અવ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે સોમનાથ મહાદેવમાં આજથી શરુ કરવામાં આવી પાસ વ્યવસ્થા

હાલમાં જ્યારે ગુજરાતમાં સતત કોરોના સંક્રમણના આંકડાઓ વધી રહ્યા છે ત્યારે શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન માટે ભક્તો સોમનાથ મંદિરમાં આવી રહ્યા છે. જો કે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ દર્શનને લઈને સર્જાયેલી આવ્યવ્સ્થા બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શન માટે સીધા પ્રવેશ ન આપીને પાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પાસ વ્યવસ્થાનો હેતુ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોરોના વાયરસના સંક્રમણને લઈને સુરક્ષા વ્યવસ્થા જળવાય એ જોવાનો છે.

image source

જો કે શ્રાવણ માસમાં થનાર યાત્રિકોના ધસારા વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે એ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પ્રવેશનાર તમામ ભક્તો માટે પાસ ફરજિયાત બનાવી દીધા છે. આજથી જ આ સીસ્ટમ અમલી બની છે. ગુજરાતમાં કોઇ મંદિરમાં પ્રવેશ માટે પાસ ફરજિયાત કરાયો હોય એવી આ પ્રથમ ઘટના જોવા મળી છે.

પાસ દ્વારા કુલ ૮૫ લોકોએ પ્રથમ કલાકમાં દર્શન કર્યા

image source

સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારથી જ દર્શકો માટે પાસ સિસ્ટમને અમલી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પોલીસ અને ભક્તો વચ્ચે અવ્યવસ્થા સર્જાતા જે ચર્ચાઓ જાગી હતી એને ધ્યાનમાં લઈને આજે સવારે ૫ વાગ્યાથી અહી પાસ સુવિધા લાગુ કરવામાં આવી છે. આ પાસ આપવા માટે સોમનાથ મંદિરના પથિક આશ્રમના મેદાનમાં પાસ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

જો કે પ્રથમ કલાકમાં લગભગ ૧૭ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ પાસમાં કુલ મળીને ૮૫ જેટલા લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેસન કરીને આવેલા કુલ ૩૦ લોકોએ પ્રથમ એક કલાક દરમિયાન દર્શન કર્યા હતા.

image source

શ્રાવણના પ્રથમ દિવસે ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આપને જણાવી દઈએ કે પાસ વ્યવસ્થા શરુ કરવાનું મુખ્ય કારણ મંદિરમાં અસ્વ્યવ્સ્થા ન સર્જાય એ જોવાનું છે. અને ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા જાળવવા આ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. કારણ કે પાછળના દિવસોની ઘટના જોઈએ તો શ્રાવણ માસની શરુઆતના પ્રથમ દિવસે જ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવ પરિસરમાં ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ દરમિયાન દર્શન કરવા જવા બાબતે અવ્યવસ્થા સર્જાઈ હતી અને પરિણામે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાને લઈને ટ્રસ્ટ દ્વારા નવી પાસ સીસ્ટમ લાગુ કરવા અંગે નિર્ણય લેવાની ફરજ પડી હતી.

image source

આજથી પાસ વ્યવસ્થા લાગુ કરવામાં આવી

આ ઘટના પછી મંદિરના ટ્રસ્ટીએ પણ ઘટના અંગે જણાવતા મીડિયા સાથેની વાતચિતમાં આ વાતને રદીઓ આપતા કહ્યું હતું કે જો આ પાસ વ્યવસ્થા લાગુ કરવા છતાં પણ મંદિરમાં કોરોના સુરક્ષાને લગતા નીતિ નિયમો ભક્તો દ્વારા જાળવવામાં નહિ આવે તો મજબૂરી વશ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવું પડી શકે છે. જો કે આજથી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આજથી સોમનાથ દર્શન કરવા માટે પાસ સીસ્ટમ ફરજીયાત બનાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત