આ પક્ષીની વસ્તી છે વિશ્વમાં સૌથી વધુ, પક્ષી વિશેની આ રોચક માહિતી જાણીને તમને પણ થશે આશ્વર્ય

શું તમે જાણો છો કે પૃથ્વી પર કેટલા પક્ષીઓ રહે છે? કયા પક્ષીઓની વસ્તી સૌથી વધુ છે? શું તેઓની પણ ગણતરી થાય છે? જી હા, પક્ષીઓની વસ્તીની પણ ગણથરી કરવામાં આવે છે. વિશ્વમાં કયા પક્ષીઓની જાતિ સૌથી વધુ છે તે વિશે પણ આ માહિતી એકત્રિત કરવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આવા પક્ષીની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે, જેને આપણને આજકાલ ભાગ્યે જ જોવા મળે છે. આ વિશે ઘણા સંશોધન પણ કરવામાં આવ્યાં છે.

image source

પૃથ્વી પર એકસાથે 50 બિલિયન અથવા 5000 કરોડ પક્ષીઓ રહે છે. પરંતુ ફક્ત ચાર જાતિઓ છે જે આ સમગ્ર વસ્તીનો મોટો ભાગ છે. કારણ કે મોટાભાગની જાતિઓ દુર્લભ બની રહી છે. તેમજ કેટલીક લુપ્ત થવાના આરે છે. ચાર જાતિના પક્ષીઓમાં જે સૌથી વધુ છે – પ્રથમ સ્થાને હાઉસ સ્પેરોઝ છે. તે પછી યુરોપિયન સ્ટારલિંગ્સ, ત્રીજા નંબરે રિંગ-બિલ્ડ ગુલ્સ અને ચોથા ક્રમે બાર્ન સ્વેલોસ છે. આ ચાર જાતિની વસ્તી 1000 કરોડથી વધુ છે.

image source

બીજી બાજુ આવી 1180 જાતો છે, જેમાં દરેકમાં ફક્ત 5000 પક્ષીઓ જ બચ્યા છે. એટલે કે તેઓ દુર્લભ છે અથવા તેમની જાતિઓ લુપ્ત થવાની આરે છે. ઓસ્ટ્રેલિયાની સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં પોસ્ટ-ડોક્ટોરલ ફેલો કોરી કેલેગને પક્ષીઓની વસ્તીની ગણતરી કરી છે. કોરીએ કહ્યું કે પ્રકૃતિ હંમેશાં દુર્લભ જાતિઓને વધારે પસંદ કરે છે. તેથી, તેમની સુરક્ષા તેમની જાતે ગોઠવાય છે. એમેઝોન જેવા વિશ્વના ઘણા જંગલોમાં ઘણા દુર્લભ પક્ષીઓ રહે છે. અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે તેમનો ડેટા છે.

કોરી અને તેના સાથીઓએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે પૃથ્વી પર દરેક માણસો ઉપર છ પક્ષીઓ છે. અગાઉ, પક્ષીઓની પ્રજાતિ મુજબની વસ્તી 24 વર્ષ પહેલાં ગણવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે તેમની વસ્તી 20 થી 40 હજાર કરોડની વચ્ચે છે. આ આંકડાઓ ખૂબ વધારે હતા. જ્યારે આ સમયની ગણતરીમાં બહુ ઓછા પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે. એવું બન્યું છે કે આ વખતે પક્ષીઓની વસ્તી ખૂબ જટિલ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ સાથે ગણાઈ છે. જે વધુ સચોટ છે.

image source

કોરીએ સિટિજલ સાઈંસ ડેટાથી પક્ષીઓના આંકડા નિકાળ્યા. આ આંકડા Online Database ebird પર ઉપલબ્ધ છે. તેના આધારે તેણે એક મોડેલ તૈયાર કર્યું. તેનું વિશ્લેષણ કર્યા પછી, વિવિધ જાતિના પક્ષીઓની સંખ્યાની માહિતી મેળવી. કોરી અને તેની ટીમે તેમના અહેવાલને મજબૂત બનાવવા માટે 724 પ્રજાતિઓનો અલગથી અભ્યાસ કર્યો. આ મોડેલ જાણવા મળ્યું કે વિશ્વમાં 9700 પ્રજાતિના 5000 કરોડ પક્ષીઓ છે.

image source

ઇંગ્લેન્ડની રોયલ સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ બર્ડ્સના રિચાર્ડ ગ્રેગરીએ જણાવ્યું હતું કે સિટિઝન સાયન્સ સાઇટ અને તેના આધારે થયેલા સંશોધનમાં જુદી જુદી શક્તિ અને નબળાઇઓ હોય છે. ebird માં ઉષ્ણકટિબંધીય વિસ્તારોના પક્ષીઓની વસ્તી વિશે સંપૂર્ણ માહિતી નથી. જ્યારે ત્યાં ગરમ અથવા ઠંડા વિસ્તારોમાં રહેતા પક્ષીઓ વિશે માહિતી છે.

image source

રિચાર્ડે કહ્યું હતું કે Red Billed Queleaને પૃથ્વી પરનુ સૌથી વધુ વસ્તીવાળુ પક્ષી માનવામાં આવે છે. જ્યારે કોરી અને તેના સાથીઓના સંશોધનમાં, તેની વસ્તી ફક્ત 9.50 કરોડ હોવાનું નોંધાયું છે. બીજું ઉદાહરણ એ છે કે આ સંશોધનમાં, Ivory-Billed Woodpeckersની વસ્તી 500 હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આ પ્રજાતિ વિશ્વમાંથી લગભગ નાસ પામી છે.

image source

રિચાર્ડે કહ્યું કે આવી ભૂલો ઓછી માહિતી ધરાવતા લોકો દ્વારા પક્ષી જોઈને ડેટા રેકોર્ડ કરવાથી થાય છે. અથવા તેમનો ખોટો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે. જે બાદમાં સમીક્ષા કર્યા પછી દૂર કરવામાં આવે છે. જો કે, રિચાર્ડના મુદ્દાને સંપૂર્ણ રીતે નકારી કાઢતાં, કોરી કેલેગને કહ્યું કે થોડી પ્રજાતિઓની સંખ્યા પર પ્રશ્ન કરવાથી આખી ગણતરી ખોટી નથી થતી.

image source

કોરી કેલેગને કહ્યું કે પક્ષીઓની વસ્તી સુધારવાનું કામ મનુષ્ય કરી શકે છે. આ માટે વધુ સંશોધન કરવાની જરૂર છે અને સંરક્ષણના નવા પગલા લેવા પડશે. સૌ પ્રથમ, માણસોએ જંગલ કાપવાનું બંધ કરવું પડશે. અથવા, કોઈ એવી જગ્યા બનાવવી પડશે કે જ્યાં આ પક્ષીઓ પોતાનું જીવન આરામથી પસાર કરી શકે. તેઓ આ પૃથ્વી પર પણ રહે છે, તેથી મનુષ્યને તેમના ઘરને મારવા અથવા નાશ કરવાનો અધિકાર નથી.