શું આવુ બની શકે ખરા, જેમાં આ અભિનેતા અત્યાર સુધીમાં 182 વાર મરી ચૂક્યો છે અને…

આ અભિનેતા અત્યાર સુધીમાં 182 વાર મરી ચૂક્યો છે, બોલીવૂડના અત્યંત ટેલેન્ટેડ અભિનેતા આશીષ વિદ્યાર્થી વિષે જાણો

ફિલ્મોમાં નેગેટિવ રોલ માટે જાણીતા આશીષ વિદ્યાર્થી થોડા સમય પહેલા જ 58 વર્ષના થયા. તેમનો જન્મ 1962માં 19મી જૂનના રોજ કેરલના કન્નૂર ખાતે થયો હતો. તેઓ પોતાની એક્ટિંગ કેરિયેરમાં અત્યાર સુધીમાં એક્ટિંગ કરતાં કરતાં લગભગ 182 વાર મરી ચૂક્યા છે. આમ તો એકવાર ફિલ્મના શૂટિંગ દરમાયન આશીષ વિદ્યાર્થી રિયલમાં જ ડૂબવા લાગ્યા હતા. તેવામાં ત્યાં હાજર લોકોને પહેલાં એવું લાગ્યું કે ફિલ્મના કોઈ સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તે વિચારીને કોઈ તેમને બચાવા પણ ન ગયું. પછીથી એક પોલીસવાળાએ મહામહેનતે તેમનો જીવ બચાવ્યો હતો.

image source

છત્તીસગઢમાં દૂર્ગની મહમરા એનીકટ નામની જગ્યામા ફિલ્મ ‘બોલીવૂડ ડાયરી’ના શૂટિંગ દરમિયાન તેમની સાથે તેમનો એક સાથી કલાકાર ડૂબતા-ડૂબતા બચી ગયો હતો. તેમને બન્નેને પોલીસકર્મિ વિકાસ સિંહે બચાવ્યા હતા. તેમની ડ્યૂટી શૂટિંગ સ્પોટ પર જ હતી.

image source

વાસ્તવમાં શૂટિંગ દરમિયાન આશીષને પાણીમાં ઉતરવાનું હતું, પણ તે દરમિયાન તેઓ થોડા વધારે ઉંડા પાણીમા જતા રહ્યા અને ડૂબવા લાગ્યા. ત્યાં હાજર લોકોને લાગ્યું કે આ ફિલ્મનો કોઈ સીન શૂટ થઈ રહ્યો છે અને આશિષ અભિનય કરી રહ્યા છે, તેવામાં તેમની મદદ માટે કોઈ દોડ્યું નહીં. પછી પોલીસ કર્મિ વિકાસે તેમનો જીવ બચાવ્યો હતો.

image source

આશિષ વિદ્યાર્થીએ પોતે જ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે ક્યારેક ક્યારેક તો ડીરેક્ટર પણ પરેશાન થઈ જતા હોય છે કે હવે આ ફિલ્મમાં આને કેવી રીતે મારીએ અને તેની નવી રીત કઈ હશે. આશીષના જણાવ્યા પ્રમાણે દરેક વખતે નેગેટિવ રોલ પ્લે કરવાથી તેમને પોતાના જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું છે.

image source

આશીષ વિદ્યાર્થીને ફિલ્મોમાં નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મ દ્રોહકાલ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે. આશિષ વિદ્યાર્થીના માતા બંગાળી મૂળના કથક ડાંસર છે, જ્યારે તેમના પિતા ગોવિંદ વિદ્યાર્થી મલયાલી થિયેટરના જાણીતા કલાકાર છે.

image source

તો વળી આશીષના અંગત જીવનની વાત કરીએ તો તેમણે એક્ટ્રેસ રાજોશી બરુઆ સાથે લગ્ન કર્યા છે. રાજોશી દેખાવે જેટલી સુંદર છે તેટલી જ પ્રતિભાવાન અભિનેત્રી પણ છે. રાજોશી ટીવી સિરયલ સુહાની સી એક લડકીમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેણી સતી, ડાયમંડ રિંગ અને ગુરુદક્ષિણા જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

image source

આશીષ વિદ્યાર્થી અને રાજોશીને એક દિકોર પણ છે જેનું નામ અર્થ છે. તમને જણાવી દઈ કે આશિષ વિદ્યાર્થીની સરનેમ જાણીતા સ્વતંત્રતા સંગ્રામ સેનાની ગણેશ શંકર વિદ્યાર્થીના નામથી પ્રેરિત છે.

image source

આશિષ વિદ્યાર્થીએ અત્યાર સુધીમાં બાજી, નાજાયજ, જીત, ભાઈ, દૌડ, જિદ્દી, મેજર સાબ, સોલ્જર, હસીના માન જાયેગી, અર્જુન પંડિત, જાનવર, વાસ્તવ, બાદલ, કહો ના પ્યાર હૈ, બિચ્છૂ, જોરુ કા ગુલામ, રિફ્યુજી, એક ઓર એક ગ્યારહ, એલઓસી કારગિલ, જાલ, કિસ્મત, શિકાર, જિમ્મી, રક્તચરિત્ર, બર્ફી, રાજકુમાર, હૈદર, અલીગઢ અને બેગમ જાન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

image source

તેની સાથે જ આશીષ વિદ્યાર્થીએ હમ પંછી એક ચોલ કે, ટ્રક ધિનાધિન, દાસ્તાન, 24 અને કહાની બાજ જેવી ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. ટીવી સિરિયલ દાસ્તાનમાં આશીષ વિદ્યાર્થીના લંકેશના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું.

Source: Asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત