Site icon News Gujarat

કોરોનાની રસીને લઇને CM રૂપાણીએ કરી મોટી જાહેરાત, 1 મેથી કોરોના સંક્રમિત આ 10 જિલ્લાઓમાં 18+ને અપાશે રસી, જાણો વધુ માહિતી

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1લી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ શરુ થવાનું છે. આ મુદ્દે આમ તો છેલ્લા 2 દિવસથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. તેવામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મોટી સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે રાજ્યની જનતાને રસીકરણ અંગે આ વાત કહી હતી.

image source

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના પ્રજાજોગ સંદેશમાં કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ધરાવતા 10 જિલ્લાઓમાં જ 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં 1લી મેથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી જ કે રસીકરણની જાહેરાત કરવામાં આવી છે પરંતુ રસીનો પુરતા ડોઝ રાજ્ય સરકારને મળ્યા નથી. તેથી રસીકરણ મોડું થશે તેવી વાત હતી. જાણવા મળ્યાનુસાર રાજ્ય પાસે 29 એપ્રિલે 4.62 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ હતા.

image source

તેવામાં આજે જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના જે 10 જિલ્લાઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે ત્યાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના 18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુથી ઝડપથી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

image source

ગુજરાતે અત્યાર સુધીમાં અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. આ સિવાય વધુને વધુ વેક્સિનના ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર રસી બનાવતી બંને કંપનીઓના સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં 3 લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી 10 જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

હાલ કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આવતીકાલે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

image source

જણાવી દઈએ કે રાજ્ય સરકારને મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. એટલે જે રીતે વેક્સિન ઉપલબ્ધ થશે તે રીતે તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો પ્રારંભ કરાશે.

રસી માટે જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version