7 વર્ષના બાળકની એક જ ભૂલ અને કોચે 27 વખત જમીન પર પછાડ્યો, ઢોર માર મારી ધકેલી દીધો મોતના મુખમાં

હાલમાં તાઇવાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક જુડો કોચે 7 વર્ષીય નવા વિદ્યાર્થીની આડકતરી રીતે હત્યા કરી નાખી હતી. આ 7 વર્ષના બાળકે કોચને મૂર્ખ કહ્યો હતો. આ પછી કોચે તેને તેના સોનિયર વિદ્યાર્થીઓ સાથે લડત આપી હતી. આ દરમિયાન તેને 27 વાર જમીન પર પણ પટકવામાં આવ્યો હતો. આ કારણે વિદ્યાર્થી ઉલટી કરતી વખતે બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યા 2 મહિના કોમામાં રહ્યા બાદ તેનું અવસાન થયું.

image source

આ વિદ્યાર્થીનું નામ હુઆંગ કહેવામાં આવી રહ્યું છે. 21 એપ્રિલે તેમને સેન્ટ્રલ તાઈચુંગની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ હુઆંગ બ્રાન હેમરેજ થવાના કારણે લગભગ 70 દિવસ કોમામાં રહ્યો હતો. તેના શરીરના મોટા ભાગના ભાગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. માતાપિતાએ હુઆંગને લાઇફ સપોર્ટમાથી હટાવી લેવાનો નિર્ણય કર્યો હતિ અને આ દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. વાત કરીએ આ કોચ વિશે તો તેની ઉમર 60 વર્ષ છે અને તે કોચને તેની અટક ‘હો’ દ્વારા ઓળખવામા આવે છે. તાજેતરમાં જ તેને લગભગ 2.66 લાખ રૂપિયા ભરીને કોર્ટમાંથી જામીન પર છોડવામા આવ્યો હતો.

image source

હવે જો આ ઘટનામા કોચ દોષી સાબિત થાય છે તો તેને 7 વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. આ મામલો સામે આવ્યા પછી જાણવા મળ્યું કે કોચ પાસે લાઇસન્સ પણ હતું નહી. એક મીડિયા રિપોર્ટ અનુસાર 21મી એપ્રિલે હુઆંગના કાકા તેને ટ્રેનર પાસે લઈ ગયા હતા. આ વિશે વિગતે વાત કરીએ તો 7 વર્ષીય હુઆંગ પ્રથમ વખત જુડો શીખવા માટે આવ્યો હતો. તેને આ વિશે કોઈ પાયાની જાણકારી પણ હતી નહી. આ દરમિયાન નિર્દોષ બાળકે કોચને મોટો મૂર્ખ કહ્યો હતો. ત્યારબાદ કોચે હુઆંગને તેના સિનિયર વિદ્યાર્થીઓ સાથે લડત આપી હતી અને જેમા કોચે તેના શિષ્યોને હુઆંગને પછાડવાનુ કહ્યું હતુ.

image source

આ દરમિયાન ટ્રેનર હુઆંગને નીચે પટક્યા પછી ફરીથી ઉભા થવાનું કહેતો રહ્યો હતો. આ રીતે લગભગ 12-15 વખત તેને જોરથી પછાડવામા આવ્યો હતો. આ પછી પણ કોચને દયા ન આવી અને તેણે સતત તેને પટકવાનુ કહેતો રહ્યો હતો. આ પછી હુઆંગે માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી હતી પરંતુ કોચે તેની અવગણના કરી. આ પછી નિર્દોષ બાળકને ઉલટી થવા લાગી અને તે બેભાન થઈ ગયો. હુઆંગના પરિવારે લગભગ 27 વાર જમીન તેને પટકયો હોવાનો દાવો કર્યો છે. જો કે રિપોર્ટમાં આવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી.

image source

આ સમગ્ર ઘટના દરમિયાન હુઆંગના કાકા પણ ત્યાં હતા પરંતુ તે કોચને રોકી શક્યા નહીં. આ વિશે જ્યારે હુઆંગની માતા સાથે વાત કરવામા આવી ત્યારે તેમણે કહ્યું હતુ કે મને હજી યાદ છે જ્યારે હું તેને સવારે શાળાએ મુકવા માટે જઈ રહી હતી તે વખતે તેણે એકવાર પાછુ વળીને જોયુ હતુ અને મને કહ્યુ કે ‘મમ્મા, ગુડ બાય. આ પછી રાત્રે તે આ રીતે (બેભાન) હાલતમા મળી આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!