Site icon News Gujarat

આઇશાના પતિ આરિફની નફ્ફટાઈનો થયો ઘટસ્ફોટ: આઇશાને કહેતો સ્પેરવ્હીલ, આઈશા સાથે રૂમમાં હોય ને આરિફ તેની લવરને કરતો વીડિયો કોલ અને પછી…

અમદાવાદમાં સાબરમતી નદીમાં કુદી અને 25 ફેબ્રુઆરીના રોજ આયશા બાનૂએ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કેસમાં આયશાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આયશાના મોત બાદથી તે ફરાર થઈ ગયો હતો જો કે આ કેસમાં હવે ગુજરાત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે રાજસ્થાનના પાલીમાંથી આયશાના ફરાર પતિ આરિફની ધરપકડ કરી લીધી છે.

આયશાએ આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે તેના પતિ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આયશાના નિકાહ 2018માં થયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે આત્મહત્યા કરાવવા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો હતો.

આ મામલે હવે વધુ એક ખુલાસો થયો છે. આ કેસની વિગતો જેમ જેમ સામે આવી રહી છે તેમ તેમ લોકોનો રોષ આરિફ પર વધી રહ્યો છે. આયશાનો કેસ લડતા વકીલે આ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યાનુસાર આરિફને રાજસ્થાનની એક યુવતી સાથે સંબંધ હતા. આ કારણે આયશા માનસિક તાણમાં રહેતી હતી. તેના જીવનમાં સમસ્યા એટલી વધી ગઈ હતી કે તેણે અંતે આ પગલું ભર્યું છે. તેમના જણાવ્યાનુસાર આરિફે પોતાનું પોત લગ્ન પછીના 2 મહિનામાં જ પ્રકાશી દીધું હતું. આયશા રુમમાં હોય ત્યારે જ આરિફ તે યુવતીને વીડિયો કોલ કરી પ્રેમ ભરી વાતો કરી આયશાને માનસિક તાણ આપતો.

પ્રેમિકા સાથે મજા કરવા માટે આયશાને ઘણીવાર આરિફ તેના પિતાના ઘરે મુકી પણ ગયો હતો. આયશાના આપઘાત પાછળ આરિફના લગ્નેતર સંબંધો જવાબદાર હોવાનું પણ વકીલે જણાવ્યું હતું. આયશાના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આયશા ભણવામાં હોશિયાર હતી અને માતા-પિતાની લાડકી હતી. પરિવારને હતું કે આયશાને લગ્ન બાદ તમામ સુખ મળશે પરંતુ બે જ મહિનામાં આયશાના જીવનમાં સંઘર્ષ શરુ થઈ ગયો હતો.

આયશાના લગ્ન ઘણી વસ્તુ આપીને કરવામાં આવ્યા હતા. તેમ છતાં લાલચુ સાસરીયાઓની લાલચ પુરી થઈ નહીં અને તેમની માંગ વધવા લાગી. આટલું અધુરું હોય તેમ આરિફ આયશાને એવું પણ કહેતો કે તે બીજી યુવતીને પ્રેમ કરે છે અને આયશા તો માત્ર તેના માટે સ્પેરવીલ છે. આરિફની નફટ્ટાઈ ત્યારે સામે આવી જ્યારે તેણે આયશાની સામે જ પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરવાનું શરુ કરી દીધું હતું.

આ ત્રાસ વચ્ચે આયશા ગર્ભવતી પણ થઈ હતી પરંતુ આરિફ તેને તેના પિતાના ઘરે મુકી ગયો હતો. તેણે તેના પિતાને સ્પષ્ટ કહી દીધું કે દોઢ લાખ આપશો તો આયશાને લઈ જાઈશ. આરિફના આ વર્તનના કારણે આયશા ડીપ્રેશનમાં સરી પડી અને તેને બ્લીડિંગ થવા લાગ્યું. આ કારણે તેના બાળક ગર્ભમાં જ મરી ગયું હતું. આ તકે પણ આયશાને સપોર્ટ કરવાને બદલે આરિફે અને તેના પરિવારે પૈસાની માંગ કરે રાખી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version