image source

3. ગમે તેટલી અઘરી બાબત હોય પણ છેલ્લે આપણે બધાએ આ વાયરસ સામે જીતવાનું છે. આપણે ફક્ત બધાએ મક્કમતા, સંકલ્પબદ્ધ, શિસ્તબદ્ધ થઈને ચાલવાનું છે. છેલ્લે આપણી જીત ચોક્કસ થશે. જેટલું વહેલું આપણે આપણી આદતો બદલીશું તેટલું જલદી આ વાયરસ પર જીત મેળવી શકીશું. આપણે એલર્ટ રહેવાનું છે, બધી સૂચનાઓનું પાલન કરવાનું છે.

રસીકરણ અંગે સીએમ એ જણાવ્યું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે. દરરોજ 60 હજાર લોકોના ટેસ્ટિંગનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ સક્રિય રીતે કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *