ગુજરાતમાં અત્યાર સુધીમાં 1.50 કરોડ લોકોનું વેક્સિનેશન, રસીકરણ મામલે આ જિલ્લો સૌથી પાછળ

ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે અને મોતના આંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનમાં તેજી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં શુક્રવારથી રવિવાર સુધી એમ 3 દિવસ 45થી વધુ વયના લોકો માટેનું રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જો કે 18થી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકો કે જેમણે એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે તેમનું વેક્સિનેશન ચાલુ રહેશે.

image source

તમને જણાલી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,50,09,431 (dashboard.cowin.gov.in પ્રમાણે, 14 મે બપોરે 2 વાગ્યા સુધીના આંકડા) લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, એમાં પહેલો અને બીજો બંને ડોઝનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, ગુજરાતની 2011ની વસ્તિ ગણતરી પ્રમાણે 6.04 કરોડ છે, જે પૈકી 24.83 ટકા લોકોનું વેક્સિનેશન થયું છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 19.57 લાખ અને સૌથી ઓછું ડાંગમાં ફક્ત 44 હજાર લોકોનું જ વેક્સિનેશન થયું છે.

image source

ગુજરાતમાં અમદાવાદ બાદ 14.33 લાખ સાથે ડાયમંડ સીટી સુરત બીજા અને 10.48 લાખ સાથે સંસ્કારી નગરી વડોદરા ત્રીજા સ્થાને છે, તો બીજી તરફ સૌથી ઓછું ડાંગમાં 44 હજાર લોકોનું જ રસીકરણ થયું છે, જે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત બોટાદમાં પણ ઓછું 88 હજાર લોકોનું જ રસીકરણ વેક્સિનેશન થયું છે. જો રાજ્યમાં ટકાવારી પ્રમાણે વાત કરીએ તો, સૌથી વધુ રસીકરણ પોરબંદરમાં 38.31 ટકા થયું છે, જ્યારે સૌથી ઓછું બોટાદમાં 13.46 ટકા જ રસીકરણ થયું છે.

image source

તો બીજી તરફ ગુજરાતનાં શહેરોમાં સૌથી વધુ વડોદરામાં 33.87 ટકા, અમદાવાદમાં 27.72 ટકા, રાજકોટમાં 27.02 ટકા, સુરતમાં 23.56 ટકા વેક્સિનેશન થયું છે. નોંધનિય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધી(13 મે સુધી)માં કુલ 1,47,18,861 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં 18,51,225 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, 9,95,693 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ 45થી વધુ ઉંમરના 86,60,645 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 27,94,084 લોકોને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત 18થી 44 વર્ષના 4,17,214 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

image source

આમ રાજ્યમાં હવે રસીકરણ અભિયાન તેજી પકડી રહ્યું છે. જો કે દેશમાં હાલમાં રસીની અછત છે તે પણ એક વાસ્તવિકતા છે.

તો બીજી તરફ આરોગ્ય ખાતાના જયંતી રવિએ જણાવ્યું હતું કે, 14, 15 અને 16 મે દરમિયાન 18થી 45 વર્ષના લોકોને કે જેમણે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને SMS આવી ગયો છે, માત્ર તેમના માટે જ વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે. આ સિવાય આ વયજૂથના લોકોને માટે પણ એપોઇન્ટમેન્ટ ન મળી હોય તો રસીકરણ કે એનું શિડ્યૂલિંગ થશે નહીં.

image source

તો બીજી તરફ આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતને રસીનો જથ્થો ઉત્પાદક કંપની તરફથી ખૂબ મર્યાદિત માત્રમાં મળી રહ્યો છે રસીકરણમાં બ્રેક આવી છે. જેના કારણે જ 17 તારીખ પછી પણ 45થી વધુ ઉમરના લોકો માટે પહેલા ડોઝનું જ રસીકરણ થશે, જ્યારે બીજા ડોઝની રસી લેવાની તારીખ તેમને પહેલા ડોઝના ત્રણથી ચાર મહિના બાદ જ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!